SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ A૧૪૧ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ દૂર જવાનું છે? મધ્યાહ્ન વીતવા છતાં રથ તો પુરપાટ દોડતો રહ્યો. અકળાઈને કલાવતીએ કહ્યું મને સમજાતું નથી કે તમે ક્યાં લઈ જાવ છો? મને અહીં રોકો. આ તો આપણે ઘણે દૂર નિકળી આવ્યા. મહારાજા કાંઈ આટલે દૂર આવે નહીં.” સાંભળી રથિકે રથ રોતાં આંખમાં આંસુ લાવી કહ્યું “ક્ષમા કરજો દેવી ! મહારાજાએ આ જગ્યામાં તમારો ત્યાગ કરવા જણાવ્યું હોઈ આ હિચકારુ કૃત્ય મારે કરવું પડ્યું. સંસારમાં દાસતા જેવું દુઃખ બીજું નથી. હવે હું પાછો ફરું છું, ધર્મ તમારી રક્ષા કરે.” એમ કહી રથિક કલાવતીને એક વૃક્ષ નીચે ઉતારી વેગે પાછો ફરી ગયો. બેબાકળી કળાવતી વૃક્ષ નીચે ઊંડી ચિંતામાં પડી ને રાજાની નારાજગીનું કારણ શોધતી રહી પણ કાંઈ એવું બન્યું હોય તેવું તેને યાદ ન આવ્યું. પોતાની આ અવસ્થાનો ખ્યાલ આવતાં તે રડી ઉઠી. તેની પાસે કશી જ સગવડ નહોતી. તેને મા બનવાની ઘડી પણ ઘણે દૂર નહોતી. નિર્જન ને બીહડ જંગલમાં એકલી ભયંકરતા જ ચારે તરફ પથરાઈ હતી. તેને કોઈ માર્ગની પણ જાણ નહોતી. જેનો કદી વિચાર પણ નહિ કરેલો તેવી કપરી ઘડી આવી હતી. તે ઘણી સમજુ ધીરજવાળી હતી. છતાં વિડંબનાઓ તેની શક્તિની સીમાઓ વટાવી રહી હતી, કેટલોક સમય પસાર થતા તેણે દૂરથી બે બાઈઓને આવતી જોઈ. કાંઈક આશરાની આશા બાંધી. પાસે આવતા બે ચંડાલણી હાથમાં ઉઘાડી કટારી લઈ આવતી જણાઈ. કલાવતી તેને કાંઈ કહે તે પૂર્વે તે બાઈઓ કલાવતી પાસે આવી બોલી- “તને રાજાના ઘરમાંય રે'તા નો આવડ્યું. કુલટા ! હમણાં તને ખબર પડશે તારા પાપની! એમ કહી તેમણે કલાવતીના હાથ પકડ્યાં. તે કાંઈ વિચારે તેના પહેલા તો તેના કાંડા કપાઈ ગયા. ચાંડાલણીઓ લોહી નિતરતા કાંડાં લઈ રાજા પાસે આવી. કલાવતી અચેત થઈ પૃથ્વી પર ઢળી પડી. ધોરી નસો કપાતાં ઘણું લોહી વહી ગયું. તેની વેદનાનો પાર રહ્યો નહીં. તે ભાનમાં આવી વિલાપ કરતી પાછી ધરતી પર ઢળી પડતી, કાંડાં કપાઈ જવાથી તેને પડ્યા પછી બેસવામાં પણ ઘણું કષ્ટ પડતું, એમ કરતાં તેને પ્રસવપીડા ઉપડી. જાણે ઉપાધિ આવે ત્યારે અનેક રીતે આવે. કપાયેલા કાંડાંમાં લોહી થીજી જવાથી ગાંઠ બંધાઈ ગયા ને લોહી વહેવું બંધ થયું. પ્રસવયોગ્ય જગ્યાએ એ જેમ તેમ કરી પહોંચી અને પુત્રને જન્મ આપી માતા બની. દુઃખ-સુખની વિચિત્ર લાગણીઓ અને ઘોર પરાધીનતા તે અનુભવવા લાગી. શરીરશુદ્ધિ માટે પુત્ર સાથે તે નદી કાંઠે આવી. ત્યાં અચાનક બાળક સરક્યું ને પાણીમાં પડતું પડતું બચ્યું. કલાવતી આડો પગ મૂકીને ઊભી રહી પણ પોતાની આ અસહાય દશા, પુત્રનું રક્ષણ પોષણ કરવાનીય મહાકઠિનાઈ, ચારે તરફથી મુંઝાયેલી કલાવતીએ ધર્મનું શરણું લઈ નવકારનું સ્મરણ કરી ઉચ્ચસ્વરે ઘોષણા કરી કે હે પ્રકૃતિના પરિબળો ! ધર્મના આરક્ષકો ! જો મેં મન-વચન અને કાયાની શુદ્ધિથી શીલ પાળ્યું હોય તો મને આ વિપત્તિમાંથી ઉગારો.” આટલું બોલતાની સાથે પ્રકૃતિના પરિબળો ખળભળી ઉઠ્યા. સાત્વિક આત્માનો એક અવાજ પ્રકૃતિના રખેવાળોને સાબદા કરી શકે છે. શાસનદેવતાએ તરત ત્યાં આવી કલાવતીના ખંડિત હાથોને અખંડિત કર્યા. શીલધર્મનો જયકાર કર્યો. સતી પર પુષ્પની વૃષ્ટિ કરી. પોતાના
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy