SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮પ ઉપદેશપ્રાસાદ મહાગ્રં ભાગ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ અઍકારી ભટ્ટાની કથા ક્ષિતિપ્રતિષ્ઠિત શહેરમાં ધન્ના નામના એક શેઠ વસે. તેમને ભદ્રા નામની ધર્મપત્ની તેમને આઠ પુત્રો પર એક દીકરી હતી. નામ હતું ભટ્ટા. ઘણા લાડકોડમાં ઉછરવાને લીધે તે વાત વાતમાં રીસાઈ જતી. મોઢું ચડતાં વાર જ નહીં. તેના પિતાએ વહાલી દીકરી માટે સહુને આજ્ઞા કરી કે, ભટ્ટા જે કરે-કહે તે સહી લેવું પણ તેને ચુંકાર પણ કરવો નહીં. તેથી તે અચંકારી ભટ્ટાના નામે પ્રસિદ્ધ થઈ: અતિ સ્વરૂપવાન અને યુવાવસ્થાએ પહોંચેલી તેને મહામાત્યે જોઈ ને ગમી ગઈ. તરત તેનું માંગુ કરાવ્યું પણ ધન્ના શેઠે સાફ સાફ વાત કરી દીધી કે, અમે કોઈ દિવસ એનું વચન ઉલ્લંધ્યું નથી. તેથી એકેએક વાત માનવી પડે. એ કબૂલે તો લગ્ન કરવામાં અમને વાંધો નથી.' મંત્રીએ કબૂલ કરતાં તેમનાં સારી ધામધૂમથી લગ્ન થઈ ગયાં. તેમનો વહેવાર સારી રીતે ચાલતો હતો ને અટ્યકારી ભટ્ટાના કહ્યા પ્રમાણે બધું વ્યવસ્થિત ચાલતું હતું. કેટલોક સમય વીત્યા પછી ભટ્ટાએ મંત્રીને કહ્યું - જુઓ ! તમે રહ્યા મંત્રી ને તમને રહ્યું ઘણું કામ પણ સાંજે મને એકલીને ગમતું નથી, માટે તમારે વહેલા ઘરે આવી જવું. દીવા થયા પછી તમને ક્યાંય જવા નહિ દઉ.” મંત્રીએ હા પાડી, બીજા દિવસથી મંત્રી રાજસભામાંથી વહેલા ઊઠી ઘરે આવી જાય. મંત્રીને રોજ વહેલા ઊઠી જતા જોઈ રાજાએ એકવાર કારણ પૂછ્યું. તેણે હતી તે હકીકત જણાવી દીધી. કૌતુકી રાજાએ એક દિવસ મંત્રીને ઊઠવા ટાણે વાર્તા-વિનોદમાં રોકી લીધા. મંત્રીએ પ્રયત્ન તો જવાના ઘણા કર્યા પણ આજે રાજા પણ રમૂજે ચડ્યા હતા. આમ જામેલી સભા અડધી રાત સુધી ચાલી. અર્ધી રાતે તેણે ઘરે આવી બારણા ઊઘાડવા ઘણું કહ્યું પણ ભટ્ટાએ ઉત્તર જ ન આપ્યો. મંત્રીને સમજાઈ ગયું કે પત્ની રીસાઈ ગઈ છે. તેણે મનાવવા ઘણાં નમ્ર વચનો કહ્યાં પોતે સભામાંથી ઊઠી ન શક્યો ને રાજાએ જબરીથી રોકી રાખ્યો. આદિ ઘણું કહ્યું. ત્યારે તે બોલ્યા વિના ઊઠીને બારણું ખોલી તેની પાછળ સંતાઈ ગઈ. મંત્રી અંદર આવ્યો ને તે ધુંઆપૂંઆ થતી ઘરમાંથી નીકળી બાપના ઘરે ઉપડી. રસ્તામાં તેને ચોરોએ જોઈ. સુંદર દેખાવ ને મોંઘા વસ્ત્રાભૂષણ ! ચોરો તેને ઉપાડી ને ચાલ્યા જંગલમાં. શરીર પરના બધાં ઘરેણાં ઉતારી લીધાં. દિવસે ખીણમાં છાનામાના પડી રહેવાનું ને અંધારી રાતે જંગલની ધાર વાટે ચાલવાનું. પગ થાકીને મણ મણના થઈ જાય તો ય ચાલવાનું અને આંખે વળી પાટા. ખાવાનું તો દીઠું ય ન ગમે આવી પીડા ને વ્યથા સહન કરતી અઢંકારીને ચોરો પોતાના ભીલ સરદાર પાસે લઈ આવ્યા. જોતાં જ ભય લાગે તેવો સરદાર જોઈ અચંકારી ગભરાઈ ગઈ. એમાં સરદારે ચેડા કરવા માંડ્યા ને કહ્યું- “આજથી તું મારી રાણી ને હું તારો રાજા.” પરંતુ અઍકારીએ પણ હિંમત દાખવી કહ્યું- “દૂર જ ઉભા રહેજો, નહીંતર પરિણામ સારું નહિ આવે.' સરદારે નરમાશથી કામ લેતા કહ્યું – “સુંદરી, અહીં એકલી શાંતિ ને સ્વસ્થતા છે. સંસારની કોઈ ખટપટ-ઈષ્ય બળતરા અહીં નથી. હું યુવાન અને તું સુંદર છે. તું અહીંથી ક્યાંય જઈ શકે તેમ નથી ને આપણી
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy