SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૧૧૫ ૧૧૫ 1 છે પણ તેમાં એક માત્ર સાચાં છે પણ તેમાં એક માત્ર સાઠીચોખાના ઓસામણની ખામી હતી. માટે તું ઉડીને પડતો હતો. ઓસામણવાળા લેપથી ઉડી શકાશે.” આચાર્યશ્રી વિહાર કરી ગયા પછી નાગાર્જુનનો ઉડવાનો પ્રયોગ સફળ થયો. ભાવના પૂર્ણ થઈ. એકવાર નાગાર્જુને ઘણા વ્યયે અને કષ્ટ સુવર્ણસિદ્ધિરસ તૈયાર કર્યો. થોડાંક ટીપાથી તાંબાનું સોનું થઈ શકે એવા રસની તુંબડી ભરી પ્રથમ પરમ ઉપકારી ગુરુ-મહારાજને આપવા માણસ મોકલ્યો. તેણે પાદલિપ્તસૂરિજી પાસે આવી સ્વર્ણરસનો મહિમા ગાયો, નાગાર્જુનની ભક્તિ વખાણી અને રસ અર્પણ કર્યો. ગુરુજીએ કહ્યું-“ભોળો છે નાગાર્જુન. અમારે શા ખપનો આ તમારો રસ? અમારે તો સોનું ને ઢેકું બંને બરાબર. અમારે નથી જોઇતો સુવર્ણરસ.” પણ પેલો કહેઆપે લેવો જ જોઈએ, હું પાછો ન લઈ જાઉં.' ઘણું કહ્યું છતાં તે ન માન્યો. એટલે આચાર્યશ્રીએ રાખમાં રસ રેડી દીધો અને ખાલી તુંબડી પાછી આપી. આ જોઈ હેબતાઈ ગયેલો માણસ રડવા બેઠો, તે તુંબમાં પોતાનું મૂત્ર ભરી શાંત્વના આપતાં આચાર્ય બોલ્યા-“આ નાગાર્જુનને આપજે, નિરાશ થવાનું કશું કારણ નથી. તે માણસ તુંબી લઈ નાગાર્જુન પાસે આવ્યો અને આખી બાબત કહી સંભળાવી. નાગાર્જુનને પણ આશ્ચર્ય સાથે ક્રોધ આવ્યો કે, “આ તે કેવી જડતા,! કોટિવેધરસને રાખમાં નાખ્યો, તેની જગ્યાએ પાછું મૂત્ર ભર્યું?” અને ખીજવાયેલા તેણે તે તુંબડી જોરથી મોટી શિલા ઉપર પછાડીને ફોડી નાંખી, પણ અરે ! આ શું મોટી પથ્થરની શિલા સોનાની થઈ ગઈ. તે બોલી ઉઠ્યો : મેં તો હજારો ક્લેશ વેઠીને રસસિદ્ધિ પ્રાપ્ત કરી ત્યારે ગુરુમહારાજના શરીરમાં તો તે સ્વાભાવિક રીતે જ પડી છે. તેમને શાની લિસા હોય ! તેઓ તો ઇચ્છાના ધણી છે. તેમને ધન્ય છે.” આમ નાગાર્જુને કલ્પવૃક્ષ જેવા ગુરુજીની દીર્ઘકાળ સેવા અને સ્તુતિ કરી. એકવાર શાલિવાહનરાજાની રાજસભામાં જૂદા જૂદા વિષયના ચાર પંડિતો લાખ લાખ શ્લોક પ્રમાણના ગ્રંથો લઈ ઉપસ્થિત થયા અને તે સાંભળવા રાજાને ભલામણ કરી. રાજાએ કહ્યું“મને એટલો અવકાશ ક્યાંથી હોય, !” તેમણે ગ્રંથો ટુંકાવી અડધાં-પચાસ હજાર શ્લોક પ્રમાણ કર્યા. તે સાંભળવા જેટલી પણ ફુરસદ રાજાને નહોતી. પંડિતોએ તે ગ્રંથો પણ અડધા કર્યા, પચ્ચીસ હજારના, દસ, પાંચ, બે, એક હજાર કરતાં માત્ર એકેક શ્લોક કર્યા, રાજા ચાર જણાના એક એક શ્લોક સાંભળવા પણ બહુ ઉત્સાહી ન થયો એટલે સર્વેએ પોતાના ગ્રંથોનો સાર એકેક પદમાં સમાવ્યો એટલે એકજ શ્લોકમાં ચારે પંડિતોના ગ્રંથોનો સાર આવી ગયો. તે સાંભળવા રાજા રાજી થતાં આયુર્વેદના પંડિત યાત્રેયે આખા આયુર્વેદનો સાર જણાવતાં કહ્યું, “જીર્ષે ભોજનમાત્રેયઃ' અર્થાતુ આત્રેય એમ કહે છે કે, “એકવાર જમેલું પચી જાય પછી જ જમવું.” બીજા કપીલ નામના ધર્મશાસ્ત્રીએ કહ્યું, “કપીલઃ પ્રાણિનાં દયા' એટલે કે “ધર્મશાસ્ત્રનો નિચોડ એ છે કે પ્રાણિઓ ઉપર દયાશીલ થવું. ત્રીજા બૃહસ્પતિ નામક પંડિતે નીતિશાસ્ત્રનો મર્મ સમજાવતા કહ્યું “બૃહસ્પતિરવિશ્વાસઃ' એટલે કે, “નીતિશાસ્ત્રનો સાર છે કે કોઈ પર વિશ્વાસ
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy