SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ખાણ મેળવી શકે છે. ત્યાં પણ ચિંતામણીની માફક જિનભાષિત ધર્મરૂપ ચિંતામણી પ્રાપ્ત થ દુર્લભ છે. પણ તેવા મણિને પુણ્યરૂપ ધનવાન જયદેવ સમાન પ્રાણી મેળવી શકે છે, અને પુણ્ય વગરનો પશુપાળ સમાન પ્રાણ તેને મેળવી શકતા નથી, અને કદિ મેળવી શકે, તે તે તેને ગુમાવી દે છે. આવું મનોરંજક દસ્કૃત આપી અંધકાર ઉદ્દઘાત પૂર્ણ કરે છે, અને તે ધર્મ રત્નને કેવા ગુણવાળા મનુષ્ય યોગ્ય થાય, તેવો આક્ષેપ કરી ગ્રંથને આરંભ કરે છે. ધર્મની ગ્યતા ધરાવનારા પુરૂષમાં કેવા ગુણ જોઈએ ? તે ગુગુને નામવાર દર્શાવે છે, જે ગુણોની સંખ્યા એકવીશની છે. તે પ્રત્યેક ગુણને માટે ઉત્તમ વિવેચન કરી, તે વિષે ઉતમ દષ્ટાંતરૂપ કથાઓ આપે છે. કથાઓમાં ગ્રંથકારે પિતાની બુદ્ધિનું સામર્થ્ય સારું દર્શાવ્યું છે. અન્વય અને વ્યતિરેકથી કથા દષ્ટાંત દર્શાવી, વાચકનાં અંતઃકરણ શુભ સંસ્કારથી રસભરિત અને તે તે ગુણના રાગી કરવાને તેમાં સારું મથન કરવામાં આવ્યું છે. દરેક કથા આઘત વચ્ચા પછી તે તે ગુણ ઉપર હદય સાવશ વર્તી તથા સ્વરસે કરી પ્રવૃત્ત એવું રસિક થઈ જાય છે. : આવા ગુણદર્શક 2 જૈન પ્રજાની આગળ અવશ્ય મુકવાની જરૂર છે. કારણ કે જેને પ્રજાના જ્ઞાનોદય યુગ હજુ આરંભાય છે. સારાસારની પરીક્ષા કરવા ઉપર અધિક લક્ષ રાખી તથા યથાશક્તિ વિવેકી થવાના પવિત્ર પાઠે હજુ તેમને શીખવાના છે, તેવા યુગના આરંભ કાળે આવાં આવાં ઉત્તમ પુસ્તક દેશી ભાષામાં ઉતારી તેમની આ ગળ ધરવાથી ઉભયને મહાન લાભ પ્રાપ્ત થાય છે. જૈન ગ્રંથકારેની પદ્ધતિને મને આજ સુધીમાં જે કાંઈ અનુભવ થયો છે, તે ઉપરથી એટલું કહેવાની મને હિમ્મત આવે છે કે, જૈન ગ્રંથકારો પ્રાયે કરીને સંયમધારી હોય છે, અને તેથી તેઓનાં હદય હમેશાં ઉચ્ચ ચારિત્રથી વાસિત હોય છે. આથી કરીને જયારે તેઓ ગ્રંથ લખવા તત્પર થાય છે, ત્યારે તે પિતાના હદયનો આનંદ બીજા અધિકારી મનુષ્યના હૃદયમાં રેડી તૃપ્ત પામી સંતોષ સાથે આનંદનો અનુભવ આપે, તેવી ગ્રંથ રચના રચે છે. પ્રાચીન સાહિત્યકારને એવો સિદ્ધાંત છે કે, કવિ કે ગ્રંથકાર પિતાને મળેલે ઉંચો અને શુદ્ધ આનદ અન્ય હદમાં રેડવાની ચંચળતાથી તેમનામાં લેખનકળા જન્મ પામે છે, તે વસ્તુ આ ગ્રંથના લેખમાં જણાય છે. - આ ગ્રંથમાં દરેક ગુણ ઉપર આવેલી કથાઓ ધામક અને કાંઈક સાંસારિક વસ્તુઓથી ભરેલી છે. કથાના પ્રસંગમાં સંક્ષિપ્ત વર્ણનો, બેધક વાક, અને ધાર્મિક સત્ય વચને વાચકને વાંચનના રસમાં ઝુલાવતાં કથાને આદિથી અંત સુધી વાંચવાની જીજ્ઞાસા કરાવે છે. ભાષાંતરની ભાષા સરળ છે, કોઈ કોઈ સ્થળે અલ્પ રસને આભાસ થાય છે, તથાપિ એકંદર મૂળનો અર્થ સમજી શકાય તેવી પદ્ધતિ રાખેલી છે. જે કાંઈ અલ્પ સ્ત્રાભાસ દેખાય છે, તે ભાષા લેખકના દેશની પદ્ધતિને લઈને થયેલ હોય તેમ લાગે છે. મૂળ સાથે રાખી બરાબર અર્થ કરી અભ્યાસ કરવા ધારે, તો પણ તે બની શકે તેમ છે.
SR No.022155
Book TitleDharmratna Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorDevendrasuri
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year1906
Total Pages324
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy