SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ * ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ હા, અભય આવશે ત્યાં સુધી સુખી જ રહેશે અને મૃત્યુ પછી સર્વાર્થસિદ્ધ વિમાનમાં જશે.' પેલા કસાઈને મરવા કે જીવવા, બંનેમાં નન્નો કહ્યો.' ખરેખર, એ બિચારાની સ્થિતિ ઘણી ખરાબ છે. તે જીવે તો પાંચસો પાડાની રોજ હત્યા કરે, અને મરે તો ઘોર નરકે જાય, માટે તેમ કહ્યું.” પણ મને તો એમ કહ્યું ચિરંજીવ, એમ કેમ? “અહિ તું રાજ્યવૈભવ ભોગવે છે, મરીને તો નરકમાં જઈશ. માટે તેમ કહ્યું આ સાંભળી રાજા તો એકદમ ડઘાઈ ગયા. ઘણાં ચિંતિત થઈ પૂછવા લાગ્યા – “પ્રભુ! નરકે ન જવું પડે તેવો કોઈ ઉપાય બતાવો.” પ્રભુ કહે – “રાજા ! ધર્મ પામ્યા પૂર્વે તે આયુષ્યાદિ કર્મ નિકાચિત બાંધ્યા છે. હવે એનો છુટકારો ભોગવ્યા વગર નથી છતાં શ્રેણિકરાયે ખૂબ જ આગ્રહ કર્યો. ત્યારે તેને બોધ થાય એ હેતુથી પ્રભુએ કહ્યું – “શ્રેણિક! જો તું કપીલા નામની તારી દાસી દ્વારા મુનિને દાન દેવરાવે અથવા દરરોજ પાંચસો પાડાની હત્યા કરનાર કાલસૌરિક નામના કસાઈને એક દિવસ પણ એ હત્યાથી બચાવે તો નરકગતિ નિવારી શકાય.' શ્રેણિક બોલ્યા - ‘આ સાવ સરલ કામ છે. તેઓ હું કહીશ તેમ અવશ્ય કરશે,” એમ કહી પ્રભુજીને વંદના કરી ત્યાંથી નિકળ્યાં. માર્ગમાં તળાવને કિનારે માછલાં પકડવાની જાળ લઈ એક મુનિ ઉભા હતા. તેમની પાસે પકવેલું માંસ આદિ હતું આ જોઇ શ્રેણિક બોલ્યા - “અરે આ તમે શું કરો છો ? છોડો છોડો આવા દુષ્કર્મને, અને પ્રભુ પાસે જઈ શુદ્ધ થાવ.” ઉત્તર આપતાં મુનિ બોલ્યા – “ભલા રાજા! આમ તું કેટલાનું નિવારણ કરીશું? હું એકલો જ માછલાં મારું છું કે ભક્ષણ કરું છું, તેમ નથી, પણ ભગવાનના લગભગ બધા જ સાધુઓ આમ કરે છે.” શ્રેણિક બોલ્યા-“નહીં, પ્રભુના સર્વ શિષ્યો નિર્મળ છે, તેઓ તો મહાપુણ્યશાલી છે, તમારું જ દુર્ભાગ્ય છે કે, ખોટું કરો છો. તમને શરમ આવવી જોઈએ.' ઇત્યાદિ તેમને ઠપકો આપી શ્રેણિક આગળ વધ્યા કે તેમને એક યુવાન સગર્ભા સાધ્વી મળ્યાં. તેમણે હાથ-પગમાં અળતાનો રસ, આંખમાં આંજણ અને મુખમાં પાન રાખવા ઉપરાંત ઘરેણા પણ પહેર્યા હતાં. રાજાએ તેને કહ્યું- તમે ધર્મના જાણ અને સંયમરત્નને પામેલા આવું અકાર્ય શાને કર્યું?” તે બોલી-“અમારી સાધ્વીઓમાં આવું તો સાવ સાધારણ થઈ પડ્યું છે. તમને ખબર નથી? ખીજાયેલા રાજા બોલ્યા ઓ પાપિણી, હતભાગી તું છે, કે આવું નિઘકર્મ કરી ભગવાનની પવિત્ર સાધ્વીઓને આળ આપે છે, ધિક્કાર છે તારી દુર્બુદ્ધિને.' એમ કહી શ્રેણિક જ્યાં આગળ વધવા જાય છે ત્યાં એક દેદીપ્યમાન અને સુંદર દેવતા સામે પ્રકટ થઈ બોલ્યો- “મહારાજા ! તમે ખરેખર ધન્ય અને કૃતપુણ્ય છો. હું એ જ દક્રાંકદેવ છું. જેવી ઈન્દ્ર વખાણી હતી તેવી જ તમારી શ્રદ્ધા અવિચલ અને અડગ છે. ખરે જ તમે દઢધર્મી છો,” ઈત્યાદિ પ્રશંસા કરી દિવ્ય વસ્ત્ર અને હાર આદિ આપી દેવતા ચાલ્યો ગયો.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy