SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ _ _ _ _ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ બધો ઉન્માદ અને અહંકાર ઓગળી ગયો. કોશાએ એવો ઉપદેશ આપ્યો કે તેને સમસ્ત પદાર્થોથી વૈરાગ્ય થયો તેણે દીક્ષા લીધી યાવતુ સ્વર્ગે ગયો. કોશાએ પણ જૈનશાસનનો મહિમા વધાર્યો ને અંતે સ્વર્ગ પામી, જેઓ કોશાની જેમ સ્વધર્મના રાગી હોય છે, રાજાની આજ્ઞા છતાં જેઓ પોતાનો ધર્મ તો ન છોડે પણ બીજાને ધર્મનો પ્રતિબોધ પમાડે તે જ મોક્ષમાર્ગના સાચા પથિક છે. દ્વિતીચ આગાર-ગણાભિયોગ જનસમુદાયને ગણ કહેવામાં આવે છે. કરેલ નિયમનું કોઈ ગણના આગ્રહથી ઉલ્લંઘન કરવું પડે નિષિદ્ધનું સેવન કરવું પડે તેથી અપવાદ માર્ગમાં તેની છૂટ રખાતી હોય છે, સામાજિક જીવન જીવનારા મનુષ્યો સામે એવા પ્રશ્નો આવી ચડે છે કે કોઈ બળવાન પક્ષ કે સમૂહ તે નિયમધારી આત્માની કઠિનાઈની ઉપેક્ષા કરી તેની પાસે પોતાનું ધાર્યું કરાવવાની ફરજ પાડે છે. ત્યારે કોઈક જીવ તો એટલા બળીયા હોય છે કે સંયોગ-ગણ-જનસમૂહ આદિ કોઈને જરા પણ મચક આપતા નથી. તેઓ ઉત્સર્ગથી નિયમને વળગી રહેનારા હોય છે. આવી પડેલી પરિસ્થિતિનો સત્ત્વ ને વૈર્યથી સામનો કરે છે, આના સંદર્ભમાં સુધર્મરાજાનું કથાનક ઘણું પ્રેરક છે. સુધર્મરાજાની કથા પાંચાલદેશના રાજા સુધર્મ નામ પ્રમાણે શ્રી જિનધર્મની સુંદર આરાધના કરનાર હતા. તેઓ પ્રતાપી, ન્યાયી અને પ્રજાવત્સલ હતા. એકવાર આરક્ષકોએ આવી અરજ કરી કે-“મહાબલ નામનો કોઈ લુંટારો પ્રજામાં ત્રાસ ફેલાવે છે અને આપણા ગામડાઓ લૂંટી લે છે.' આ સાંભળી રાજાએ કહ્યું- “હું સ્વયં તેનો નિગ્રહ કરીશ.” કહ્યું છે કે, મદમસ્ત વનહસ્તી ત્યાં સુધી જ ગર્જે છે કે જ્યાં સુધી પોતાના માથા સુધી પહોંચેલી પૂંછડી ઝુલાવતો કેશરી આવ્યો નથી. એટલે રાજાએ સૈન્ય સાબદું કરી વનપ્રદેશ ઘેરી લીધો. ને લુંટારો પકડાઈ ગયો, પાછા ફરતા સારા મુહૂર્ત રાજા નગરપ્રવેશ કરે છે ત્યાં નગરનો ગોપુર (મુખ્ય દરવાજો) ઓચિંતો તૂટી પડ્યો. આને અપશુકન સમજી રાજા પાછા ફર્યા. નગર બહાર રહી તેમણે નવો દરવાજો કરાવ્યો ને સારા મુહૂર્ત પાછા નગર પ્રવેશ કરવા ગયા ફરી દરવાજો કકડભૂસ કરતો પડી ગયો. આમ કેટલીકવાર નવો દરવાજો બનાવવામાં આવ્યો પણ જ્યારે જ્યારે રાજા એ દરવાજેથી પ્રવેશ કરવા આવે ને દરવાજો રેતીના ઢગલાની જેમ પડી જાય, સાશંક ને ચકિત થયેલ રાજ વિમાસણમાં પડ્યો. તેણે પોતાના મંત્રીને દરવાજો પડવાનું કારણ પૂછયું. એ મંત્રી શક્તિપંથનો ઉપાસક અને તંત્રવાદમાં વિશ્વાસ રાખનાર હતો. તેણે કહ્યું-“મહારાજ તમે તમારા હાથે કોઈ સુલક્ષણા પુરુષનો અહીં બલિ આપો, તો તમારું નડતર નષ્ટ થશે અને
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy