SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ થશે? આમ વિચારી તેણે દીક્ષા લીધી અને વશીકરણકર્મની આલોચના લીધા વિના મૃત્યુ પામી સ્વર્ગમાં દેવી બની. બ્રાહ્મણમુનિનો જીવ આયુપૂર્ણ થયે સ્વર્ગમાંથી એવી રાજગૃહી નગરીમાં પન્ના નામના શેઠની ચિલાતિ નામક દાસીનો દીકરો થયો, નામ રાખ્યું ચિલાતિપુત્ર. તેની પૂર્વભવની પત્ની દેવાયુ પુરું કરી તે જ ધન્નાશેઠને ત્યાં પાંચ પુત્રો ઉપર દીકરી તરીકે અવતરી, તેનું નામ સુસીમા રાખ્યું. ચિલાતિપુત્ર તેને સાવચતો અને રમાડતો. એકવાર તેની સાથે કુચેષ્ટા કરતો દેખાયાથી શેઠે ચિલાતિપુત્રને કાઢી મૂક્યો. તે રખડતો ભટકતો જંગલમાં સિંહગુહા નામની ચોરોની પલ્લી (ગુપ્ત રહેઠાણ)માં પહોંચી ગયો. સરદારે એને રાખ્યો. આગળ જતાં તે પોતે સરદાર થયો. વર્ષો વીત્યાં પણ તે સુસીમાને ન ભૂલી શક્યો. એકવાર તેણે ચોરોની ટોળીને કહ્યું-“ચાલો આજે આપણે રાજગૃહીના ધન્ના શેઠને ત્યાં જઈએ. એનું ગુપ્ત ધન ક્યાં છે? તેની મને ખબર છે. તેની એક રૂપાળી દીકરી છે. તેને પણ ઉપાડી લાવવાની છે. ધન તમારૂં અને રમણી મારી.” સહુ ઉપડ્યા. ધન મળ્યું ને રૂપાળી રમણી પણ. ચોરોએ માલના પોટલા અને સરદારે યુવાન કન્યાને ઉપાડી. તેઓ ભાગી જાય તે પહેલાં શેઠનું કુટુંબ જાગી ગયું, ધનાશેઠ પોતાના પાંચ જુવાન પુત્રો અને સમીપમાં રહેલા સીપાહી સાથે ચોરોની પાછળ પડ્યો. અવસરની ગંભીરતા જોઈ ચોરો ધનના પોટલાં પડતાં મૂકી પોબાર ગણી ગયા. ઘોર જંગલ અને ઘોર રાત્રિ ! ચોરોએ પડતાં મૂકેલાં પોટલાં લઈ રાજપુરુષો પાછા ફર્યા. પણ ધન્ના અને તેમના પાંચ દીકરા સુસીમાની તલાશમાં આગળ વધ્યા. પહેલા તો ચિલાતિપુત્ર તેણીનો હાથ પકડી દોડ્યો, પણ તે ઝડપથી ન દોડી શકી તેથી તેને ઉપાડી દોડવા લાગ્યો. વજનવાળી સુસીમાને લઈને દોડતાં તેની ગતિ ધીમી પડી અને ધન્નાશેઠ દીકરાઓ સાથે દોડતા નજીક આવવા લાગ્યા. તેને વિશ્વાસ થઇ ગયો કે હવે સુસીમા લઈ જવી શક્ય નથી. તરત તેણે તરવાર કાઢી સુસીમાનું માથું કાપી નાંખ્યું ધડ ત્યાં મૂકી માથું લઈ તે ત્વરાએ નાસી ગયો. પુત્રીને મરેલી જોઈ શેઠે ઘણો વિલાપ કર્યો. પાછા ફરી શ્રી મહાવીર પ્રભુને વાંદવા ગયા. પ્રભુએ ઉપદેશ આપતાં કહ્યું “આ મારા પિતા, માતા. આ ધન વૈભવ આદિ મતિવાળો જીવ એમ વિચાર કરતો નથી કે આ બાધવ-પરિવાર અને સ્વજનના નામે યમરાજે પોતાની કૃતિ તૈયાર કરી છે. અર્થાત્ લાકડાને ઉધઈની જેમ આ બધાંની પછવાડે કાળ પડ્યો છે.” ઈત્યાદિ ઉપદેશ સાંભળી ધન્નાએ દીક્ષા ને તેમના પુત્રોએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. પ્રાંતે સર્વે સ્વર્ગે ગયા. આ તરફ સુસીમાનું માથું લઈ ચિલાતિપુત્ર ચાલ્યો જાય છે, ત્યાં રસ્તામાં તેણે એક મુનિને ધ્યાનમાં ઊભેલા જોયા. તેમને તેણે કહ્યું- “મને જલ્દીથી ધર્મસ્વરૂપ બતાવો નહીં તો માથું લણી લઈશ. તે મુનિ “ઉપશમ, વિવેક અને સંવર.” એટલું કહી નમો અરિહંતાણ બોલતાં વિદ્યાબળે આકાશમાં ઉપડી ગયા. આ સાંભળી ચોર વિચારમાં પડ્યો કે, “ઉપશમ એટલે શું?' સમજાયું. ઉપશાંત થવું. પણ તે મારામાં ક્યાં છે? શાંતિની વિરોધી તો આ રહી તલવાર ! અને તેણે તલવાર
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy