SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૨ ૧ ૨૧ કહેવાપૂર્વક શોધી આપી” હે અંજના ! એ પાપના ઉદયે તને બાર બાર વર્ષનો પતિવિયોગ થયો. તે દુષ્કર્મ હવે ક્ષીણપ્રાયઃ થયું છે. થોડા જ સમયમાં ધર્મપસાથે સારું થશે.” મુનિ આ પ્રમાણે બોલતા હતા ત્યાં આકાશમાર્ગ જતું એક વિમાન અટકી પડ્યું. તેમાં બેઠેલા વિદ્યાધરે કારણ જાણવા નીચે જોયું ને મુનિ આદિને જોતા તે નીચે આવ્યો. પોતાની ભાણેજ અંજનાને જોઈ તેને હર્ષ અને વિસ્મય થયો. તરત ગુરુ મહારાજને વંદનાદિ કરી અંજના, તેના પુત્ર અને દાસીને લઈ વિમાનદ્વારા આકાશમાર્ગે ચાલ્યો. અંજનાનું નાનકડું બાળક ઘણું જ તેજસ્વી અને ચપળ હતું. વિમાનની રણઝણતી ઘૂઘરી જોઈ તેણે હાથ પગ ઊંચા નીચા કરવા માંડ્યા ને એમ કરતા તે અંજનાના ખોળામાંથી નીચે પૃથ્વી પર આવી પડ્યું, અંજનાએ આર્તનાદે કરુણ રૂદન કરી ચીસ પાડી ને બેભાન થઈ વિમાનમાં ઢળી પડી. ક્ષણવારમાં જાગૃત થઈ તેણે રડારોળ કરી મૂકી કે આટલી ઊંચેથી પડીને મારું દુર્લભ બાળક જીવતું કેમ રહી શકે?” તેને સાંત્વના આપતા અંજનાના મામા સૂર્યકેતુએ વિમાનમાંથી પૃથ્વી પર આવી જોયું તો તેના આશ્ચર્યનો પાર જ ન રહ્યો. કારણ કે જે શિલાપર બાળક પડ્યું હતું તે શિલા જાણે ખંડાઈને ભૂકો થઈ ગઈ હતી ને તેના ઉપર સ્વસ્થ બાળક પડ્યું હતું. તરત બાળક ઉપાડી અંજનાને આપ્યું. અંજનાના આનંદનો પાર ન રહ્યો. તેમને પોતાના ઘેર મૂકી વિદ્યાધર કોઈ કામે બહાર ચાલ્યો ગયો. અહીં વરુણવિદ્યાધરના સમરનો અંત આવતા પવનંજય ઘરે પાછો ફર્યો. ત્યાં અંજનાને ન જોતા તેણે માતાને પૂછ્યું. માતાએ કહ્યું – “એ કુલટા આપણા યોગ્ય જ નહોતી.....” ઈત્યાદિ બધી વાત કહી. પત્નીને કાઢી મૂક્યાની અને કલંકિત થયાની વાત સાંભળી વજાઘાત જેવો આંચકો અનુભવી પવનંજય જીવતો સળગી મરવા તૈયાર થયો. બધા સમજાવીને થાક્યાં પણ તેણે તો ચિતા રચાવી. તેના મિત્ર ઋષભદત્તે કહ્યું – “ભાઈ! ત્રણ દિવસ મારા કહેવાથી વાટ જો. હું ગમે ત્યાંથી ભાભી અંજનાને લાવીશ. જો તેમ ન થાય તો તારી ઇચ્છા પ્રમાણે કરજે. તરત વિમાન લઈ ઋષભદત્ત અંજનાની તપાસમાં ઉપડ્યો. સૂર્યપુરના ઉપવનમાં સ્ત્રીઓના મુખથી તેણે સાંભળ્યું કે – “રાજાની અંજના નામની સુંદર ભાણી હમણા આવી છે. તેનો પુત્ર એવો તેજસ્વી છે કે સભામાં આવતા સહુનું ધ્યાન તેના ઉપર કેંદ્રિત થાય છે.” આ સાંભળી હર્ષિત થયેલો ઋષભદત્ત સૂર્યકેતુ રાજાની સભામાં ગયો. ત્યાં અંજના ઊભી જ હતી. ઋષભદત્તને જોતાં જ તે શરમાઈને સંતાઈ ગઈ. ઋષભદત્તે અંજના સાંભળે તેમ રાજાને પવનંજયના વિજયથી માંડીને બળી મરવા તૈયાર થવા સુધીની વાત માર્મિક રીતે કહી સંભળાવી. આ સાંભળતા જ અંજના ઘરે જવા ઉત્સુક થઈ, સૂર્યકતુ રાજાએ દાસી અને પુત્ર સહિત અંજના ઋષભદત્તને સોંપી અને શીધ્ર પહોંચવાની વ્યવસ્થા કરી આપી. તે સર્વે વેગપૂર્વક પ્રહ્માદન નગરના સીમાડે આવી પહોંચ્યા, ખબર મળતાં જ પવનંજય
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy