SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૨ munitie એ વખતે પ્રતિવાસુદેવ રાવણ વરુણ નામના વિદ્યાધર સામે યુદ્ધે ચડ્યો હતો. તેણે પોતાના ખંડિયા પ્રહ્માદન રાજાને સમરભૂમિમાં બોલાવ્યો. ત્યારે પવનંજયે પિતાને આગ્રહ કરી રોક્યાં ને પોતે સામે જ ઉભેલી અંજનાની સામે જોયા વિના જ ઉપડ્યો યુદ્ધના મેદાનમાં. માર્ગમાં માનસરોવરના કાંઠે સાંજ પડવાથી પડાવ નાંખ્યો. ત્યાંનું વાતાવરણ ઘણું જ સુંદર અને મનોરમ હતું. મંદ સુગંધી પવન વાતો હતો ને સરોવરમાં લહેરો લહેરાતી, રંગબેરંગી કમળો દૂર સુદૂર પથરાયેલા હતા. ચક્રવાકપક્ષીના જોડલા કલ્લોલ કરતા હતા. એમ કરતા થોડી જ વારમાં રાત પડી ને બધા પર અંધારપટ છવાઈ ગયો. પતિથી વિખૂટી પડી ગયેલી ચક્રવાકીઓ કરુણસ્વરે આઝંદન કરવા લાગી. કોઈક ચક્રવાકી કાંતના વિયોગથી વિધુર થઈ આમથી તેમ જતી, પાછી આવતી, પાછી જતી, તેને ક્યાંય ક્ષણવાર પણ જાણે શાંતિ મળતી ન હતી. નિરાશ થઈ કમળના તાંતણાને ખેંચતી. પાંખો ફફડાવતી ઉન્માદ કરતી આમ તેમ ભમતી ને તીણે સ્વરે કૂજતી. ચક્રવાકીની આવી ચેષ્ટા જોઈ પવનંજયે પોતાના મિત્ર ઋષભદત્તને પૂછ્યું કે - “આ પક્ષિણીઓ આમ કેમ કરે છે?” તેણે કહ્યું – “મિત્ર ! આ ચક્રવાકીના જોડલાનો રાત્રે વિયોગ થઈ જાય છે. રાત્રિના અંધારામાં પ્રિયતમને ખોઈને અસ્વસ્થ થયેલી આ પક્ષિણી પોકારી પોકારીને તડપી તડપીને મૃતપ્રાયઃ થઈ જશે. સવારના અજવાળામાં જ્યારે એ પોતાના પતિને જોઈને ઓળખશે ત્યારે જાણે નવું જીવન પામશે. મિત્ર ! નારીનું હૃદય પુરુષ જેવું કઠોર નથી એનો ઘા તો એ જ ઝીરવે.” આ વખતે અંજનાએ પૂર્વભવમાં બાંધેલ ભોગાંતરાય કર્મ ક્ષીણ થતાં તત્કાળ પવનંજયને અંજનાનો ખ્યાલ આવ્યો કે “આ પક્ષી એક રાતમાં આવી સ્થિતિ ભોગવે છે તો બિચારી અંજનાના શા હાલ થયા હશે ? તો હું સામે જ હોવા છતાં બાર બાર વરસ થઈ ગયા ઝુરતા? કેમ કરી વીત્યો હશે આ કાળ? માટે હમણા જ હું તેને મળી આવું.' એમ વિચારી તે આકાશમાર્ગે સીધો અંજનાના શયનકક્ષમાં ગયો અને ચકિત થયેલી અંજનાનું પ્રેમપૂર્વક આલિંગન કરી પોતે કેવી રીતે આવ્યો વગેરે જણાવ્યું. તે ઘણી જ રાજી થઈ. બંનેનો પ્રથમવાર સહચાર થયો. અંજનાએ કહ્યું – “નાથ! મેં આજે જ ઋતુસ્નાન કરેલ છે. તમે યુદ્ધમાં જાવ છો ને આવતા થોડું મોડું પણ થાય માટે.....કદાચ મને.....હું મા બનું.....તો તેને થાબડતાં પવનંજયે કહ્યું – “ઓહ, સમજ્યો કે આ મારી વીંટી. એવો પ્રસંગ ઊભો થાય તો તું આ વીંટી બતાવી હું આવ્યો હતો તે જણાવજે.” એમ કહી જલ્દી પાછા આવવાની આશા આપી પવનંજય આકાશમાર્ગે ચાલ્યો ગયો ને સૈન્યમાં જઈ પહોંચ્યો. આ તરફ અંજના સગર્ભા થઈ. સમયે તેની ઉદરવૃદ્ધિ જોઈ સાસુએ ધમાલ બોલાવી ને કલંક આપ્યું. અંજનાએ સમજાવવા ઘણો પ્રયત્ન કર્યો ને વીંટી બતાવી છતાં તેની વાત માનવામાં ન આવી. તેને ઘર છોડવાની ફરજ પાડવામાં આળી. અંજનાએ એક દાસી સાથે ત્યાંથી નીકળી જવું પડ્યું. તે પિતાના ઘરે આવી. પિતાએ પણ કલંક્તિ પુત્રીને માટે ઘરના બારણા બંધ કરી ઉ.ભા.-૨-૯
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy