SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ૩૦૧ ઉનાળાની એક સંધ્યાએ સુદર્શન અને કપિલ પુરોહિત સાથે રાજા ઉપવનમાં ફરવા આવ્યા હતા. સંયોગવશ અભયા રાણી અને કપિલા (પુરોહિત પત્ની) પણ ફરવા આવેલ. ત્યાં સુદર્શન શેઠની પત્ની મનોરમા પણ પોતાના પુત્રો સાથે ઉપવનમાં આવી. સુંદર, સુરેખ યુવતીને જોઈ કપિલા બોલી- “કયા ધનભાગની આ પત્ની હશે?” રાણીએ કહ્યું – “અરે ! આ શેઠ સુદર્શનની પત્ની છે, એને નથી ઓળખતી તું?” સાંભળી ચકિત થયેલી તેણે શેઠ સાથેનો આખો પ્રસંગ રાણીને કહ્યો. રાણીએ કહ્યું - ‘તું છેતરાઈ ગઈ, એ તો સમર્થ પુરુષ છે, જોને કેવા દેવકુમાર જેવા તો એના દીકરા છે?' કપિલા બોલી- “ભારે કહેવાય! તે મને બનાવી ચાલી ગયા.” રાણીએ કહ્યું – “તારામાં પાણી નહીં, નહીં તો નારીનો હાથ પડે કે પુરુષ પાણી પાણી?” કપિલા કહે – ‘ત્યારે એ ચતુરાઈ તમારામાં હોય તો કરી જુઓ,એ તમારા હાથમાં પણ નહીં આવે.” રાણી બોલી- “એ વાતમાં શું માલ છે? એકવાર એને વશ કરું તો જ હું ખરી !' દિવસો વિતે છે. રાણી સુદર્શનને બોલાવવાનો લાગ શોધ્યા કરે છે. એવામાં વન મહોત્સવ બધા ઉપવનમાં ગયા ને અભયારાણી બહાનું કાઢી મહેલમાં રહી. તેની પંડિતા દાસી ખબર લાવી કે, “સુદર્શન શૂન્યાગારમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં છે.” રાણીએ કહ્યા પ્રમાણે પાલખીમાં સુદર્શન શેઠને નંખાવી કામદેવની મૂર્તિ છે એમ કહી બધી ચોકી વટાવી તેને રાણીવાસમાં લઈ આવી. રાણીએ વિલાસપૂર્વક આદર આપી બોલાવ્યા. સુદર્શન સ્વસ્થ રહ્યા. રાણીએ ચોખે ચોખ્ખી માગણી કરી, ઉત્તર ન મળતાં આશ્લેષપૂર્વક ઉત્તેજનાનો યત્ન કર્યો. લાજ મૂકી બધા વાનાં કરી જોયાં પણ સુદર્શન શેઠનું તો રુંવાડું ય ફરક્યું નહીં આખરે કંટાળી- થાકીને રાણીએ ડર બતાવ્યા ને તેમાં પણ ન ફાવતા તેણે જોરથી બૂમ મારી કે- “આ કોઈ નરાધમથી બચાવો.ચોકી પર રહેલા આરક્ષકો તરત દોડી આવ્યા ને શેઠને પકડી પૂરી દીધા. અવસરે રાજા સમક્ષ ઊભા કરવામાં આવ્યા. રાજાએ તેમને સાચી વાત કહેવા જણાવ્યું પણ રાણીની દયા ખાઈ શેઠ એક અક્ષર પણ બોલ્યા નહીં. તેથી તેમને અપરાધી માની નગરમાં ફેરવાતા હતા. મનોરમાએ પતિને જોયા. ધારીને જોયા કે લોકો કહે છે તેમ છે તો મારા પતિ, પણ તેઓ કોઈ કાળે આવું કાર્ય કરે નહીં. અવશ્ય એમના ઉપર આ આપત્તિ આવી છે.” તરત તે ઘર-દહેરાસરે આવી અને પતિ નિર્દોષ છૂટે નહીં ત્યાં સુધી કાઉસ્સગ્ર ધ્યાન કરી સ્થિર થઈ. નગરમાં ફેરવી શૈઠને શૂલીએ ચડાવ્યા પણ બધાના અચરજ વચ્ચે શૂલીનું સિંહાસન થઈ ગયું. શેઠ તે પર બેઠા. ઘાતકોએ તિક્ષ્ણ તલવારના ઘા કરતા ઘાની જગ્યાએ ઘરેણા બનવા લાગ્યા. આ જોઈ તેઓ ગભરાયા અને દોડ્યા રાજા પાસે. રાજા પણ દોડતો આવ્યો. તેના આશ્ચર્યની અવધિ ન રહી. રાજાએ આદરથી બોલાવ્યા. હાથીની અંબાડીએ બેસાડી આડંબરપૂર્વક ઘરે પહોંચાડ્યા. મનોરમાએ કાઉસ્સગ્ગ પાર્યો. ધર્મનો જય જયકાર થયો. રાજાએ પછી ઘણો જ આગ્રહ કરી સાચી બીના જાણવાની હઠ લીધી. તેમાં અભયાનું દુશ્ચરિત્ર પ્રગટ થઈ ગયું. રાજાએ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy