SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૨ ૧૪૩ દેશનાને અંતે રાજાએ ગુરુ મહારાજને પૂછ્યું, “ભગવન્! મારી રાણીનું શું થયું હશે? મને આવેલા સ્વમાનું શું ફળ હશે?” જ્ઞાની ગુરુએ કહ્યું “સ્વપ્ર સૂચવે છે કે રાણીને પુત્ર જન્મ્યો છે ને તે તથા રાણી તમને થોડા જ સમયમાં મળશે.” જ્ઞાનીનાં વચનો પર વિશ્વાસ કરી રાજા ત્યાં વનમાં જ ચિતા પાસે રહ્યા. દત્તશેઠ ફરતાં ફરતાં તાપસીના આશ્રમમાં આવી પહોંચ્યા. તેમણે ત્યાં કલાવતીનો પત્તો મેળવ્યો. તેને કહ્યું “હે સુભગ ! તમારા પતિ અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થયા છે. તેમને શીઘ બચાવવા હોય તો મારી સાથે ચાલો.' આ સાંભળતાની સાથે કલાવતીએ તાપસને પ્રણામ કરી આજ્ઞા માંગી. તાપસે આશિષ અને આજ્ઞા આપી. રથ અને સાથે બે તાપસકુમારો પહોંચાડવા ને સમાચાર લાવવા મોકલ્યા. નિરાશ થયેલો રાજા ચિતા સળગાવવા આગ્રહ કરતો હતો, ત્યાં સહુની નજર દૂરથી દોડાદોડ આવતા રથ પર પડી. ક્ષણવારમાં રથ ચિતા પાસે આવ્યો. તેમાંથી દત્ત તેમજ તેજસ્વી બાળક સાથે મહારાણી ઉતર્યા. રાજાનું મોટું ઊંચું ન થઈ શક્યું. બધે રાણીના શીલધર્મનો જયજયકાર થઈ રહ્યો. સારા સમારંભપૂર્વક તેમનો નગરપ્રવેશ થયો. રાજાએ પોતાના દુષ્ટ આચરણની ક્ષમા માંગી. કલાવતીએ કહ્યું કે “એ તો મારા જ કોઈ પૂર્વના દુષ્કતનું માઠું ફળ હતું. આમ બંને સુખે રહેવા લાગ્યા. ત્યાર પછી બંને જણાનું ચિત્ત ધર્મમાં વિશેષ રહેવા લાગ્યું. એકવાર જ્ઞાની ગુરુમહારાજનો સંયોગ થતાં તેમણે પૂછયું કે “હાથ કાપવાની આજ્ઞા મેં કેમ આપી ને હાથ કપાયાનું દુઃખ રાખીને કેમ વેઠવું પડ્યું?' જ્ઞાની ગુરુએ કહ્યું, ‘તેમાં પૂર્વભવ કારણભૂત છે.” સાંભળો મહાવિદેહમાં નરવિક્રમ નામના રાજાને સુલોચના નામે એકની એક પુત્રી હતી. તેણે એક સુંદર પોપટ પાળ્યો હતો. તેના પગ અને ગળામાં ઘરેણાં પહેરાવ્યાં હતા ને સોનાના પાંજરામાં તેને રાખ્યો હતો. એકવાર સુલોચના શ્રી સીમંધરસ્વામી ભગવંતના દર્શને દહેરાસરે ગઈ અને પોપટને સાથે લેતી ગઈ. પ્રભુજીની પ્રતિમા જોતાં પોપટને જાતિસ્મરણજ્ઞાન થયું. તેણે પૂર્વભવે દીક્ષા લઈ કરેલી વિરાધના જાણી. તેને પૂર્વભવે કરેલી વિવિધ સ્તુતિ ગુણવર્ણન આદિ પણ યાદ આવ્યા. મેરુના પૂર્વ ભાગમાં મહાવિદેહક્ષેત્રમાં પુષ્કળાવતી વિજયમાં પુંડરીકિણી નગરી છે. ભરતક્ષેત્રમાં થયેલા કુંથુનાથ અને અરનાથ ભગવાનના આંતરામાં શ્રી સીમંધરસ્વામીનો જન્મ થયેલ. શ્રી મુનિસુવ્રત અને શ્રી નમિનાથ સ્વામીના અંતરામાં રાજય છોડી તેમણે દીક્ષા લીધી હતી. અને આવતી ચોવીશીમાં થનાર ઉદય અને પેઢાલ નામના તીર્થંકર પ્રભુજીના અંતરે તેઓ મોક્ષે પધારશે. વિશે વિહરમાન તીર્થકરોને સો કોટિ સાધુઓ અને દશ લાખ કેવલીઓનો પરિવાર છે. સર્વ સંખ્યાએ બે કોટિ કેવળી ને બે હજાર કોટિ સાધુઓ થાય છે. તેમને હું અહોનિશ નમું છું. એમ ઘણી વાર તેમની મેં સ્તુતિ કરી છે.
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy