SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ SO દીપક સમ્યકત્વ મિથ્યાદષ્ટિ જીવ કે અભવ્ય આત્મા પોતે ધર્મકથા આદિથી બીજાને બોધ આપે, પણ પોતે તે લાભ ઉઠાવી ન શકે (દીવા હેઠે અંધારા જેવું) તે દીપક સમકિતી કહેવાય. એટલે કે અનાદિ સાંત ભાંગાવાળા પ્રથમ ગુણસ્થાનકમાં રહેલી કોઈ મિથ્યાત્વી પુણ્યના યોગે શ્રાવકના કુળમાં જન્મ પામે ત્યાં કુળાચાર પ્રમાણે દેવ-ગુરુ આદિની સામગ્રી પામીને મોટાઈ પામવા, ઈર્ષા, માત્સર્ય કે અહંકારને વશ પડી જીદ-હઠવાદમાં તણાઈ જિનપ્રતિમા, દહેરાસર, પૌષધશાલાદિ શ્રાવકને ઉચિત સુકૃત કરે, કિંતુ દેવ આદિનું યથાર્થ સ્વરૂપ જાણું-માન્યું ન હોવાને લીધે ગ્રંથિભેદ નહીં થવાને કારણે તેની સર્વકરણી- શ્રદ્ધા- સદુહણા વિનાની હોઈ તેને વાસ્તવિક લાભ મળતો નથી. આવા સુકૃત્યો અનંતીવાર અનેક આત્માઓએ કર્યા હોય છે, પણ તેનો લાભ તે મેળવી શક્યો નથી. દર્શન રત્નાકર ગ્રંથમાં કહ્યું છે કે – “પ્રાયે આ આત્માએ અનંત પ્રતિમાઓ અને જિનાલયો કરાવ્યા પણ તે બધું અસમંજસ વૃત્તિએ-મિથ્યાદૃષ્ટિએ કરેલું હોઈ તેનાથી શુદ્ધ સમ્યકત્વનો લેશ પણ પ્રાપ્ત થયો નહીં. તેમજ અનાદિ અનંત ભાંગે પ્રથમ ગુણઠાણે વર્તતા અભવ્યના જીવને અનેકવાર ગુરુ આદિ સામગ્રીનો યોગ થવા છતાં ક્યારેય કોઈ પણ ભવમાં સાસ્વાદન સ્વભાવ (બીજું ગુણઠાણા)ની પ્રાપ્તિ થઈ શકતી નથી. અભવ્યકુલકમાં જણાવ્યું છે કે – અવસરે સુપાત્ર દાન દેવું, સુવિશુદ્ધ બોધિલાભ (સમકિત)ની પ્રાપ્તિ થવી. પ્રાંતે સમાધિપૂર્વકનું મૃત્યુ થવું, ઈન્દ્રપણું, ચક્રવર્તીપણું, અનુત્તરવાસી દેવપણું, લોકાંતિક, ત્રેસઠશલાકા પુરુષ, નવનારદપણું, ત્રાયશ્ચિંત દેવતત્ત્વ, શ્રુતકેવલપણું, કેવલીપણું, કેવલીના હાથે દીક્ષા તથા શાસન અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણીપણું આટલા વાના અભવ્યના જીવો પામી શકતા નથી. संगमय कालसुरी, कलिका अंगार पालया दो वि । नोजीव-गुटुमाहिल उदायिनिवमारओ अभब्वा ॥१॥ સંગમદેવ (શ્રી મહાવીર પ્રભુને ઘોર ઉપસર્ગ કરનાર), કાલસૌકરિક કસાઈ, કપિલા દાસી, અંગારમદક આચાર્ય, બને પાલક (પાંચસો મુનિઓને પીલનાર તથા કૃષ્ણપુત્ર), નોજવમતનો સ્થાપક ગોષ્ઠામાહિલ તથા ઉદાયી રાજાનો મારક વિનયરત્ન આ ચોવીસીમાં આટલા જીવો અભવ્ય તરીકે પ્રસિદ્ધ થયા. શ્રુતસામાયિક સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક તથા સર્વવિરતિ સામાયિક એમ ચાર પ્રકારના સામાયિકમાંથી અભવ્યના જીવને માત્ર શ્રુતસામાયિકની પ્રાપ્તિ થઈ શકે છે.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy