SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ અંતે તેણે લાકડાના પારેવા બનાવી એવી કળ તેમાં ગોઠવી કે ધારી જગ્યાએ જઈ દાણા ચણી પાછા આવી શકે. પછી તેણે મૂકેલા તે પારેવા સાચા પારેવાની જેમ જ રાજાના અન્નકોઠારમાં જઈ દાણા ચણી પાછા આવતા. તેમાંથી અનાજ કાઢી તે પરિવારનો નિર્વાહ કરતો. એકવાર શંકા પડવાથી રાજપુરુષો જાણી ગયા કે બનાવટી કબૂતરો રોજ એક જ દિશામાંથી આવે છે અને દાણા ચણી એ જ દિશામાં એક સરખી ગતિ કરી ચાલ્યા જાય છે. વિસ્મય પામેલા રાજપુરુષો તે દિશામાં પારેવાની પાછળ પડ્યા અને કોકાશના ઘરમાં પ્રવેશતા જોઈ લીધા. આખરે કોકાશને પકડી રાજાની સામે ઉપસ્થિત કરવામાં આવ્યો. રાજાએ પૂછવાથી તેણે સાચેસાચી બીના જણાવી દીધી. નીતિકારોએ પણ જણાવ્યું છે કે- “મિત્રો સાથે સાચું જ બોલવું, સ્ત્રી સાથે પ્રિય અને શત્રુ સાથે ખોટું અને મીઠું બોલવું જોઈએ પણ પોતાના સ્વામી પાસે સદા સત્ય અને અનુકૂળ વચન બોલવું જોઈએ.” તેણે કહ્યું- “રાજા, મારું મોટું કુટુંબ છે ને અમે આવું દુઃખ તો કદી દીઠું નથી. પેટ ભરવાનો કોઈ જ રસ્તો હતો નહીં તેથી આવું કૃત્ય કર્યું. હું ઘણો શરમિંદો છું.” આ સાંભળી રાજા શાંત થયો તેની કળા પર મુગ્ધ થઈ બોલ્યો- “કોકાશ, તું બીજું શું જાણે છે?' તેણે કહ્યું - “સુથારની સઘળી કળા અને શ્રેષ્ઠ કૌશલ્ય હું જાણું છું.” હું ગરૂડ-મયૂર આદિ એવા પક્ષીઓ બનાવી જાણું છું કે તેના ઉપર બેસી માણસ ઇચ્છાપૂર્વક આકાશમાં ગમનાગમન કરી શકે અને જ્યાં ધારે ત્યાં તે પક્ષીને ધરતી પર ઉતારી શકે.” આ સાંભળી કૌતુકપ્રિય રાજાએ કહ્યું – “જો એમ છે તો તું એક સુંદર ગરુડ બનાવી આપ. જેના પર સવાર થઈ હું પૃથ્વીની લીલા ને વિચિત્રતા જોઉં. ભૂમંડલની શોભા નિહાળું.” રાજાજ્ઞાથી કોકાશે કળવાળું જોતાં જ ગમી જાય તેવું સુંદર ગરુડ બનાવ્યું. તેને જોતાં જ રાજા રાજી રાજી થઈ ગયો અને સપરિવાર કોકાશને માટે ખાનપાન આદિનો પ્રબંધ કરાવી દીધો. તેથી તેનું આખું કુટુંબ આનંદમાં આવી ગયું. કહ્યું છે કે – “લવણ જેવો કોઈ રસ નથી, વિજ્ઞાન (કળા) સમાન કોઈ બાંધવ નથી, ધર્મ જેવો કોઈ નિધિ નથી અને ક્રોધ જેવો કોઈ વેરી નથી.” અર્થાત્ આવું કૌશલ હતું તો કોકાશે પરદેશમાં પણ સ્થાન-માન મેળવી લીધું. એકવાર કાકજંઘ રાજા વિષ્ણુ-લક્ષ્મીની જેમ રાણીને લઈને કોકશ સાથે ગરુડ પર ચડી આકાશ માર્ગે ધરણીની શોભા જોવા ચાલ્યો. ઘણા દેશ-પ્રદેશ અને નગર ઓળંગીને નર્મદા કાંઠાની રમણીય નગરી ઉપર આવ્યો. ત્યાં ઊંચા જિનમંદિરના શિખરો જોઈ તેણે કોકાશને પૂછ્યું - “આ નગર કયું હશે ?' ગુરુ મહારાજના મુખેથી સાંભળેલા વર્ણનના આધારે કહ્યું – “આ ભરૂચ બંદર હોવું જોઈએ.” અહીં પૂર્વે શ્રી મુનિસુવ્રત ભગવંત પ્રતિષ્ઠાનપુરથી સાઈઠ યોજનાનો વિહાર કરી એક જ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy