SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ છે, પણ મારો એકનો એક દીકરો પણ તેમની પાસે છે, તે મને અપાવો. મારે કોના માટે જીવન જીવવું? રાજાએ બધી વાત સાંભળી કહ્યું-બહેન ! ઘરે આવેલા એક સંતને તું તારી જાતે એક વસ્તુ આપી દે પછી તેના પર તારો અધિકાર રહેતો નથી.” સુનંદાએ કહ્યું – “એ વસ્તુ નથી મહારાજા ! મારો એકનો એક દીકરો છે, મારા જીવનનો આધાર. કુપાવતાર ગમે તેમ કરી મારૂં બાળક મને અપાવો. એ બાળ વગર હું રહી જ ન શકું.' અસમંજસમાં પડી ગયેલા રાજાએ છેવટે રસ્તો કાઢી ન્યાય આપ્યો કે એક તરફ મા ને બીજી તરફ તેના પિતા બેસે, બાળક મારી પાસે હશે તેને હું કહીશ કે આ તારી મા ને આ તારા પિતા છે. તારે જ્યાં જવું હોય ત્યાં જા. અને બાળક જેની પાસે જશે તેનું થશે. બોલો માન્ય છે?” તે બોલી હા, મહારાજા ! માન્ય છે. અને સુનંદા પોતાના કામે લાગી ગઈ. બીજા દિવસે સવારમાં જ રાજમહેલમાં ઠઠ જામી. સમય પૂર્વે જ સુનંદા રાજમહાલયના ન્યાયાલયમાં આવી ગઈ હતી. સારી જગ્યા જોઈ પોતાની આગળ જ રમકડાં, મીઠાઈ અને સારા કપડાઓ ગોઠવી તે બેઠી. એણે ઘણાં પરિશ્રમે આ બધું પસંદ કર્યું હતું અને મોં માગ્યા દામ પણ આપ્યા હતા. રાજા અને રાજયાધિકારીઓ પણ આવ્યા. સભા ભરાઈ ગઈ હતી. જિનશાસનના જયકારપૂર્વક આર્યધનગિરિ આવી ઊભા. આખી સભા ઊભી થઈ ગઈ, ત્યાગીઓને સહુએ આવકાર્યા. મુનિશ્રી બેઠા પછી રાજા અને સભ્યો પણ બેઠા. વજકુમાર રાજા પાસે ઊભો હતો. સુંદર, સ્વસ્થ અને સ્થિર સહુએ જોયું કે મેવા, મીઠાઇ, કપડાં અને ચુનંદા રમકડાં લઈ સુનંદા દીકરાને હરખે નિરખતી બેઠી છે. ત્યારે તેની સામે જ શાંત પ્રસન્ન ને સ્વસ્થ શ્રી ધનગિરિજી બેઠા છે, પણ તેમની પાસે બાળક રીઝે તેવું કશું જ નહોતું. સભાની કાર્યવાહી પ્રારંભાઈ; ધીર અને ગંભીર સાદે રાજા પોતાની પાસે ઉભેલ બાળકને કહેવા લાગ્યા. ‘ભાઈ વજકુમાર ! જો પેલી બાજુ તારા માટે ઘણું મનગમતું લઇને બેઠેલી તારી મા છે, મમતાની મૂર્તિ છે. તારા ઉપર તેને અપાર વહાલ છે. જો, એની આંખોમાં પણ વાત્સલ્યનો સાગર લહેરાય છે. તારા માટે બધું જ કરી છૂટવાની જાણે તેને તાલાવેલી છે. તેની બરાબર સામે વીતરાગનો વેશ પહેરી બેઠેલા તારા પિતા છે. તેઓ ત્યાગની પ્રતિમૂર્તિ અને ધર્મનો અવતાર છે, ભાઈ, તું પોતે જ સમજુ છે તને મારે શું કહેવાનું હોય ? હું પણ ધર્મસંકટમાં મૂકાયો છું અને મારા માટે પણ વિચિત્ર સંયોગ ઊભા થયા છે. માટે મારે તને એટલું જ કહેવાનું છે કે આ બંને વત્સલ માતા અને દયાળુ પિતામાંથી તને જે ગમે તેની પાસે તું જા. જેની પાસે જશે, તારે તેની પાસે તેના થઈને રહેવાનું છે.” વયના પ્રમાણમાં ખૂબ જ ઠાવકાઈથી વજકુમાર આ બધું સાંભળી-નિહાળી રહ્યો હતો. પળવાર માતાને જોતો હતો, બીજી પલકમાં પિતાને નિરખતો. એક તરફ મમતા-વાત્સલ્યની ખાણ હતી તો બીજી તરફ અપાર દયાનો સાગર હતો. વજ જોતો જાય ને ધીરે ધીરે આગળ વધતો જાય. સ્નેહધેલી મા ઉમળકાભેર તેને પોતાના તરફ બોલાવે ને જાત-ભાતની વસ્તુઓ દેખાડતી
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy