SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૧૫૯ યુવતીને અહીં લાવી આપો.' એવી માંગણી કરી. ઉત્તરમાં દેવીએ જણાવ્યું કે-‘મંત્રી, તમારા જેવા બુદ્ધિશાળી પણ જો રાજાને ન સમજાવી શકે અને આવા દુર્માર્ગમાં દેવોની સહાય માગે એ કેટલું અનુચિત કહેવાય.' મંત્રીએ કહ્યું-‘અમે રાજાને ઘણા સમજાવ્યા. તેઓ મરવા તૈયાર થયા પણ માનવા તૈયાર નથી. દેવીએ કહ્યું-‘કોઈની પરણેતર માટે આવો વિચાર પણ અનર્થકારી છે. હજી કહું છું કે રાજાને સમજાવો. કદાચ સૂર્ય પશ્ચિમદિશામાં ઉગે અને ચાંદમાંથી આગ ઝરે છતાં એ સતી નારી પ્રાણાંતે પણ રાજાને વશ નહીં થાય.’ મંત્રીએ કહ્યું-‘આગળ જે થશે તે જોવાશે, ભલે એ રાજાને વશ ન થાય, પણ એને લાવવી અનિવાર્ય છે. એના વિના રાજા જીવી નહીં શકે.’ દેવીએ જણાવ્યું-‘જો તમારો અને રાજાનો આવો દુરાગ્રહ છે તો હું તે સ્ત્રીને લઈ આવું છું. એનું જે પરિણામ આવે તે તમે ભોગવજો પણ હવે પછી આવા કોઇ કાર્ય માટે મને યાદ કરતાં નહીં.' એમ કહી રિવાહન પાસે સૂતેલી અનંગલેખાને ઉપાડી રાજમહેલમાં મૂકી દેવી ચાલી ગઈ. અનંગલેખાને જોતાં જ રાજા મુગ્ધ થઈ ગયો. રાજાએ નમ્રવચનોથી બોલાવી. અનંગલેખા ફરી ગયેલી અને નવી જ પરિસ્થિતિ જોઈ ડઘાઇ ગઇ. થોડીવારે તેણે સ્વસ્થતા મેળવી, વાસ્તવિકતા પામી, ધીરતા કેળવી રાજાને કહ્યું-‘તમારી વૃત્તિ તમે ન બોલો તો પણ જણાય છે, તમારે હવે એટલું સારી રીતે જાણી લેવું જોઈએ કે હું તમને પ્રાણ આપીશ પણ શરીર કે શીલ નહીં આપું.’ ન રાજાએ વિચાર્યું ‘નવી પરિસ્થિતિમાં નારી ના જ પાડે, સ્ત્રી સ્વભાવે જ વિચિત્ર હોય છે. તેના પતિથી દૂર સાવ અજાણી જગ્યાએ મને જોતાં જ મારી વાત કેમ માની લે ? થોડા જ સમયમાં બધું સારૂ થઇ જશે, એ પોતેજ મારાથી પ્રસન્ન રહેશે.' એમ વિચારી સારા મહેલમાં બધી સગવડ અને અનેક દાસીઓની સેવા વચ્ચે અનંગલેખાને મૂકી રાજા સ્વસ્થાને આવ્યો છતાં અનંગલેખા કારાવાસ જેવું દુઃખ ભોગવતી ઈષ્ટદેવની જેમ હરિવાહનનું સ્મરણ કરવા લાગી. હરિવાહનના પેલા બંને મિત્રો જે હાથીથી ત્રાસી જંગલમાં વિખુટા પડી ભાગી ગયા હતા તેઓ ચાલતાં ચાલતાં ઘોર અરણ્યમાં જઈ ચડ્યા. ત્યાં વાંસના ઝુંડ વચ્ચે કોઈ મંત્રસાધક સાધના કરતો હતો. તેણે આ બંનેને જોઇ કહ્યું-‘આવા અરણ્યમાં તમે નિર્ભય થઇને ફરી શકો છો તેથી તમારી સાહસવૃત્તિ સ્હેજે સમજાય છે. હે મહાનુભાવો ! હું તમારું સ્વાગત કરૂં છું. અહીં વિદ્યાસિદ્ધિ માટે સાધના કરૂં છું પણ ઉત્તરસાધકના અભાવે સ્થિરતા આવતી નથી ને કાર્યસિદ્ધ થતું નથી. તમે ઉત્તરસાધક થાવ તો મારું કામ થાય.' તેમણે સ્વીકાર કર્યો ને થોડી જ વારમાં તેની વિદ્યા સિદ્ધ થઇ. અતિ પ્રસન્ન થઇ ઉપકારીનું ઋણ યાદ કરી તે સિદ્ધપુરુષે બંને મિત્રોને પાઠસિદ્ધ ત્રણ વિદ્યા આ પ્રમાણે આપી. (૧) અદૃષ્ય અંજની, જે આંજતા અદૃષ્ય થવાય. (૨) શત્રુ-સૈન્યસંમોહિની, ગમે તેવી પ્રબળ સેનાનું સંમોહન થાય. અને (૩) વિમાનકારિણી, આકાશમાં સંચરે તેવું વિમાન બનાવી શકાય. વિદ્યાઓનો અતર્કિત લાભ મળતાં બંને મિત્રોના આનંદની અવધિ ન રહી. ત્યાંથી
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy