SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ ૧૨૫ આચાર્યશ્રીજીની તેના ઉપર કૃપા ઉતરી. તેના માતા-પિતાને બોલાવી તેમણે સમજાવ્યું કે-“આ બાળક દીક્ષા લેશે તો શાસનની મહાપ્રભાવના કરનાર અને અનેકને ધર્મ પમાડનાર થશે.” આ સાંભળી બપ્પ નામના તેના પિતાએ કહ્યું-“આપ જ્ઞાની છો, આપનું કહ્યું પ્રમાણ છે પણ અમારું નામ રહે એવું કરજો.” પછી તે બાળકની ભાવના મુજબ સારા ઉછરંગપૂર્વક દીક્ષા આપી અને પિતા-માતાના નામાનુસાર “બપ્પભટ્ટી' નામ પાડ્યું. ગુરુકૃપાએ સિદ્ધસેનસૂરિ પાસેથી તેમણે સરસ્વતીનો મંત્ર મેળવી આરાધ્યો. દેવીએ પ્રસન્ન થઈ કહ્યું-“તમે કાવ્યકળામાં નિપુણ થશો અને કોઈપણ રચનાનો આશય તરત સમજી શકશો બપ્પભટ્ટમુનિ સંયમ સાધનામાં-જ્ઞાનોપાસનામાં સાવધાન થયા. એકવાર તેઓ એક નિર્જન ઉપાશ્રયમાં બેસી કોઈ કાવ્યની પ્રશસ્તિ રચવામાં પરોવાયા હતા, ત્યાં ગોપગિરિ (ગ્વાલીયર)ના રાજા યશોવર્માના પુત્ર આમકુમાર ઘરેથી રીસાઈને ત્યાં ચાલ્યો આવ્યો. અતિ તેજસ્વી મુનિરાજને જોઈ તેમની પાસે આવી બેઠો અને તેમની બનાવેલી પ્રશસ્તિ વાંચવા લાગ્યો. યુવરાજ આમ પણ સંસ્કૃત ભાષાનો સારો જાણ અને સાહિત્યનો રસીયો હતો. તેણે પ્રાસ-વ્યાજ-શ્લેષાલંકારવાળી લલિત પ્રશસ્તિ જોઈ આનંદ દર્શાવ્યો. શ્રી બપ્પભટ્ટી જોડે આમને નિર્વ્યાજ પ્રીતિ બંધાઈ ગઈ. ત્યાંથી બંને મૂળ ઉપાશ્રયે ગુરુ મહારાજ પાસે આવ્યા. ગુરુ મહારાજે રાજકુમારને નામ પૂછતાં તેણે ખડીથી લખી જણાવ્યું પણ પોતાના મોઢે કહ્યું નહીં. આથી આચાર્યદેવે તેની યોગ્યતાનો પરિચય કર્યો. શ્રી બપ્પભટ્ટી સાથે આમકુમાર પણ અભ્યાસ કરવા લાગ્યો. એકવાર યુવરાજે મિત્ર મુનિને કહ્યું- હું આગળ જતાં રાજા બનું તો અવશ્ય મારે ત્યાં દર્શન દેજો, હું તમારો આદર અત્યારે તો શું કરું ?' કાળાંતરે યુવરાજ રાજા થયો. તેણે સહુ પ્રથમ મુનિ બપ્પભટ્ટીને સગૌરવ રાજધાનીમાં તેડાવ્યા. બહુમાનપૂર્વક રાજસભામાં આમંત્રી સિંહાસન પર બેસવા વિનંતિ કરી. મુનિએ કહ્યું-“આ તો આચાર્યશ્રીને યોગ્ય છે. મારાથી ત્યાં નહિ બેસાય.” આ સાંભળી રાજા આમને લાગ્યું કે મારે આમને આચાર્યપદવી અવશ્ય અપાવવી. આમરાજે શ્રી સિદ્ધસેનસૂરિજીને વિનંતિ કરી કે-“અમારા યોગ્ય અને સમર્થ ગુરુને આચાર્યપદથી સુશોભિત કરો.” અંતે શ્રી બપ્પભટ્ટને સૂરિપદ આપવામાં આવ્યું. રાજાએ મોટા મહોત્સવપૂર્વક પદપ્રદાનોત્સવ શોભાવ્યો. પછી બપ્પભટ્ટસૂરિજીને બહુમાનપૂર્વક રાજમહેલમાં પ્રવેશ કરાવી સિંહાસન પર બેસાડી વિનંતિ કરી કે “મારું રાજય આપશ્રી સ્વીકારો. તે ધર્મના રાજનું ઉદાહરણ બની રહેશે.” આચાર્ય બપ્પભટ્ટસૂરિ બોલ્યા-“રાજા અમારે ક્યાં અછત કે ઓછાશ છે? શરીર ઉપર પણ જ્યાં મમતા નથી ત્યાં રાજય જેવી ખોટી ખટપટ કોણ લે ?” તેમની નિઃસ્પૃહતા જોઈ રાજા તેમના ચરણોમાં ઢળી પડ્યો અને કાંઈપણ આદેશ દેવાનો આગ્રહ કરવા લાગ્યા. પછી આચાર્યશ્રીના ઉપદેશથી તેણે એકસો એક હાથ ઊંચો શ્રી મહાવીરસ્વામીનો મહાપ્રાસાદ બંધાવ્યો. તેમાં અઢારભાર સોનાની શ્રી મહાવીરદેવની ભવ્ય પ્રતિમા મહામહોત્સવપૂર્વક
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy