SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ૨૦ ત્રીજા પ્રભાવક પ્રમાણ ગ્રંથોના અથવા સિદ્ધાંતના બળથી જે પરમતનો ઉચ્છેદ કરે તે વાદી પ્રભાવક કહેવાય. જેનાથી પદાર્થની સિદ્ધિ થાય તે પ્રમાણ કહેવાય. વાદલબ્ધિવાળા મહાત્માઓ પ્રમેયપ્રમાણના બળે સામાની દોષિત યુક્તિને તરત અકાઢ્ય યુક્તિપૂર્વક નિરસન કરી શકે છે. તેથી જિનમતના જયજયકારના પડઘાં દૂર-સુદૂર સુધી પડે છે. ચાર્વાક માત્ર એક પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. બૌદ્ધો પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ એમ ત્રણ પ્રમાણ માને છે. ન્યાયશાસ્ત્રને પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ અને ઉપમાન આ ચાર પ્રમાણ માન્ય છે. પ્રભાકરના મતમાં પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમા અને અર્થપત્તિ એમ પાંચ પ્રમાણ માનવામાં આવ્યા છે. ભટ્ટના મતે આ જ પાંચ પ્રમાણ માન્ય છે. અને શ્રી જિનેન્દ્ર મતમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રમાણ માનેલા છે. અર્થાતુ આ બે પ્રમાણમાં સર્વ પ્રમાણો અંતર્ગત હોય છે. વર્તમાન વ્યવહારનાં ગ્રંથોમાં જે પ્રમાણ વ્યાવર્તિત હોય તેના તલસ્પર્શી જ્ઞાતા વાદશક્તિના આધારે પરવાદી પર વિજય પ્રાપ્ત કરી શકે છે. તેઓ આ રીતે શાસનની પ્રભાવના કરનારા હોઈ વાદી પ્રભાવક હોય છે. તર્કશક્તિની અજોડ પ્રતિભા શ્રી મલ્લવાદીસૂરિજીમાં હતી. મલવાદીસૂરિજીની કથા ભરૂચનગરમાં બૌદ્ધોનું પ્રાબલ્ય વધી રહ્યું હતું. રાજા પણ તેમને મહત્ત્વ આપતા થઈ ગયા હતા. બૌદ્ધાનંદ નામના બૌદ્ધ આચાર્ય પોતાના શિષ્યાદિ સાથે ત્યાં પ્રાયઃ રહેતા હતા. એકવાર શ્રી જીવાનંદસૂરિજી ત્યાં પધાર્યા. બૌદ્ધાનંદે તેમને વાદ માટે આહ્વાન આપ્યું. જીવાનંદસૂરિ પ્રખર વિદ્વાન હતા. પણ ભોળાભાવને લીધે વાદીની કપટકળાને જાણી ન શક્યા અને પરાજય પામ્યા. ખૂબ જ શર્મદા થઈ તેઓ વિહાર કરી વલ્લભીપુર (વળા) આવ્યા. ત્યાં તેમની બહેન દુર્લભદેવીના અજિત, યક્ષ અને મલ્લ નામના ત્રણ પુત્રોને દીક્ષા આપી. તેમાં મલ્લ તીક્ષ્ણ પ્રજ્ઞાવાળા હોઈ પ્રકાંડ વિદ્વાન થયા. એક વાર મલ્યમુનિ જ્ઞાનકોષમાં ભંડારેલ દ્વાદશાર નયચક્ર' નામક ગ્રંથ કાઢી કૌતુકથી વાંચવા લાગ્યા. તેમણે એક શ્લોક વાંચ્યો ત્યાં દેવીએ તેમના હાથમાંથી ગ્રંથ ઝુંટવી લીધો. ગુરુ મહારાજ અન્યત્ર વિહારમાં હતા. ત્યારે આવા પ્રસંગથી મલ્લ ઘણા ખિન્ન થયા અને તેમણે આખી ઘટના સંઘ સમક્ષ નિવેદન કરી. ત્યાર બાદ મલ્લમુનિએ પ્રતિજ્ઞા કરી કે જયાં સુધી દ્વાદશાર નયચક્ર ઉપલબ્ધ નહીં થાય ત્યાં સુધી મારે છએ વિગઈનો ત્યાગ. તેઓ છઠ્ઠને પારણે વાલથી પારણું કરતા. એકવાર શ્રુતદેવીએ રાત્રિના સમયે ભર ઊંઘમાં સૂતેલા મલ્લમુનિને પૂછયું - “શું મીઠું?' તેમણે તરત ઉત્તર આપ્યો કે - “વાલ મીઠાં.' ફરી છ મહિના બાદ દેવીએ પૂછયું-“નહીં?” (અર્થાત્ શું મીઠું નહીં) મલમુનિએ કહ્યું
SR No.022157
Book TitleUpdesh Prasad Part 01
Original Sutra AuthorN/A
AuthorVishalsensuri
PublisherVirat Prakashan Mandir
Publication Year2010
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy