SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૨ ૧૧૭ મહાવી૨ ૫૨માત્માની વાણી સાંભળી, ત્યાં પર્ષદામાં બેઠેલ મૃગાવતી રાણીએ કહ્યું - ‘ભગવંત ! આપ યથાર્થ ફ૨માવો છો. જો મને ચંડપ્રદ્યોત રાજા રજા આપે તો હું દીક્ષા લઉં.’ પછી મૃગાવતીએ ચંડપ્રદ્યોતને કહ્યું - ‘રાજેન્દ્ર ! મને અનુમતિ આપો તો હું પ્રભુ પાસે પ્રવ્રજ્યા સ્વીકારું.’ પ્રભુજીના અતિશયે વૈરરહિત થયેલા રાજાએ તાબામાં રાખેલી શત્રુપત્નીને તરત દીક્ષાની અનુમતિ આપી. મૃગાવતીએ પોતાના પુત્રને ચંડપ્રઘોતના ખોળામાં બેસાડી દીક્ષા લીધી. તે જ વખતે ત્યાં બેઠેલી અંગારવતી આદિ ચંડપ્રદ્યોત રાજાની આઠ રાણીઓએ પણ દીક્ષા લીધી. ચંડપ્રદ્યોતે મૃગાવતીના રાજકુમાર ઉદયનને તેના પિતાના રાજ્ય (કૌશાંબી)માં અભિષિક્ત કર્યો. પોતે માલવામાં પાછો ફર્યો. પેલો અનંગસેન સોનીનો જીવ અતિકામુકતા અને પરવશતાને લીધે સ્ત્રીના અવતારમાં ઘણા ભવો ભ્રમણ કરશે. ‘યા સાઃ’ એવા માર્મિક શબ્દથી સંદેહ પૂછવા આવેલા ચોરોને પરમાત્માએ પણ ‘સા સા’ એવો માર્મિક ઉત્તર આપ્યો. પ્રતિબોધ પામેલા તે ચોરે બીજા સર્વ ચોરોને બૂઝવ્યા. તે ચોરોએ પણ વ્રત લીધું. અર્થાત્ વાસના વધારો તો વધે ને સમજીને ઘટાડો તો સમૂળગી નાશ પણ પામે. ૯૨ શીલધર્મમાં અડગ રહેનારને ધન્ય છે સંસારમાં કેટલીક આપદા એવી હોય છે કે જેની સામે સમર્થ જણાતો માણસ પણ ઝૂકી જાય છે – નમી જાય છે. મહા વિપત્તિ અને ઘોર વ્યથા છતાં જે માણસ શીલધર્મમાં અડગ રહી શકે છે તે ધન્ય છે. પુરુષો તો કદાચ ધાર્યું કરી શકે પણ અબળા-પરવશ પડેલી નારી કષ્ટને વેઠી શકે છે. સુખ તરફ તરત આકર્ષાય તેવી નમણી રમણી પણ આપત્તિરૂપ મોટા અગ્નિકુંડમાં શીલરૂપી સુવર્ણને શુદ્ધ કરે છે. ઘોર સંકટમાં પણ વ્રતને સાચવી હેમખેમ ઊંચી આવે છે ત્યારે તે સર્વને આશ્ચર્ય પમાડે છે. શ્રી જિનશાસનમાં આવી ઘણી સતીઓ થઈ ગઈ છે, તેમાંથી અહીં અંજના સતીની કથા કહેવાય છે. પવનપ્રિયા સતી અંજનાની કથા આ જંબુદ્વીપમાં પ્રહ્લાદન નામનું આહ્લાદક નગર હતું. તે પ્રહ્લાદન નામના રાજાએ વસાવ્યું હતું. રાણીનું નામ પ્રહલાદનવતી હતું. તેમને સુંદર ને સોભાગી પવનંજય નામનો રાજકુંવ૨ હતો. વૈતાગિરિ પર વસતા રાજા અંજનકેતુને અંજનવતી રાણી અને અંજના નામે અતિ સુંદર પુત્રી હતી. પુત્રીને યોગ્ય ઘણા રાજા અને રાજકુમારના ચિત્રો કુશલ ચિત્રકાર પાસે કરાવી રાજકુંવરી અંજનાને બતાવવામાં આવતા પણ પતિયોગ્ય પસંદગી તેણે કોઈને આપી નહીં. ખરી
SR No.022158
Book TitleUpdesh Prasad Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages312
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy