SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧) પણ આ બીજા કોઈ પ્રાણીના ઘાત માટે હું કેવી રીતે કહું? તને ખબર નથી કે હું જૈન છું અને જૈને કદી પરાયા જીવને મારવાનું વિચારી પણ ન શકે?” રાક્ષસે કહ્યું- તો એમ કર, મારા ગુરુને પગે લાગ.” કુમારે કહ્યું- જેવો તું ક્રૂર છે તેવો જ તારો ગુરુ પણ હશે. તેને હું પગે ન લાગું.” રાક્ષસે કહ્યું- એમ; ગુરુ તને નથી ગમતા તો મારા મંદિરમાં બધા ભગવાન છે. ત્યાં તારા જિનેન્દ્ર દેવ પણ છે. તેની પૂજા-વંદનાદિ કરે તો તમને ત્રણેને છોડી મૂકું.” કુમારે કહ્યું- “દેવાધિદેવ અઈનું તેમના સ્વયંના મંદિરમાં તેમના મહત્ત્વપૂર્ણ સ્થાને બિરાજતા હોય. જૈનોને યોગ્ય વિધિવિધાનથી તેમનાં અર્ચના-સ્તવનાદિ થતા હોય તો જ હું તે જિનબિંબની પૂજા કરી શકું.” રાક્ષસે કહ્યું-“તો પછી તારે બચવાનો એક રસ્તો છે. મારી મૂર્તિ કરાવી મંદિરમાં પધરાવી તેની પૂજા સદા કાળ તારે હાથે કરવાની પ્રતિજ્ઞા લે. હવે જો તું નહીં માને તો આ યુવતીનું મૂદુ-કોમળ શરીર મારી ભૂખને સંતોષશે. આ સાંભળી રુખ થયેલા કુમારે કહ્યું-“ઓ રાક્ષસ ! આવડા મોટા તારા માથામાં થોડી પણ સમજણ છે કે નહીં ? તને ખબર નથી કે જૈનો આચારના ઉપાસક હોય છે. ગુણના પૂજક હોય છે, જ્યાં ઉત્તમ આચરણ હોય ત્યાં અમે સર્વસ્વ આપી દઇએ અન્યથા ઉપેક્ષા જ હોય. શ્રી જિનેશ્વરદેવ કે તેમની આજ્ઞા પ્રમાણે વર્તતા સાધુપુરુષોને જ અમે વંદન-નમન કરીયે. વિના પ્રયોજને તો સ્થાવર જીવની હિંસા પણ જૈન કરતો નથી. તો આ દાસી આદિને મારવાની અનુમતિ કોણ આપે ? તું દેવ થઈને આવું બોલે છે?” આ શું ઉચિત છે?' રાક્ષસે કહ્યું-“આ બધી લાંબી વાત હું ન જાણું. ચાલ તારા ભગવાનની પૂજા તો કરીશ ને? તું કેવીક પૂજા કરે છે તે જોઉં.” એમ કહી કુમારને હાથે પકડી રાક્ષસ મહેલના ઉપલે માળે ચઢ્યો. દાસી ને કુંવરી ધ્રૂજતાં જોઈ રહ્યા. એક ભવ્યમૂર્તિ બતાવતાં રાક્ષસે કહ્યું-“જો, આ ભગવાન, લાગ પૂજા કરવા.” પણ તે તો બુદ્ધમૂર્તિ જોઈ કુમાર તરત પાછો ફરી ગયો. પાછળ આવતાં રાક્ષસે રાડ પાડતાં કહ્યું-“છોકરા ! તું શું કરવા માગે છે?' કુમારે કહ્યું- તમારે મારું જે કરવું હોય તે કરો પણ મારાથી તમારી એકેય વાત બને તેમ નથી.' આ સાંભળી અજગરની જેમ તે મણિમંજરીને ગળવા લાગ્યો. દાસીએ રોકકળ કરી મૂકી અને કુમાર વિવશ બની જોઈ રહ્યો, તે કુંવરી જોરથી રોતી ને તરફડતી કરુણ સ્વરે વિલાપ અને કુમારને બચાવવા માટે પ્રાર્થના કરવા લાગી.” કુમારને લાચાર જોઈ રાક્ષસે કહ્યું-“ઓ મૂશેખર ! તું પત્ની માટે એક દાસીને પણ જતી નથી કરી શકતો, એક બકરું જ લાવી આપ. મારે તો પેટ ભરવાથી કામ છે અને આ સ્ત્રીથી મારું પેટ નહીં ભરાય તો તને પણ કદાચ ખાઈ જઈશ.” કુમારે કહ્યું- તારે મારું જે કરવું હોય તે કરજે. કલ્પાંતકાળે પણ હું તારી વાત નહીં માનું. એકની એક વાત વારે વારે પૂછવાનો શો અર્થ છે?
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy