SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૫ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ અર્થાતુ જેમ અણમાનીતી રાણીએ ચોરને મૃત્યુથી ઉગારી મહા ઉપકાર કર્યો. તેવી રીતે મોક્ષાભિલાષી જીવોએ સદા જીવો પર અનુકંપા કરવી જોઈએ જેથી સમ્યકત્વ શુદ્ધ અને સબળ બને. ૪૫ સમ્યક્ત્વનું પાંચમું લક્ષણ-આસ્તિક્યા પરલોક, પુણ્ય-પાપ, મુક્તિ-બંધન આદિ છે. નરક-સ્વર્ગ આદિ ગતિમાં શુભા-શુભકર્મોના ફળ ભોગવવાં પડે છે. આદિ માનનાર આસ્તિક કહેવાય. તે અન્યમતાલંબીઓના તત્ત્વાંતરની વાત સાંભળ્યાં છતાં શ્રી તીર્થંકર પરમાત્માના વચનોને નિઃશંકપણે માને છે. આ સંબંધમાં પદ્રશેખરરાજાનું દષ્ટાંત આ પ્રમાણે છે પદ્રશેખરરાજાનું દષ્ટાંત પૃથ્વીપુરનરેશ મહારાજા પધશેખર વિનયંધરસૂરિજી પાસે ધર્મ પામ્યા પછી પોતાની જાતને ધન્ય અને ગુરુમહારાજને અતિઉપકારી માનતા. તેમને સારી રીતે સમજાઈ ગયું હતું કે સંસારની કોઈ પણ વસ્તુ કરતા ધર્મની ઉપલબ્ધિ અતિદુર્લભ ને ઘણી મોંઘી છે. રાજા જયારે નવરો પડતો ત્યારે રાજસભામાં ગુરુમહારાજના એટલાં ગુણ ગાતો કે સાંભળનારને ગુરુમહારાજ તેમજ ધર્મ પર દઢ રાગ ઉત્પન્ન થતો. રાજા ઘણીવાર તેજસ્વી મનુષ્યોથી ભરેલી સભાને કહેતા-“જુઓને ? લોકો પોતાનું કાર્ય પણ કરી શકતા નથી ત્યારે આ ગુરરાજો સ્વયં કલ્યાણ તો કરે જ છે પણ આપણા જેવા પ્રમાદીઓને જગાડી ધર્મમાં જોડે છે, પોતે નિષ્પાપ જીવન જીવે ને તત્ત્વ ગ્રહણ કરે. મોક્ષના અર્થી જીવોને હિતકારી પ્રવૃત્તિમાં જોડે. કોઈ વંદન સ્તવન કરે તો નથી રંજિત થતા કે કોઈ નિંદા હીલના કરે તો નથી ક્રોધિત થતા. દાંતચિત્તવાળા, રાગદ્વેષની પરિણતિથી દૂર રહી તે ધીર, વીર, ગંભીર સંયમની આચરણા કરે છે.” રાજાની આ મુગ્ધકર મંજુલ વાતો મોટી સભા આનંદથી સાંભળતી. રાજાને અહોભાવથી નિરખતી અને અભિનંદતી. તપ અને જ્ઞાનની મહત્તા બતાવતા ગુરુગુણ ગાતા રાજા બોલતા, (વિદે મુ-પતે તે નહી, તવોવ ના ગોવત્તે ) બે પ્રકારે ગુરુઓ હોય છે. તપયુક્ત અને જ્ઞાનયુક્ત (તસ્થ તવોવ વવપત્તસમારે વેવ« અપ્પા તારે) તેમાં માત્ર તપયુક્તગુરુઓ વડપાનની ઉપમાથી કેવલ પોતાને તારનાર છે ત્યારે (વાળોવ ના પત્તસમાજે પાપ પર ૨ તારે) જ્ઞાનથી ઉપયુક્ત ગુરુઓ વહાણની ઉપમાથી સ્વયં અને પર બંનેને તારનારા હોય છે.
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy