SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ ૧૮૭ શરુ કર્યું. (બહુમૂલ્ય ઝીણાં વસ્ત્રો રાજા ને રાજરમણીઓ માટે લોહીના રંગે રંગાતા. તેનાં ઘણાં મૂલ્ય નિપજતાં) લોહી લેવાની પદ્ધતિ ઘણી કષ્ટમય હતી ને શરીરને પૂરું પોષણ મળતું નહોતું. આમ રીબાઈ રીબાઈને ક્યાં સુધી વેઠવાનું હશે? અહીંથી છૂટકારો થશે કે નહીં? આવાં અનેક પ્રશ્નો ભટ્ટાના મનમાં ઉઠતા પણ એનો ઉત્તર ક્યાંયથી મળતો નહીં. નિરાશવદને તે આકાશ સામે જોઈ રહેતી, અકાળે જાણે વૃદ્ધત્વ આવી લાગ્યું. શરીરની કાંતિ વિલીન થઈ ગઈ. રૂપ-રંગ બધું બદલાઈ ગયું. અત્યારે એની જીવિકાને મોટું જોખમ ઊભું થયું હતું. વૃત્તિકાંતાર નામના આગારથી તે છૂટ લઈ શકતી હતી. પણ તે સાચી આરાધક હતી. તે પોતાના આચારમાં અડગ અને અટલ હતી. એવામાં ભટ્ટાનો સગોભાઈ ધનપાલ માલ ખરીદવા ત્યાં આવ્યો. ભાઈ-બહેનની નજર મળતાં જ તેઓ એકબીજાને ઓળખી ગયા. બહેનની આ દશા જોઈ ભાઈ રડી ઊઠ્યો. તેણે ધન આપી બહેનને છોડાવી ઘરે લાવી સારી સંભાળ કરી. થોડા દિવસમાં પાછી તે સ્વસ્થ અને સુંદર થઈ ગઈ. સહુને તેણે પોતાની વિતક કથા સંભળાવી, તે સાંભળી બધાની આંખો ભીની થઈ ગઈ. તેના પતિ મંત્રી પણ ત્યાં જ હતા. સહુની સામે અકારી ભટ્ટાએ કહ્યું: “હું બહુ ઘમંડી અને રસાળ હતી. તેનું ફળ મને મળી ગયું. ત્યાં મારું માન ક્યાં રહ્યું?” આજ હું સહુની સમક્ષ પ્રતિજ્ઞા કરું છું કે- હવેથી કદી પણ કોઈના ઉપર રોષરીસ કરીશ નહીં. મંત્રી ભટ્ટાને આદર-માનપૂર્વક ઘરે લાવ્યો ને તેની સત્ત્વશીલતાના વખાણ કર્યા. ગમે તેવા સંયોગમાં હવે ભટ્ટા જરાય અકળાતી નથી. મોઢું ચઢાવતી નથી ને સદા સુપ્રસન્ન રહે છે. જીવન જીવવાની કળા તેને હાથ લાગી ગઈ છે. તે જ ગામમાં મુનિ પતિ નામના મુનિરાજ કોઈકે કરેલા તાપણાથી દાઝી ગયા, કુચીક શેઠ તેમની સારવાર કરતા હતા. બળતરા શામક તેલની આવશ્યક્તા હતી ને તે મળતું નહોતું. એમ કરતાં ભાળ મળી કે અઍકારી ભટ્ટાને ત્યાં એ દુર્લભ તેલ છે, એટલે બે મુનિરાજે તેને ત્યાં આવી તેલની યાચના કરી. ઘણી જ આનંદિત થઈ તેણે સીસો લેવા દાસી મોકલી. આ તરફ દેવોથી ભરેલી સભામાં ઇન્દ્ર અઍકારી ભટ્ટા રીસ ન કરે ને તેનું મોટું કદી ન ચડે, ઈત્યાદિ પ્રશંસા કરી. વાત માન્યામાં ન આવ્યાથી એક દેવ આવ્યા પરીક્ષા કરવા. દાસી સીસો લઈ આવતી હતી ત્યાં દેવે અદશ્ય ઠોકર લગાવી. સીસો પડી ફૂટી ગયો ને લાખ રૂપિયાનું તેલ ધૂળ થઈ ગયું. ભટ્ટા જરાય મોંઢું બગાડ્યા વિના બીજો સસો લાવવા દાસીને કહે છે તે પણ ફૂટી જાય છે. ત્રીજીવાર કહેતા તે પણ દેવ ફોડી નાંખે છે, છતાં જાણે કાંઈ જ બન્યું ન હોય તેમ હસતી મરકતી ભટ્ટા બોલી- “આ સેવાનો લાભ મારે જ લેવો જોઈતો હતો. હવે હું જ લઈ આવું.” એમ કહી પોતે ચોથો ને છેલ્લો સીસો લાવી. તેના શિયળના પ્રભાવે દેવના યત્નો નિષ્ફળ ગયા. ભટ્ટાએ બહુ આદર માનપૂર્વક તેલ ગુરુ મહારાજને આપ્યું. તે લેતાં મુનિશ્રી બોલ્યા- “હે શ્રાવિકા, અમારા નિમિત્તે દાસીને હાથે ત્રણ ત્રણ સીસા મોંઘા તેલના ફૂટી ગયા છતાં તમારું મોઢું
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy