SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧ જ છે ત્યાં સારી રાજસભા અને વિદ્વાન પંડિતો છે.” તેઓનો રાજસભામાં વાદ મંડાયો. તેમાં શ્રી વૃદ્ધવાદીનો જ જય થયો. સાચી પ્રતિજ્ઞાવાળા સિદ્ધસેને વૃદ્ધવાદીને ગુરુ બનાવ્યા અને પોતે દીક્ષા લીધી, આગળ જતાં સિદ્ધસેનમુનિ પરમગીતાર્થ, મહાકવિ અને સમર્થશાસ્ત્રવેત્તા થયા. ગુરુજીએ તેમને આચાર્યની પદવી આપી. તેઓ સિદ્ધસેનસૂરિના નામથી પ્રસિદ્ધ થયા. જાણે ગુરુનો વારસો મળ્યો હોય તેમ તેઓ પણ વાદવિદ્યામાં અતિદક્ષ થયા. અનેક ગામમાં વિચરી ભવ્યજીવો પર ઉપકાર કરતા તેઓ અવંતી પધાર્યા. સર્વજ્ઞ પુત્ર તરીકેની શ્રી સિદ્ધસેનસૂરિજીની ખ્યાતિ અવંતીના રાજમહેલમાં પણ પહોંચી ગઈ હતી. એકવાર રાજા વિક્રમ હાથી પર બેસી જતા હતા અને સામેથી શ્રી સિદ્ધસેનસૂરિજી આવતા હતા. | વિક્રમરાજાને સર્વજ્ઞપુત્રત્વની પરીક્ષાનો વિચાર આવ્યો ને તેમણે અંબાડીએ બેઠા બેઠા માથું નમાવ્યા વિના મનથી નમસ્કાર કર્યો. શ્રી સિદ્ધસેનસૂરિજીએ મોટેથી ધર્મલાભનો આશીર્વાદ આપ્યો. હાથીથી હેઠા ઊતરી રાજાએ પૂછયું-“વંદન પૂર્વેજ કેમ આશિષ આપી? સૂરિજી બોલ્યાતમે ભાવથી મનમાં વંદન કર્યા પછી જ મેં આશિષ આપી છે.” રાજા બોલ્યો-“સાચે જ તમે સર્વજ્ઞપુત્ર છો. પણ તમે ધર્મલાભ કેમ કહ્યું?” તેઓ ઉત્તર આપતાં બોલ્યા-“રાજન્ ! સારા પ્રતાપ ધર્મના છે. દીર્ઘ આયુષ્ય નારકોને પણ મળે. સંતાનની બહુલતા કુકડા આદિને પણ હોય. ધનના મોટા નિધાનો સર્પ, ઊંદર અને નોળીયા જેવા તિર્યંચને પણ અનાયાસે મળી જાય. એક વસ્તુ હોય તો બીજીના વાંધા પડે બધું મળે છતાં સુખ શાંતિ મળે કે ન મળે. માટે સર્વસુખને આપનારો એવો કલ્યાણમય ધર્મલાભ તમને કહ્યો. ધર્મનો લાભ થાય તો બધા લાભ હાથવેંતમાં જ છે.” રાજી થયેલા રાજાએ ઢગલાબંધ ધન તેમના ચરણોમાં મૂક્યું પણ નિઃસ્પૃહ મુનીન્દ્ર શ્રી સિદ્ધસેનજીએ અસ્વીકાર કરતાં રાજાએ તે ધન સંઘને સોંપ્યું અને જીર્ણોદ્ધાર આદિમાં તેનો ઉપયોગ થયો. એકવાર શ્રી સિદ્ધસેનસૂરિજી વિચરતા વિચરતા ચિત્તોડગઢ આવ્યા. ત્યાં એક થાંભલામાં પૂર્વેના આમ્નાયના ગ્રંથો ભંડારેલા હતા. તે ઉપર એવી ઔષધિના લેપ કર્યા હતા કે જળઅગ્નિના ઉપદ્રવથી પણ પુસ્તકો સુરક્ષિત રહે. આ ગુપ્ત વાત સિદ્ધસેનસૂરિજી જાણી ગયા. સૂંઘી સૂંઘીને તેમણે લેપની ઔષધિ ઓળખી અને તેની પ્રતિસ્પર્ધી ઔષધિના સિંચનથી તેમણે કમળ ઉઘડે તેમ થાંભલો ખોલ્યો. ગોઠવેલા પુસ્તકોમાંથી એક પુસ્તક ઉપાડ્યું. તેના પહેલા પાનામાં સરસવવિદ્યા અને સ્વર્ણવિદ્યાનું વિધાન લખવામાં આવ્યું હતું. તે સમજી જયાં બીજું પાનું વાંચવા લાગે છે ત્યાં અધિષ્ઠિતદેવીએ પુસ્તક ખુંચવી લીધું-સ્તંભ બીડાઇ ગયો. આશ્ચર્ય પામેલા સિદ્ધસેનસૂરિજી ત્યાંથી વિહાર કરી કુમારપુર આવ્યા. ત્યાંના રાજા દેવપાળે ગુરુ મહારાજને પ્રાર્થના કરી કે હું બહુ સંકટમાં છું. સીમાડાના બળવાન રાજાએ આક્રમણની તૈયારી કરી છે અને મારી રક્ષા ધર્મ સિવાય કોઈ કરી શકે તેમ નથી. માટે આપના શરણમાં આવ્યો છું. ભાવી લાભ જાણી શ્રી સિદ્ધસેનસૂરિજી સરસવવિદ્યાના પ્રભાવે રાજાને વિજય અપાવ્યો. રાજા સૂરિજીનો અનન્ય ભક્ત થયો અને ધર્મની આરાધનામાં પણ ઉદ્યમશીલ થયો. શ્રી
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy