SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ સૂરજ ઉગ્યો ને માંગ્યા મેઘ વરસ્યા. દીકરા-દીકરીઓ ભાઈ-બહેનો બધાં અહીં આવો. જુઓ તો ખરા આજે આપણને કેવો અપૂર્વ લાભ મલ્યો આજ તો આટલી બધી વસ્તુ મહારાજજીને વહોરાવી આપણે કૃતાર્થ થયાં છીએ. આવો અવસર પાછો ક્યાં? ચાલો બધાં આપણે વંદન કરીએ. ઈચ્છામિ ખમાસમણો... પછી શ્રાવક બોલ્યો- “મહારાજજી! અવાર-નવાર પધારી લાભ આપતા રહેજો.”મહારાજ સમજી ગયા કે આ હવે વિદાય આપે છે. તેઓ બોલ્યા- “શ્રાવક, તેં તો આજ ખરા ઠગ્યા ભઈ. એટલે છેટે અમને લાવ્યો અને હાસ્ય ઉપજાવે તેવો તમાસો કર્યો.” શ્રાવકે કહ્યું-“આપના મત પ્રમાણે મેં આપની બરાબર ભક્તિ કરી છે. જો આત્માના છેલ્લા પ્રદેશમાં જ જીવત્વ છે તો તમને આપેલ પણ વસ્તુઓના છેલ્લાં જ કણ છે. તમારા મત પ્રમાણે એક દાણાથી જ તમને તૃપ્તિ અને એક તાંતણાથી શરીરનું આવરણ થશે.” આ સાંભળતાં જ તિસ્રગુપ્તનો ભ્રમ ભાંગી ગયો અને તેઓ સબોધ પામ્યા. તેમણે કહ્યુંવાહ રે શ્રાવક! ધન્ય છે તને, તેં મને ખરો બોધ આપ્યો. જો આ યુક્તિ ન વાપરી હોત તો સત્ય સમજાત નહીં. તું મારા ગુરુ તુલ્ય છે. હું ગુરુ મહારાજ પાસે જઈ મારા અપરાધની ક્ષમા માગીશ. અને આલોચનાદિ લઈ શુદ્ધ થઈશ.” પછી શ્રાવકે સાચી ભક્તિપૂર્વક આહાર આદિ વહોરાવ્યાં. તિસ્રગુપ્ત પણ ગુરુ મહારાજ પાસે આવી શુદ્ધ થયા. કાળાંતરે સ્વર્ગે ગયા. શ્રી તિગ્નગુપ્તના આ ચરિત્રને સાંભળી નક્કી કરવું કે શ્રી જિનવાક્યમાં શંકા કરવાથી સારી બુદ્ધિ પણ મલિન થઈ જાય છે. માટે કદી શંકા કરવી નહીં. અન્ય નિદ્વવોની નોંધ આ પ્રમાણે છે. (૧) શ્રી મહાવીરપ્રભુના કેવળજ્ઞાન પછી ચૌદમે વર્ષે જમાલી નામક પ્રથમ નિકૂવ થયા. (૨) પ્રભુના કેવળજ્ઞાન પછી સોળમે વર્ષે તિગ્નગુપ્ત થયા. (૩) પ્રભુના નિર્વાણ પછી બસો ચઉદ વર્ષે અવ્યક્ત નિદ્ભવ થયા. (૪) પ્રભુના નિર્વાણ પછી બસો વશ વર્ષે શૂન્યવાદી થયા. પ્રભુના નિર્વાણ પછી બસો અઠાવીસ વર્ષે, એક સમયે બે ઉપયોગવાદી ગંગદત્ત થયા. વિરપ્રભુના નિર્વાણ પછી પાંચસો ચુમ્માલીસ વર્ષે નોજીવ-મતવાદી રોહગુપ્ત નિદ્ભવ થયા. વીરનિર્વાણથી પાંચસો ચોર્યાશી વર્ષે ગોઠામાહિલ થયા. (૮) વીરનિર્વાણથી છસો નવ વર્ષે દિગંબરમતસ્થાપક સહગ્નમલ્લ થયા. (૯) છેવટે જિનપ્રતિમા ઉત્થાપક-નિષેધક ઢંઢકમતી-લુકામતી થયા. આ બધા એક એક વસ્તુના ઓળવનારા પણ નિહ્નવ કહેવાયા. માટે જિનેશ્વર-ભગંવતના આગમ-વચનમાં જરાય શંકા ન કરવી.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy