SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ४८ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ છે? મુંડાવીને વાર અને પાણી પીને ઘર પૂછવા જેવી આ તારી વાત છે, ખરી વાત તો એ છે કે સાસરામાં મારું કશું મહત્ત્વ ન હોઈ મને કશું સુખ નથી, મારા વર આ શોક્યને પૂછયા વિના . ડગલુંય ભરતા નથી. એકાંતમાં બંને ગુસપુસ મંત્રણા કરતા હોય પણ મને તો દૂર જ રાખે, જાણે હું સાવ પારકી અને જુદી હોઉં.” ઇત્યાદિ કહેતાં તેણે રડી એવું વાતાવરણ સર્યું જાણે એ ઘણી જ દુઃખમાં હોય. આ સાંભળી મા તો ડઘાઈ ગઈ. બિચારી મારી દીકરીને આવું દુઃખ? બાઈ રે ! એ શે સહેવાય? આવું હતું તો તારે મને કહેવું હતું ને? કાંઈ વિંધો નહીં. તું તારે ઘેર જા. થોડા વખતમાં જ એનો ઉપાય કરું છું.” આમ ધીરજ આપી તેને ઘેર મોકલી. એકવાર ભિક્ષામાં ઘરે આવી ચઢેલા કોઈ કાપાલિકની બન્ધશ્રીએ ખૂબ હાવભાવપૂર્વક સેવા-ભક્તિ કરી. કાપાલિક પણ રોજ આવવા લાગ્યો. કહ્યું છે કે-કોઈને કોઈ વહાલું નથી. સહુને સ્વાર્થ વહાલો છે. સ્વાર્થથી જ કોઈ કોઈને ભજે સેવે છે. દૂધનો નાશ જાણી વાછરડું પણ ગાયને છોડી દે છે. રોજ ઘરે આવતા કાપાલિકને બધુશ્રી સારું સારું ભોજન આદિ આપતી. એકવાર કાપાલિકે કહ્યું-બાઇ, તેં સારી સેવા કરી. અમારા જેવું કાંઈ કામ હોય તો કહેજે.” બધુશ્રી રડમસ થતાં બોલી-“મહાત્માજી! મારી એકની એક દીકરીને સાસરામાં શોક્યનું ઘણું જ દુઃખ છે. માટે શોક્યનું પતી જાય એવું કાંઈક કરો તો તમારો મોટો ઉપકાર.” કાપાલિકે કહ્યું-થોડા જ સમયમાં બધું પતાવી દઈશ.” અને પોતાને કામે લાગ્યો. કાળી ચૌદશે ક્યાંકથી એ એક મડદું લઈ આવ્યો. તેને નવરાવી-પૂજા કરી. વૈતાલી વિદ્યાનો જાપ કરી વૈતાલી વિદ્યાનું આહ્વાન કર્યું. વિદ્યા પ્રત્યક્ષ થઈ પ્રયોજન પૂછવા લાગી. કાપાલિકે કહ્યું- હે મહાવિદ્ય! જયસેનાને મારી નાંખ. વિદ્યાદેવી ઉઘાડી તલવારે જયસેનાના ઘેર આવી. જયસેના પોતાના નિત્ય નિયમ પ્રમાણે પાછલી રાતે ઉઠી મનશુદ્ધિપૂર્વક કાઉસ્સગ્ન-ધ્યાનમાં ઉભી હતી. તેના પર વૈતાલી વિદ્યા પોતાનો પ્રભાવ બતાવી શકી નહીં. અને પાછી ફરી. ભયાનક મુદ્રાવાળી તેને પાછી ફરતી જોઈ એ અઘોરી ક્યાંક નાસી ગયો. પછી બીજી-ત્રીજીવાર કેટલાક દિવસને આંતરે તેણે જયસેનાને મારવા મોકલી પણ તેનો સમય ઉઠીને ધર્મક્રિયા કરવાનો અને વૈતાલી વિદ્યાને આવવાનો એટલે વૈતાલીને સફળતા ના મળી. ચોથી વાર અઘોરીએ ખૂબ આક્રોશપૂર્વક કહ્યું કે-આજે કામ કર્યા વિના પાછી ફરીશ નહીં. છેવટ જે દુષ્ટ હોય તેને મારજે સમ સમ કરતી વૈતાલી ચાલી. જયસેના તો સ્વસ્થ ચિત્તે દેવ-ગુરુનું ધ્યાન કરતી હતી એવામાં મહાપ્રસાદી ગુણસુંદરી લઘુશંકા માટે ઉઠી, બહાર આવીને વૈતાલીએ તેને પકડી વધેરી નાખી અને કાપાલિકને ખબર આપી પોતાને સ્થાને ચાલી ગઈ. થોડી વારે જયસેના ક્રિયામાંથી નિવૃત્ત થઈ બહાર આવી ત્યાં મરેલી ગુણસુંદરીને જોઈ વિચારવા લાગી કે આ કલંક મારા માથે આવી હશે તો? તે તરત ઘરમાં આવી અને ઉપદ્રવ નિવારણનો કાઉસ્સગ્ન કરી તેમાં સ્થિર થઈ. જયસેનાના હાલ જોવા બધુશ્રી સવારના પહોરમાં તેના ઘરે આવી પણ આંગણામાં જ મરેલી ગુણસુંદરીને જોઈ હાય હાય કરતી બરાડા પાડી રડવા
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy