SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૧૭૫ ‘હું શ્રમણ મહાવીરને મહામાહન (મોટા રક્ષક) કહું છું. કેમ કે તેઓ સૂક્ષ્મ ને બાદર સમસ્ત જીવોનો રક્ષક છે. તેઓ મહાગોપ, મહાસાર્થવાહ અને મહાનિર્યામક પણ છે.’ આમ પરમાત્માની પ્રશંસા સાંભળીને સદાલપુત્રે કહ્યું- ‘તમે ભગવંતના ગુણોનું સત્કીર્તન કર્યું તેથી મને અપાર આહ્લાદ થયો છે. શું તમે મહાવીરદેવ સાથે વાદ (શાસ્ત્રાર્થ) કરશો ?' ગોશાલકે કહ્યું - ‘ના રે ભાઈ ! એ આપણું કામ નહીં. શ્રી મહાવીર તો મને એક જ પ્રશ્નમાં નિરૂત્તર કરી શકે.' આ સાંભળી ઘણા રાજી થયેલા સદાલપુત્રે કહ્યું - ‘તમે સ્વમુખે શ્રી સર્વજ્ઞદેવને યથાર્થ રીતે વર્ણવ્યા છે માટે મને આનંદ થયો છે. હું તમને આહારાદિ માટે નિમંત્રણ આપું છું. જે જોઈએ તે સુખે ગ્રહણ કરજો.' ‘આ નિયંત્રણ ધર્મબુદ્ધિથી નહીં પણ તમે મારા ભગવંતના પ્રશંસક છો તેથી કર્યું છે.’ તેના યુક્તિસંગત ને મહાવીરપ્રભુની શ્રદ્ધાથી સભર વચનો સાંભળી ગોશાલો સમજી ગયો કે દઢ જિનધર્મી શ્રાવક બન્યો છે. તેથી તે નિરાશ થઈ ચાલ્યો ગયો. અનન્ય સત્ત્વ અને ઉલ્લાસપૂર્વક શ્રાવક ધર્મ પાળતાં સદૃાલપુત્રને પંદર વર્ષ વીતી ગયા. તેમણે શ્રાવકની અગિયાર પ્રતિમા અંગીકાર કરી. અગિયારમી પ્રતિમા આરાધતા તેઓ પૌષધમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. તે રાત્રે કોઈ દેવ ત્યાં અચાનક આવી ચડ્યા ને અસહ્ય ઉપસર્ગ કર્યા. હૃદય થીજી જાય એવા ભય ઉત્પન્ન કર્યા. તેના મોટા પુત્રને ઉપાડી લાવી તેની સામે જ કાપી નાંખ્યો ને પૌષધશાલામાં લોહી છાંટ્યું. પણ સદાલપુત્ર સ્વસ્થ ને શાંત રહ્યા. જરાય ડગ્યા નહીં. દેવે કહ્યું - ‘તું મૃત્યુની જ પ્રાર્થના કરતો લાગે છે. આ ધર્મ કર્મ છોડીને ઘેર જઈ કામે લાગ નહીં તો તારા પુત્રની જેમ તારી પત્નીના પણ અઆ હાલ થશે' આમ ત્રણ-ચાર વાર કહ્યું પણ શ્રાવક સ્થિર ને શાંત રહ્યા પણ દેવ જ્યાં પણ હાલ થશે. અગ્નિમિત્રાને લેવા ગયો ત્યાં સદાલપુત્રે વિચાર્યું કે ખરે જ આ દુષ્ટ તેને લાવી મારી નાંખશે. માટે પકડી લઉં, એમ વિચારી ‘ઓ અનાર્ય ઊભો રહે.’ એમ જોરથી પોકાર કર્યો. પાસેના મકાનમાં સૂતેલી અગ્નિમિત્રા જાગીને ત્યાં આવી પૂછવા લાગી કે - ‘કોઈ દિવસ નહીં ને આજે તમે કેમ બૂમ પાડી ?’ તેમણે કહ્યું - ‘કોઈ દુષ્ટ દેવે આપણા મોટા પુત્રને તો અહીં લાવી કાપી નાંખ્યો. તને પણ એ લેવા જતો હતો, એને પકડવા માટે મેં પોકાર કર્યો કે જેથી તે હત્યાઓ ન કરે.’ આ સાંભળી સ્તબ્ધ ને વિસ્મિત થયેલી તેણીએ કહ્યું કે - ‘આપણા બધા બાળકો સ્વસ્થ છે. મારી પાસે જ બધા સૂતા છે. કોઈનું પણ અહિત થયું નથી. મને લાગે છે કે કોઈ અનાર્ય દેવે તમને અસ્થિર કરવા આ દેખાવ કર્યો હશે. તમે તેને પકડવા જઈને મોંઘી આરાધના અને વ્રતમાં દોષ લગાડ્યો તે સારું ન કર્યું. માટે તેનું પ્રાયશ્ચિત્ત-આલોચના લઈ શુદ્ધિ કરો.’ શ્રાવકે તેમ કર્યું. ફરીથી પ્રતિમા આરાધી અંતે પ્રથમ દેવલોકે ગયા. સદાલપુત્રે શ્રી જિનવચનોથી બોધ પામી ગોશાલાના મતનેા ત્યાગ કર્યો અને યતનાઓ પાળી કામ સાધ્યું. ...
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy