SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ એક્સો બાવન કરોડ, ચોરાણું લાખ, ચુમ્માલીસ હજાર સાતસો સાઠ શાશ્વત (૧૫૨,૯૪,૪૪,૭૬૦) જિનબિંબ દેવવિમાનમાં છે. ત્રણ લાખ, એકાણું હજાર ત્રણસો વીસ (૩,૯૧,૩૨૦) શાશ્વતાજિનબિંબો (જયોતિષ વિના) તિછલોકમાં રહેલાં છે. તેરસો કરોડ, નેવ્યાસી કરોડ, સાઠ લાખ શાશ્વતા જિનબિંબો ભવનપતિમાં છે ને જ્યોતિષીમાં અસંખ્ય શાશ્વતા જિનબિંબો સદાકાળ બિરાજમાન છે. પંદરસો કરોડ, બેતાલીસ કરોડ, અઠ્ઠાવન લાખ, છત્રીસ હજાર, એસી સર્વ મળીને શાશ્વતા જિનબિંબો છે. તેમનો તથા શ્રી ભરત મહારાજા આદિએ કરાવેલ અશાશ્વતા જિનાલયો આદિનો વિનય કરવો. શ્રુત-જિનાગમ-દ્વાદશાંગીનો વિનય કરવો. પ્રવચન એટલે ચતુર્વિધ શ્રી સંઘ, ગચ્છના નાયક આચાર્ય, ઉપાધ્યાય તે વાચક-પાઠક, દર્શન એટલે સમ્યકત્વનો વિનય કરવો. વિનયના ઘણાં પ્રકાર છે પણ અહીં પૂજા, પ્રશંસા, ભક્તિ અને આશાતનાના ત્યાગરૂપે ચાર પ્રકારે જણાવેલ છે. વિનયના સંદર્ભમાં ભુવનતિલકમુનિનું દષ્ટાંત આ પ્રમાણે છે. ભુવનતિલકમુનિનું દષ્ટાંત કુસુમપુરના રાજા ધનદને પદ્માવતી નામની રાણી અને ભુવનતિલક નામનો પુત્ર હતો. એકવાર રાજસભામાં રત્નસ્થળ નગરના રાજા અમરચંદ્રના મંત્રીએ આવી કહ્યું કે – “અમારી રાજકન્યા યશોમતી એકવાર ઉપવનમાં ગઈ હતી. ત્યાં વિદ્યાધર કુંવરીઓના મુખે તમારા યુવરાજના યશોગાન સાંભળી તે તેમના ઉપર અત્યંત અનુરાગિણી થઈ. યુવરાજ વિના એનું જીવન કષ્ટમય જ નહીં પણ જોખમાયેલું છે. એવું અમારા મહારાજા અમરચંદ્ર જાણ્યું ત્યારે તેમણે મને અહીં તેનું વેવિશાળ કરવા મોકલ્યો છે. તે સ્વીકારી આપ રાજકુમારને જાન સાથે મોકલશો એવો અમને વિશ્વાસ છે. આ સાંભળી રાજા પ્રસન્ન થયા. તેને સન્માનપૂર્વક થોડા દિવસ રોકી સુમુહૂર્ત રાજાએ પોતાના મંત્રી-સામતાદિ સાથે આડંબરપૂર્વક રાજકુમારને કુસુમપુર જવા વિદાય આપી. રસ્તામાં સિદ્ધપુર નગરે પડાવ નાંખ્યો. ત્યાં અચાનક રાજકુમાર અચેત થઈ પડી ગયો. વાચા પણ બંધ થઈ ગઈ. મંત્રી સામતાદિ ચિંતાતુર થઈ ગયા. ઔષધોપચાર તથા મંત્ર-તંત્રાદિના ઘણા પ્રયોગો કર્યા પણ બધું નિષ્ફળ ગયું. પાસેના ઉદ્યાનમાં શુભધ્યાનમાં રમણ કરતા એક મુનિરાજને કેવળજ્ઞાન ઉત્પન્ન થતાં દેવોએ ઉત્સવ કર્યો. સુવર્ણના કમળ ઉપર બેસી કેવળી ઉપદેશ દેવા લાગ્યા. ઘણા લોકોની સાથે રાજકુમારના મંત્રીઆદિ પણ ત્યાં બેઠા. જ્ઞાની ભગવંતે ફરમાવ્યું કે- હે ભવ્યો ! નિરવધિ ભવજળધિમાં નિરાધાર ભમતાં આ જીવને પૂર્વના કોઈ મહાસુકૃતે અદ્ભૂત એવું આ મનુષ્યત્વ ઉ.ભા.૧-૪
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy