SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ કપટથી જિતશત્રુનું રાજ્ય પડાવી લેનાર દત્ત યજ્ઞ આદિ ખૂબ કરાવતો તેથી ઘણાં ઘણાં જીવોનો વધ થતો તે જોઇ તેને ઘણો હર્ષ થતો. ૫૪ એક મોટા સમુદાય સાથે શ્રી કાલિકાચાર્ય પોતાના નગરમાં આવ્યા. તેમના દર્શને પ્રજાના ટોળેટોળાં ઉભરાયાં. દત્તની બુદ્ધિમાં દુષ્ટતા જ રમતી હતી. તેને જૈનધર્મ પર જરાય પ્રીતિ નહોતી પણ પ્રજાનો ધસારો જોઈ માતાનો આગ્રહ હોઈ તે શ્રી કાલિકાચાર્યના દર્શને આવ્યો. વંદન કરી એક તરફ બેઠો. ઔપચારિક વાતો પછી તેણે પૂછ્યું-‘મામા ! યજ્ઞ કરવાથી શું ફળ મળે ?' તેમણે ઉત્તર આપ્યો કે-‘દયામાં ધર્મ છે અને ધર્મના ફળ ઘણાં સારાં છે.' દત્તે ફરી કહ્યું-‘મેં તમને યજ્ઞનું ફળ પૂછ્યું. તેનો જવાબ આપો ને આડી વાતો પછી કરજો.' યજ્ઞના ફળ બાબત તેણે વારે વારે પૂછ્યું ત્યારે આચાર્યશ્રી બોલ્યા-‘દત્ત ! મેં તને બરાબર જ ઉત્તર આપ્યો છે, તું નથી જાણતો કે જ્યાં જ્યાં હિંસા હોય ત્યાં ત્યાં પાપ હોય. અતિઘોર હિંસામય પાપનું ફળ નિર્વિવાદ નરક જ હોય. યજ્ઞમાં તો ઘોર હિંસા જ થતી હોય છે. તમારા લૌકિક ગ્રંથોમાં પણ લખ્યું છે કે-‘હાડકામાં શંકર, માંસમાં વિષ્ણુ અને વીર્યમાં બ્રહ્માનો વાસ હોય છે માટે માંસભક્ષણ કરવું જોઈએ નહીં. તલ અને સરસવ જેટલું પણ જે માંસ ખાય તે સૂર્ય-ચંદ્રની સ્થિતિ સુધી નરકનાં દુઃખો ભોગવે છે.’ આ સાંભળી દત્ત આ વાતોને મિથ્યા પ્રલાપ કહી હસવા લાગ્યો ને પૂછ્યું-‘ત્યારે તો તમે સ્વર્ગે અને હું નરકે જઇશ કેમ ?' આચાર્ય બોલ્યા-‘હા રાજા ! આજથી સાતમે દિવસે તને કુંભીમાં પકવવામાં આવશે અને . મરીને તું નરકે જઈશ.' તેણે પાછું પૂછ્યું-‘શી ખાત્રી ?' ‘ખાત્રી એ કે મૃત્યુના પહેલે દિવસે તારા મુખ પર વિષ્ટા પડશે. જો એમ થાય તો તું વિશ્વાસ રાખજે કે તારી દુર્ગતિ થશે.’ ખીજાયેલા દત્તે પૂછ્યું-‘અને તમારી ગતિ કઈ થશે ?' ‘રાજા ! હું સ્વર્ગે જઈશ. ધર્મના ફળ તો ઘણા સારા છે. તે જીવને દુર્ગતિમાં પડવા દેતો નથી. આ સાંભળી ક્રોધિત થયેલા દત્તને મામાનો ઘાત કરવાની દુષ્ટ ભાવના થઈ આવી પણ પછી વિચાર આવ્યો કે સાત દિવસ પછી આઠમે દિવસે હું જાતે આવી મારીશ અને કહીશ કે મારૂં નહીં તમારૂં મોત આવ્યું છે. આમ વિચારી તેણે ઉપાશ્રયની ચારે તરફ ચોકીદારો ગોઠવી દીધા. રાજમહેલમાં આવી તેણે આશા બહાર પાડી કે નગરમાં કોઇએ વિષ્ઠા કરવી નહીં, કચરો પણ રાખવોન નહીં અને આખું નગર સ્વચ્છ રાખવું.' આ પ્રમાણે પાકો બંદોબસ્ત કરી રાજા દત્ત રાજમહેલમાં જ ભરાઈ રહ્યા. દિવસની ગણત્રીમાં ભૂલ થવાથી છઠ્ઠા દિવસને સાતમો સમજી ખૂબ દબદબાપૂર્વક મોટી સવારી કાઢી અને તે કાલિકાચાર્યને ખોટા પાડવા ચાલ્યો. તે વખતે રાજમાર્ગથી જતાં એક માળીને તીવ્ર હાજત થવાથી તેણે ઝાડે જઈ ઉપર ફૂલ મૂકી દીધાં. એટલામાં દત્તરાજાની સવારી આવી. તેની આગળ ચાલતા ઘોડાનો પાછલો પગ વિષ્ટામાં
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy