SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ ૨૧૫ મહિનાનું વર્ષ. અગ્નિ ઉષ્ણ અને હિમનું ઔષધ છે. ઇત્યાદિ વાક્યો અનુવાદાર્થક છે. પુરુષ એવેદ આદિ વાક્યોથી આત્મા-પરમાત્માની સ્તુતિ કરી છે. જેમ કોઈ પોતાના ઉપકારી માટે કહે કે-“મારે તો જે છે તે આ છે. આથી કાંઈ બીજાના અસ્તિત્વનો નિષેધ થતો નથી, તેમ અહીં કર્મનો પણ નિષેધ થતો નથી. કદાચ કોઈને એમ લાગે કે-“આવાં પદો લખવાની શી આવશ્યકતા હતી? તો જાણવું જોઈએ કે, અદ્વૈતવાદના સિદ્ધાંતથી માણસના જાતિ-કુળ આદિ મદ-અભિમાનને નાથવા એમ જણાવ્યું છે. એટલે કે જ્યાં જુઓ ત્યાં આત્મા જ છે. માટે અભિમાન ન કર.(આત્મા કેવી કેવી યોનિમાં ઉત્પન્ન થાય છે તે આંખે દેખાય છે.) હે અગ્નિભૂતિ ! જગતના સર્વ પ્રાણી આત્મદ્રવ્યથી સરખા જ છે. છતાં તેમાં કોઈ દેવ, મનુષ્ય, તિર્યંચ કે નારકી, રાજા અને રંક પણે જીવે છે. આ પ્રત્યક્ષ જણાતી વિચિત્રતા સહેતુક છે. તેનું કારણ કર્મ જ છે. જો તેમ ન હોય તો સહુમાં સમાન વિચિત્રતા કે અભાવ દેખાય. પણ તેમ નથી. કારણ વિના કાર્ય સંભવિત નથી. આત્માના ઈષ્ટ-અનિષ્ટ સુખ-દુઃખનું કારણ કર્મ છે. અન્ય હેતુની અપેક્ષા ન હોય તો નિત્ય સત્ત્વ કે અસત્ત્વ હોય નિત્ય સદભાવ કે અભાવ હોય. કર્મ જ વિચિત્રતાનો હેતુ છે. પૌરાણિકો પણ કહે છે કે-“પૂર્વે કરેલ કર્મોનું ફળ નિધાનની જેમ આવીને ઉભું રહે છે. અને તેને પ્રતિપાદન કરનારી મતિ જાણે હાથમાં દીવો લઈ આવી હોય તેવી પ્રવૃત્તિ કરે છે. અર્થાત્ જેમ કર્મ ચલાવે તેમ જીવ ચાલવા લાગે છે. આ કર્મને જ લોકોએ ભિન્ન ભિન્ન સંજ્ઞા આપતાં કર્મ, દૈવ, અદષ્ટ, ભાગ્ય આદિ નામ આપેલા છે, કહ્યું છે કે, यत् यत् पुराकृतं कर्म न स्मरंतीह मानवाः । તવિહિં પાંડવ8 ! રમત્યમથીય છે. અર્થાત- યુધિષ્ઠિર ! પૂર્વે પોતે જ કરેલાં જે તે (શુભાશુભ) કર્મને માણસો ભૂલી જાય છે. (તે ફળતાં) તેને જ લોકો દૈવ-ભાગ્ય કહે છે. ' વળી હે અગ્નિભૂતિ ! તારે સમજવું જોઈએ કે તે કર્મો રૂપી છે. તે અરૂપી હોય તો જેમ આકાશ આત્માના સુખ-દુ:ખનું કારણ નથી તેમ તે પણ ન હોઈ શકે. આ કર્મોનો આત્મા સાથે અનાદિનો સંબંધ છે. જો તેમ ન હોય તો સિદ્ધાત્માઓને પણ કર્મબંધ થાય, પણ તેમ થતું નથી. બીજાંકુરન્યાયે અનાદિ કર્મ-જીવ સંશ્લિષ્ટ છે. એવો વિચાર આવે કે જીવ અને કર્મનો જો અનાદિ સંબંધ છે તો કર્મથી જીવનો છૂટકારો-કર્મનો સર્વથા અભાવ કેવી રીતે શક્ય હોઈ શકે?” તેનું સમાધાન એ છે કે, ખાણમાં રહેલા સોનાનો માટી સાથેનો અનાદિ સંબંધ છે, છતાં તથા પ્રકારનો (અગ્નિ આદિ) સામગ્રીનો યોગ થતાં મેલ-માટી બળી જતાં સોનું શુદ્ધ થાય છે અને પાછું પૂર્વની સ્થિતિ પામતું નથી, તેમ તપ-ધ્યાનાદિથી કર્મનો નાશ થાય છે અને આત્મા નિર્મળ બને છે. પછી પૂર્વની સ્થિતિ પામતો નથી. ઉ.ભા.૧- ૫
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy