SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ સનાતન જિન ફેબ્રુઆરી ૧૯૦૬ પુસ્તક ૧ લું અંક ૭ મે, શ્રી ધર્મ રત્ન પ્રકરણ નામનો—એક ગ્રંથ પાલીતાણા જૈન ધર્મ વિદ્યા પ્રસારક વગે તરફથી ભેટ દાખલ મળે છે. એ ઉપકાર સાથે સરકારીએ છીએ, તેમાં શ્રાવકના એક વિશ ગુણનું વર્ણન આપ્યું છે, અને તે સાથે તે તે ગુણની ૨૧ કથાઓ આપવામાં આવી છે. આ ગ્રંથ એ થાઓ ને ગુણેના વર્ણનથી ભરેલું છે, તે વાંચવા લાયક છે. પાનગઢ ફાગણ સુદી ૧૩ને ગુરૂવાર લી. મુનિ મેહનવિજયજી પંડિત શ્રી માનવિજયસુરિ રચિત “ શ્રી ધર્મ સંગ્રહ” તથા શ્રી દેવેંદ્રસુરિ રચિત “ શ્રી ધર્મરત્ન પ્રકરણ” નામના બે અતિ ઉત્તમ પ્રથે ભેટ તરીકે અભિપ્રાય જણાવવા અર્થે આપણુ વર્ગ તરફથી મોકલવામાં આવ્યા છે, તે અમને પિહોંચ્યા છે. વાંચતાં એટલો બધો આલ્હાદ ઉત્પન્ન થાય છે કે, એ બે ગ્રંથ શ્રાવકને બેધ લેવા માટે અવશ્ય ઉપયોગી થઈ પડવા જોઈએ. હમણુના વખતમાં ધણું ગ્રંથો બહાર પડ્યા છે, પણ આ ગ્રંથ તેના કરતાં પણ વિશેષ ચઢીઆતા થઈ પડે, એ આશય સમજવામાં આવે છે. ભાપાંતર ઘણુંજ સરસ, શુદ્ધ, અને સરળ રીતે કરવામાં આવ્યું છે મૂળ સાથે માગધી તેમજ સંસ્કૃત લેકે અને ટીકા ભાષાંતર સાથે આ ગ્રંથ કરવામાં આ વર્ગ અતિ પ્રયાસ કર્યો છે. શેઠીઆઓએ ગ્રંથ છપાવવા માટે જે રકમો આપી છે, તે સ્તુતિપાત્ર છે. આ પ્રમાણે સત્કાર્યો કરનાર શેઠીઆઓ ભવિષ્યને વિષે આવાં કાર્યો કરવા, કરાવવામાં વિશેષ ઉદ્યમવંત થઈ પુણ્ય ઉપાર્જન કરશે, એવી આશા છે. દરેક જેને આ ગ્રંથમાંની એકેક નકલ ધનના સં. ગ્રહ માફક પિતપતાના ઘરમાં બધાર્યો ખરીદ કરવી જોઈએ છીએ, એવી અમારી ખાસ ભલામણ છે. આ ગ્રંથના જેવા જ બીજા પ્રથે આવીજ ઢબમાં પ્રગટ કરવામાં આવે તે, તે સાધુ તેમજ શ્રાવક આદિને મનન કરવા માટે ઘણુજ પ્રિય થઈ પડશે, બાઈન્ડીંગ તેમજ પુંઠાં ઘણુંજ સારાં છે. કાગળ જે કઈ વધારે જાડા વાપરવામાં આવશે તે ભવિબમાં ફાટવાની દહેશત રહેશે નહીં, માટે કાગળ જાડા વાપરવા મારી છેવટની ભલામણું છે. શ્રાવકના એકવીશ ગુણે ઉપર જે કથાઓ આપવામાં આવી છે, તે ઘણી જ બોધદાયક, અને રસીક છે. મનુષ્ય જન્મ, અને ધર્મરૂપ રત્નનું વિવેચન ધાર્મિક જનને પુષ્ટિ કરવા માટે શ્રેય છે. જેવી રીતે ગુજરાતી ભાષા સમજવાવાળા માટે આ ગ્રંથમાં ગુજરાતી ભાષાંતર વપરાયેલું છે, તેવી જ રીતે હિંદુસ્તાનીઓને હીદી ભાષા વાપરીને ગ્રંથ પ્રગટ કરવામાં આવે, તે તે ઘણુંજ શ્રેય ગણાશે.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy