________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
-
ૐ હાં અહં નમઃ નમો નમઃ શ્રી ગુરુનેમિસૂરયે
શ્રી વિજયલક્ષ્મી સૂરીશ્વરજી વિરચિતઉપદેશપ્રાસાદ મહાગ્રંથ
ભાગ પહેલો (ગુજરાતી વિવરણ)
આત્મવૈભવ સ્વસ્તિશ્રી દેનાર વિશ્વભ્રાતા સુરપૂજ્ય સિધુતત્ત્વના, દીપો છો રવિચંદ્રથી ય અધિકાં આદીશ ! આનંદદા; નાભિરાજ-કુલાંબરે સુઉદયી ઓ જ્ઞાનભાનુ ! વિભો !, મોહાપાર દૂરે કર્યો સુવર્ણા ! કલ્યાણકારી પ્રભો !. ૧ કલ્યાણશ્રીના અજોડ હેત ઓ ત્રિલોકીના ધણી; આપો શાંતિઃ શાંતિનાથ જગને શાંતિની ઈચ્છા ઘણી. ૨ પીડા જાણી ફરી ગયા પશુતણી રથમાંથી ઉતર્યા વિના, સમજાવ્યો સંસાર લગ્ન બહાને રાજીમતીને ફના; જઇ ગિરનાર થયાં ગિરીશ પાળ્યો કંદર્પના દર્પને, મોહાસુર હણનાર નેમિ ભગવન્! આપો સદા હર્ષને. ૩ ગોડી થંભણ અંતરીક્ષ ચારુપ સેરિસા ને શામળા, નામે એક હજાર આઠ જેનાં વિખ્યાત તીર્થો ભલા; આજે પણ જેનો અચિંત્ય મહિમા વિસ્તરે છે વિશ્વમાં, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તમને મારી હજો વંદના. ૪ જે સાચા મહાવીર ઘોર તપસ્વી નિર્ભય ક્ષમામાં ધૂરિ, વર્ષાવી સંતપ્ત આ જગત પર વાણી-સુધા-માધુરી; જેના જ્ઞાન પ્રકાશપુંજ પાસે દેખાય જગ આ વામણું,