SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૩૧ અગ્નિ સમજી શકાય છે. તેમ શુશ્રુષા આદિ લિંગથી સમ્યક્ત્વ જાણી શકાય છે.' શ્રવણ ઈચ્છા ઉપર સુદર્શનનું કથાનક આ પ્રમાણે છે. સુદર્શનની કથા રાજગૃહીમાં અર્જુન નામનો માળી હતો તેને બન્ધુમતી નામની સુંદર પત્ની હતી. ગામ બહાર તેની ફૂલની વાડી પાસે એક મુદ્ગરપાણિ યક્ષનું મંદિર હતું. આ પતી-પત્ની દરરોજ યક્ષની પૂજા કરી પુષ્પો ચઢાવતાં. એકવાર છ સ્વચ્છંદી-લંપટી માણસોની ટોળીએ માળીની સુંદર પત્ની ૫૨ દૃષ્ટિ બગાડી દુષ્ટ નિર્ણય લીધો, અને મુદ્ગરપાણિયક્ષના મંદિરમાં સંતાઇ ગયા. ગામ બહારનો સીમાડો સાવ સૂનો, બપોરનો સમય, એવામાં રોજની જેમ અર્જુનમાળી બન્ધુમતી સાથે યક્ષની ઉપાસના કરવા આવ્યો. અવસ૨ જોઈ તે સ્વચ્છંદીઓએ અર્જુનમાળીને બાંધી એક તરફ નાંખ્યો અને બન્ધુમતીને તેની સામે જ વારા ફરતી છએ જણાએ ભોગવી, બન્ધુમતી ઘણી છટપટી પણ તેનું કાંઈ ચાલ્યું નહીં. આ જોઇ અર્જુનમાળીને કમકમા આવી ગયા. તેને અપાર ક્રોધ આવ્યો. તે લાચાર થઇ પોતાની જાતને ધિક્કારવા લાગ્યો કે- ‘માતા-પિતાના પરાભવને હજી કોઇ સહન કરી શકે પણ પત્નીના પરાભવને તો પશુ પણ સહી ન શકે. અરે ! મારી નજરે આ પશુ જેવા લોકો આવું નિષ્ઠુર કાર્ય કરે છે અને મને પણ એક પશુ ગણે છે. અરેરે, આ દુઃખ કોને કહેવું ?' પછી તેની દૃષ્ટિ યક્ષરાજ પર પડી. તે યક્ષને ઠપકો આપતાં બોલ્યો – ‘ખરેખર ! તું પથરો જ લાગે છે. તારા ૪ સ્થાનમાં આ અનર્થ તું સહી શકે છે. અરે, આટલા દિવસ નિષ્ઠાપૂર્વક તારી પૂજા કરી એનું આ ફળ મળ્યું !' સંયોગવશ મૂર્તિના અધિષ્ઠાયકે અવધિજ્ઞાનથી આ અનર્થ નિહાળ્યો અને તે ક્રોધિત થઇ અર્જુનમાળીના શરીરમાં પ્રવેશી ગયો. યક્ષના બળથી અર્જુનમાળી બંધન તોડી ઉભો થયો અને યક્ષની મૂર્તિના હાથમાં રહેલ મુગર ઉપાડી ઘોર ગર્જના કરતા બન્ધુમતી સહિત તે છએ પુરુષોને મારી નાખ્યા. એના ક્રોધે માજા મૂકી, એ મુદ્ગર ઉપાડી ગર્જના કરતો ઘોર જંગલમાં ચાલ્યો ગયો. પ્રતિદિવસ તે સાત જણને મારી નાખતો. જ્યાં સુધી આ સંખ્યા પૂરી ન થાય ત્યાં સુધી એ શાંતિથી બેસતો નહીં. એ કારણે તે તરફના રસ્તાઓ સાવ વેરાન થઈ ગયા. એ આખા ભૂભાગ પર ભયનું વાતાવરણ જામી ગયું. રાજા અને પ્રજાએ ઘણા ઉપાય કરવા છતાં કોઇ સફળતા ન મળતાં રાજાએ ઘોષણા કરાવી કે- ‘જ્યાં સુધી સાત માણસોનાં મૃત્યુ ન થાય ત્યાં સુધી અર્જુનમાળી શાંત થતો નથી, માટે વનનો માર્ગ કોઇએ લેવો નહીં.' છેવટે રસ્તાઓ સાવ શૂન્ય થઇ ગયા. કોઇ પણ તે તરફ જતું જ નહીં, છતાં તે ગમે તેમ કરીને સાત માણસો અવશ્ય મારતો ત્યારે જ જંપતો. સમય વીતતો રહ્યો. એકવાર પ્રભુ મહાવીર રાજગૃહીના પરિસરમાં સમવસર્યા, પણ તેમને વાંદવા જવાની
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy