SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૧૪૫ આ પ્રમાણે જ્ઞાની ગુરુ પાસે પોતાનો પૂર્વભવ સાંભળી બંનેને જાતિસ્મરણશાન થયું. ગુરુવાક્યની પ્રતીતિ થઈ. નગરમાં આવી પુત્રને રાજ્યાભિષેક કર્યો ને બંને જણે દીક્ષા લીધી. શીલનિષ્ઠ સંયમ પાળી તેઓ પ્રાંતે સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવી ધર્મસાધના કરી અન્ને મુક્તિને પામશે. ૯૯ જેને હૈયે શીલ વસ્યું તે કોઈ દુખ ના ગણકારે कुत्रचिद् दम्पतीयोगः स्याच्छीलव्रतत्परः । तेन सर्वसुखावाप्तिः, प्राप्ते दुःखेऽपि जातुचित् ॥१॥ અર્થ - ક્યાંક શીલવ્રતના આદરમાં તત્પર એવા દંપતીનો યોગ થાય છે કે તેઓ ગમે તેવા દુઃખમય સંયોગમાં જરાપણ સંયોગને આધીન થતાં નથી, ને શીલને અનેક કષ્ટ વેઠીને પણ પાળે છે. પરિણામે દુઃખનો અવશ્ય નાશ થાય છે ને સર્વ સુખની સામગ્રી આવી મળે છે. ચંદન અને મલયાગિરિ આવા જ પ્રકારના પતિ-પત્ની હતા. તેમનું જીવન નીચે પ્રમાણે હતું. ચંદન-મલયાગિરિની વાર્તા કુસુમપુર નામક નગરમાં ચંદનરાજ નામના રાજાને મલયાગિરિ નામની સુંદર ને શીલવતી નારી હતી. તેમના સોહામણા બે બાળકો હતા, તેમના સાગર અને નીર એવાં નામ પાડ્યાં હતાં, ઘણું સમજું સંતોષી ને ધર્મિષ્ઠ એ કુટુંબ હતું. એકવાર રાજા સૂતા હતા, કુળદેવીએ આવીને જણાવ્યું - “ભલા રાજા ! જીવનના બધા દિવસો એકસરખા જતા નથી. માણસને એકાદ વાર તો અવશ્ય વિપત્તિ પડે જ છે. માણસના માઠાં દિવસોમાં કોઈ ફેરફાર કરી શકતું નથી. વિપત્તિ સિવાય માણસનું જ્ઞાન અધુરું રહે છે. વિપદાથી ઘણું જાણવા ને સમજવા મળે છે. તારા ખરાબ દિવસો આવ્યા છે. તું તરત રાજ્ય છોડીને ચાલ્યો જા. દુર્દેવનું ઉલ્લંઘન કરવાને કોઈ સમર્થ નથી. આ સાંભળી રાજા વિચારે છે કે- “જો અવશ્ય આપત્તિ આવવાની છે તો તેનો સામનો કરવો જ સાહસીનું કાર્ય છે. આપત્તિથી બચતાં કે નાસતા ફરવું એ તો સત્વહીન કાયરનું કામ છે.” અને રાજા પત્ની તેમજ પુત્રોને લઈ ચાલી નિકળ્યો. તેઓ ફરતા ફરતા કુશસ્થળ આવ્યા ને સ્થિર થયા. ચંદન કોઈ મંદિરમાં પૂજારી તરીકે નોકર રહ્યો, મલયાગિરિ જંગલમાંથી બળતણ લઈ આવતી, કોઈ કોઈ વાર ભારો વેચવા પણ જતી. એકવાર કોઈ સોદાગરે તેને જોઈ. તેના રૂપ-રંગ, વ્યવહાર ઢંગ જોઈ તેના પર મુગ્ધ થઈ તે લાકડા ખરીદવા લાગ્યો ને થોડા પૈસા પણ વધારે આપવા લાગ્યો. આમ કરતાં મલયાને તેના ઉપર વિશ્વાસ બેઠો. એકવાર પ્રસ્થાનની તૈયારી કરી, સાર્થને રવાના કરી પોતે રોકાયો. મલયાગિરિને
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy