SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ તે (અલગ) દેખાતા નથી. મગના ઢગલામાં નાંખેલ મુઠ્ઠી મગ પણ આપણા તરીકે દેખાતા નથી. તેથી કાંઈ તે તે વસ્તુ નથી એમ કહેવાય નહીં જ. આવી રીતે આઠ પ્રકારે છતી વસ્તુની પણ અપ્રાપ્તિ થાય છે, આમ, જીવ-પુદ્ગલ આદિમાં અનેક સ્વભાવ-ધર્મ વિદ્યમાન છે. જે તથા પ્રકારે પ્રગટ થઈ શકે છે. કિંતુ એ સર્વ સ્વભાવોની વિપ્રકર્ષાદિ કારણોને લીધે પ્રાપ્તિ થતી નથી. આ રીતે સર્વત્ર જાણવું જોઈએ. * અહીં કદાચ કોઈને શંકા થાય કે - “ઉપરોક્ત પ્રકારોમાં કોઈ દેવદત્ત નામનો માણસ દેશાંતર જવાથી આપણને દેખાતો નથી છતાં તે જયાં છે ત્યાંના માણસોને તો તે પ્રત્યક્ષ જ છે. માટે તેનું હોવું માનવામાં વાંધો નહીં, પરંતુ જીવાદિકને તો કોઈએ જોયા નથી. તો પછી તેનું અસ્તિત્વ કેવી રીતે માનવું?” તેનો ઉત્તર એ છે કે, પરગામ ગયેલ દેવદત્ત કેટલાયને પ્રત્યક્ષ છે તેમ આ આત્મા પણ કેવળીને પ્રત્યક્ષ જ છે. તેવી જ રીતે જીવાદિક પદાર્થો કેવળી ભગવંતને પ્રત્યક્ષ હોઈ આપણે માનવા જ જોઈએ. તથા પરમાણુ આદિ નિરંતર અપ્રત્યક્ષ જ છે. તો પણ તે (પરમાણુ)ના. કાર્યથી પરમાણુનું હોવાપણું અનુમાનથી સિદ્ધ છે. તેમ જીવાદિક પદાર્થો પણ તેમના કાર્યથી અનુમાન દ્વારા સિદ્ધ છે. આમ, અનેક પ્રકારની સિદ્ધાંતમાં જણાવેલી યુક્તિઓ દ્વારા સુબુદ્ધિ મંત્રીએ રાજાને પ્રતિબોધિત કર્યો. પરિણામે રાજા બાર વ્રતધારી શ્રાવક થયો. આગળ જતાં રાજા અને મંત્રી બંનેએ સંયમ લઈ આત્મસાધના કરી, ક્રમે કરી બન્ને મોક્ષ પામ્યા. જે માટે શાસ્ત્રોમાં કહ્યું છે કે : जियसत्तू पडिबुद्धो, सुबुद्धिवयणेण उदनायंमि। .. तहोवि समणसिंहा, सिद्धा इक्कारसंगधरा ॥ પાણીના દષ્ટાંતે સુબુદ્ધિ મંત્રીના વચનોથી જિતશત્રુ રાજા પ્રતિબોધ પામ્યા. આગળ જઈ બંને શ્રમણસિંહો થયા. અગિયાર અંગના ધારક થઈ તેઓ મુક્તિને પામ્યા. આમ, આ ઉપદેશ પ્રાસાદના પ્રથમ ખંડમાં ધર્મના પાયા સ્વરૂપ અને બુદ્ધિના નિધાન જેવા સમ્યકત્વના અનેક પ્રકારોને દષ્ટાંતો સાથે બતાવવામાં આવેલ છે. આ સમ્યકત્વ મોક્ષના સમસ્ત શુભ હેતુમાં મુખ્ય છે. સમ્યકત્વ વગરની સમસ્ત કરણી એકડા વિનાના મીંડા જેવી વ્યર્થ પ્રાયઃ છે. માટે આ ગ્રંથને વાચવા-વંચાવવા ને સાંભળવા વાળાઓએ સમ્યક્ત્વની પ્રાપ્તિ, તેની નિર્મળતા અને સુદઢતા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ જેથી સજ્ઞાન, સદાચરણ ને તેનું ફળ શીઘ મળે. શ્રી વિજયલક્ષ્મીસૂરિ વિરચિત ઉપદેશપ્રાસાદ ગ્રંથમાં સ ત્તાધિકાર પ્રતિપાદન રૂપ પ્રથમ ભાગ પરિપૂર્ણ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy