SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ વાત સાંભળી હતી એટલે તેને કહ્યું- “તારે અમારી સામે જોવાની આવશ્યક્તા નથી. તું તારે અમારા ઉપદેશમાં ધ્યાન રાખજે.” ઉપદેશ પૂર્ણ થયે તેમણે પૂછયું- કેમ કાંઈ સમજાયું કે?' તેણે કહ્યું- “જી મહારાજ, આપે ઉપદેશ શરુ કર્યો ત્યારથી હજી સુધીમાં એક હજારને આઠ કીડીયો આ દરમાં ગઈ છે. તે મેં બરાબર ગણી છે. આમ અસંબદ્ધ બોલતો જોઇ ત્યાં બેઠેલાં માણસોએ તેને ઠપકો આપ્યો અને સભ્યતા રાખવા કહ્યું. કમલ ઉઠીને ચાલ્યો ગયો. એકવાર તે ગામમાં ઉપદેશ લબ્ધિવાળા સર્વજ્ઞસૂરિજી મહારાજ પધાર્યા. કમલને શેઠ પટાવી ઉપાશ્રયે લાવ્યા. આચાર્યશ્રીએ કમલની વિચિતા જાણી. તેમણે કમલને લાગણીપૂર્વક બોલાવ્યો અને અવસર મળતાં પાછો આવજે એમ કહ્યું. કમલ એકલો જઈ ચઢ્યો. આચાર્યશ્રીએ કમલને પૂછ્યું- તું જાણે છે?' કમલે કહ્યું-“હું તો માત્ર સ્ત્રીમાં જાણું છું.” આચાર્યશ્રીએ અકળાયા વિના પાછું પૂછ્યું-“સ્ત્રીઓનાં ભેદ અને લક્ષણ જાણે છે?' તેણે કહ્યું હું થોડુંક જાણું છું પણ આપ કહો તો તેથી તેમાં વૃદ્ધિ થશે.” આચાર્યશ્રીએ સહુ પ્રથમ પદ્મિની નારીના ગુણ-સ્વભાવ-દેખાવ-રુચિ આદિની વાત કહી. આવી સન્નારી મહાપતિવ્રતા અને દ્રઢમનોબળવાળી હોય છે તેમાં કેવું સત્વશૌર્ય અને ઔદાર્ય હોય છે. ઇત્યાદિ ઉદાહરણપૂર્વક સમજાવ્યું. આ જાણી કમલ તો મહારાજજીની વાતમાં લટ્ટુ થઇ ગયો અને તેમને સ્ત્રીકથાના મર્મજ્ઞ જાણી આદરની દષ્ટિથી જોવા લાગ્યો, સમય થતાં આચાર્યશ્રીએ કહ્યું- “કમલ અવસર થઈ ગયો. હવે ચિત્રિણીનાં લક્ષણાદિ કાલે જણાવીશું.' બીજા દિવસે એ વગર બોલાવ્યે આવ્યો. આમ એ રોજ આવવા લાગ્યો ને સૂરિજી તેને શૃંગાર, હાસ્ય-વિનોદ, શૌર્ય આદિની કથા કહેતા રહ્યા. મનગમતી વાતનો રસીયો કમલ નવરો પડે ને ઉપાશ્રયે આવે. એમ કરતાં માસકલ્પ પૂર્ણ થતાં મહારાજજીએ વિહારની તૈયારી કરી. તેમણે કમલને કહ્યું-“ભાઈ, હવે અમે વિહાર કરશું. માટે તું કાંઈક નિયમ લે.” તે સાંભળી લંગ કરવાના સ્વભાવવાળો કમલ બોલ્યો-“સાહેબ મારે તો ઘણા બધા નિયમો છે. જુઓ આપઘાત કરવાનો, મીઠાઈમાં નળીયા ખાવાનો, થોરનું દૂધ પીવાનો, આખું નાળિયેર ખાવાનો, બીજાનું ધન લઈ પાછું આપવાનો, સ્વયંભૂરમણ સમુદ્રની પેલી પાર જવાનો, એમ ઘણાં નિયમો મારે છે.” આચાર્યશ્રી બોલ્યા-કમલ, અમારી સાથે આમ બોલવું તને શોભતું નથી. ગુરુઓની હાંસી કરવાથી ભવ જ વધે છે. હવે અમે જઈએ છીયે. આટલો સમય અમારી પાસે બેસીને તું શું શિખ્યો? નિયમ વગરનો માણસ માણસ જ નથી. એકાદ નિયમ લઇશ તો સદા માટે અમારું સંભારણું રહેશે. માટે કોઈક નિયમ તો લેવો જ જોઈએ.' આ સાંભલી કમલ ઝંખવાઈ જઈ બોલ્યો-“ઠીક સાહેબ ત્યારે કરાવો નિયમ કે અમારી પાડોશમાં રહેતા જગાકુંભારના માથાની ટાલ જોઈને જ મોઢામાં કાંઈ નાખવું.” આચાર્યદેવે આ પણ લાભનું કારણ જાણી નિયમ કરાવ્યો અને તેને બરાબર પાળવાની ભલામણ કરી વિહાર કર્યો. કમલ આ નિયમને સચ્ચાઈથી પાળવા લાગ્યો. એકવાર રાજદરબારે ગયેલા કમલને પાછા ફરતાં મોડું થઈ ગયું. તે જમવા બેસતો જ હતો કે તેની માતાએ તેને યાદ કરાવ્યું કે- તેં આજ જગાકુંભારની
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy