SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ ઉજ્જયિનીનગરીનું નામ આપો. જ્યાં ઋષભદેવનું નામ છે ત્યાં ભગવાન શંકર (મહાકાલ)નું નામ મૂકો અને જ્યાં ભારતનું નામ છે ત્યાં મારું નામ ગોઠવો. તેમ-કરવાથી અતિપરિશ્રમે રચેલો આ ગ્રંથ સોનામાં સુગંધના જેમ સંસારમાં પ્રસિદ્ધિ પામશે” આ સાંભળી આશ્ચર્ય પામેલા કવિ બોલ્યા-ભોળા મહારાજા ! ક્યાં વિનીતા ને ક્યાં અવંતી? ક્યાં ચક્રર્તા ભરત ને ક્યાં રાજાભોજ? ક્યાં વીતરાગી આદીશ્વર ને ક્યાં શિવજી? અરે ! ક્યાં મેરુ ને ક્યાં સરસવ ? ક્ષમા કરજો મહારાજ ! આ મારાથી કદી નહીં બની શકે. આપને આવો વિચાર જ કેમ આવ્યો? આ સાંભળી ક્રુદ્ધ થયેલા રાજાએ કહ્યું-“મારી સમક્ષ આવું બોલતાં તારી જીભ ખંડિત કેમ ન થઈ?' ત્યારે ધનપાલ અન્ય ઉક્તિમાં બોલ્યા- હે નારાચ ! (ત્રાજવાની દાંડી) બે મોઢા છતાં તારી કેવી નિરક્ષરતા? હે લોહ (લોભ) મતિ! તને શું કહું? ચણોઢી સાથે (સરખામણી)માં સોનું તોલતાં તું પાતાળ કેમ ન ગયો ?” આ સાંભળતાં જ રાજાના ગુસ્સાએ માજા મૂકી. તેણે ધનપાલ પાસે પડેલા ગ્રંથને ઉપાડી સળગતા ધૂપકુંડમાં નાખી દીધો અને ક્ષણવારમાં તો તેની રાખ થઈ ગઈ. આવો અદૂભૂત-લાલિત્ય-પાંડિત્ય અને રસ-સભર અતિપરિશ્રમે તૈયાર કરેલો ગ્રંથ ક્ષણવારમાં વિનાશ પામતાં નિરાશ, હતપ્રભ અને સર્વસ્વ લૂંટાઈ ગયા પછી ખિન્ન થયા હોય તેવા ધનપાલકવિ લથડતા પગે ઘરે આવ્યા. ગાદીપર બેસતા જ જાણે ફસડાઈ પડ્યા. અકાળે અતિવૃદ્ધ થયા જેવા પિતાને જોઈ તેમની પુત્રી તિલકમંજરીએ પૂછયું- “પિતાજી ! આટલી બધી ગ્લાનિનું શું કારણ ?' પહેલાં તો ધનપાલ કાંઈ બોલ્ય નહીં, પણ પુત્રીના અતિ આગ્રહે વીતક કહી. સાંભળતાં જ તિલકમંજરી હસી પડી. કવિને આશ્ચર્ય થયું. તે બોલી-પિતાજી આવડી વાતમાં તમે આટલા બધા ઉદાસ ?” કવિએ કહ્યું-દીકરી તું શું જાણે કે એ કેવડી વાત હતી? ડૂબેલું વહાણ કદાચ મળી જાય, પણ એવી અદ્ભુત રચના હવે ક્યાંથી થાય? તિલકમંજરીએ કહ્યું- “બાપુ! ખેદ છોડો હું લખાવું, તેમ લખવા માંડો.” “બેટા, પરિહાસ ન કર.” નહીં, હું સાચું કહું છું. હું તમારા ઓરડામાં જ્યારે કચરો કાઢવા આવતી ત્યારે રોજેરોજની રચના ધ્યાનથી વાંચી જતી. એ એવી અદ્ભુત ને સરસ હતી કે આખો દિવસ હું ગણગણ્યા કરતી. તે મને હજી પણ આખી કડિબદ્ધ યાદ છે, હું બોલું, તમે લખો.” અને તે કોઈ વિદુષીની છટાથી બોલવા લાગી. આભા બનેલા ધનપાલ સાંભળી રહ્યા. “વાહ રે મારી દીકરી, આશ્ચર્ય, મહાઆશ્ચર્ય, જબરી ધારણા, પ્રબળ પ્રજ્ઞા !' આમ તિલકમંજરીએ આખોય ગ્રંથ લખાવી દીધો. ધનપાલના આનંદ અને ગૌરવનો પાર ન રહ્યો. પુત્રીની પ્રજ્ઞાને ઘણી પ્રશંસી તેને વારંવાર ધન્યવાદ આપ્યા અને એ યુગાદિનાથની ગૌરવગાથા ગાતા તે ગ્રંથનું નામ “તિલકમંજરી' રાખ્યું. જયાં રાજા છંછેડાયો હોય ત્યાં રહેવું એ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy