SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ મહાતપસ્વી વિશ્વામિત્ર સૂકાં ફળ અને પાણીના આહારે સૂર્યની સામે દૃષ્ટિ રાખી તપ તપતા હતા. કહે છે કે તેથી તેમનામાં નવું સ્વર્ગ રચવાની શક્તિ ઉદ્દભવેલી. તેથી શંકિત થયેલા ઈંદ્ર તપોભ્રષ્ટ કરવા તેમની પાસે મેનકા નામની અતિસુંદર અપ્સરા મોકલી. મેનકાની વિવિધ હાવભાવવાળી ચેષ્ટાથી વિશ્વામિત્ર ધ્યાનભ્રષ્ટ અને ચંચલ થયા, તીવ્ર અનુરાગપૂર્વક તેમણે મેનકાને આશ્લેષ આપી ભોગવી. પછી તો તેમાં લટ્ટ થયેલા તપસ્વીએ પોતાનું તપ-ધ્યાનાદિ છોડી દીધું. એકવાર તેમણે મેનકાને પૂછયું - ‘તને અહીં આવી મારી સાથે રહેતા કેટલોક સમય થયો?' તેણે ઉત્તર આપતા કહ્યું – “નવસો સાત વર્ષ નવ મહિના ને ત્રણ દિવસ થયા’ આમ વારંવાર ઇંદ્ર અપ્સરાઓ મોકલી તેમને તપભ્રષ્ટ કર્યા, પરિણામે તે સાવ નિર્માલ્ય અને શક્તિહીન થઈ ગયા. આ વાત મહાભારત આદિ ગ્રંથમાં વિસ્તારપૂર્વક જણાવી છે. તથા શ્રી જિનાગમ-લોકોત્તરશાસ્ત્રમાં પણ અષાઢાભૂતિ, આદ્રકુમાર, અરણિક આદિ પ્રજ્ઞાવાન ગુણવંતા મુનિઓ પણ સ્ત્રીઓની કરજાળમાં સપડાયાના અનેક ઉદાહરણો જોવા મળે છે. જ્યાં સુધી માણસે સ્ત્રીનો સંગ નથી કર્યો ત્યાં સુધી જ તેના ઉત્તમ ગુણો સચવાયા છે. વલ્કલચીરીએ સ્ત્રીસંગતના દોષો અનુભવી તરત તેનો ત્યાગ કર્યો હતો. વલ્કલચીરીમુનિનું દષ્ટાંત પોતનપુરના રાજા સોમચંદ્રને ધારિણી નામે પત્ની હતી. એકવાર રાજા વિશ્રાંતિ ગૃહમાં હતા ને રાણી તેમના વાળમાં પોતાના મુલાયમ આંગળા ફેરવી વાળ ઓળતી હતી. રાજાના માથામાં એક ધોળો વાળ જોઈ રાણી બોલી – “રાજા ! દૂત. પહેલા તો રાજા ખીજાઈને બોલ્યો, કોણ છે એ દૂત? તેને એટલી અક્કલ નથી કે હું રાણીવાસમાં રાણી સાથે બેઠો છું?” રાણીએ કહ્યું- “મહારાજા ત્યાં નહીં. આ આપના માથામાં ઘડપણનો દૂત આવ્યો છે. જુઓ...' એમ કહી તેણે વાળ ચૂંટી રાજાની હથેળીમાં મૂક્યો. વાળ જોતાં જ તે ઊંડી ચિંતા ને વિમાસણમાં પડી બોલ્યો કે “મારા પૂર્વજો અને વડીલોએ યૌવન ઢળતા પૂર્વે વ્રત ને વાનપ્રસ્થ સેવેલું છે, મને ધિક્કાર છે. કેમકે ધોળો વાળ થતાં સુધી હું ઘરે જ બેઠો છું અને ધર્મ આચરતો નથી.” રાણીએ કહ્યું – “નાથ! હજી પણ કશું મોડું થયું નથી. જાગ્યા ત્યારથી સવાર ! હવે શા માટે ધર્મકર્મમાં વિલંબ કરવો જોઈએ !” પત્નીની તૈયારી ને સમજણથી ઉત્સાહિત થયેલા રાજાએ પોતાના પુત્ર પ્રસન્નચંદ્રને રાજ્યારૂઢ કરી પોતે સંન્યાસ લીધો. તેમની પત્ની પણ સગર્ભા છતાં તાપસી બની. તેમની એક ધાત્રી તેમની સાથે ચાલી નીકળી. પૂર્ણ માસે રાણી ધારિણીએ પુત્રને જન્મ આપ્યો પરંતુ પ્રસૂતિમાં જ તે મૃત્યુ પામી. સંન્યાસીને બાળકની ચિંતા થઈ કે હવે આનો ઉછેર શી રીતે થશે? ત્યારે ત્યાં દેવી બનેલી ધારિણી રાણી યતિની વિમાસણ અને પુત્રની વિપત્તિ જાણી ભેંશનું રૂપ લઈ આશ્રમમાં આવી. બાળકને તેણે દૂધ પાયું. સમયે તે ભેંશ થઈને આવી જતી. આમ તે બાળકનું પોષણ અને ઉછેર થવા લાગ્યો. તે થોડો મોટો થયો એટલે મેંશ રૂપધારી દેવીએ ત્યાં આવવું બંધ કર્યું. અને તેના પિતા
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy