________________
૧. ૧૦૮ બોલ સંગ્રહ એંગેને કિંચિંત પરિચય
પૂ. ઉપાધ્યાયજી શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ દ્વારા નિર્માણ થયેલા ૧૦૮ બેલની માત્ર એક જ પ્રતિ મલી, એમાંયે પ્રથમ પાનું ન હતું. આ પ્રતિ મૂળ આદર્શની (પાછળથી લખાયેલી) નકલ છે. મહાન દુર્ભાગ્ય એ છે કે એમની કૃતિની બીજી નકલ જ બહુ જ ઓછા ગ્રંથની મળે છે. તાત્વિક, ચર્ચાત્મક, દાર્શનિક, તાર્કિક ગ્રંથની તો બીજી પ્રતિ મળી જ નથી. જે વધુ સંખ્યામાં મળે છે તે તેમની ગુજરાતી કૃતિઓની જ મળે છે. જેમાં રાસ, સ્તવને, પદે વગેરે હોય છે. એટલે સ્વાભાવિક જ છે કે લેકભાગ્ય સાહિત્ય વધુ પ્રમાણમાં લખાય અને તાત્વિક ને વિદભાગ્ય કૃતિઓના ભણનારા પણ કેટલા ?
જેન પરંપરામાં તત્ત્વજ્ઞાન વગેરેની છૂટક ટક બાબતની કરેલા સંગ્રહને બેલ શબ્દથી ઓળખાવાય છે. આ કૃતિ સત્તરમી અઢારમી શતાબ્દીમાં જે ગુજરાતી ભાષા બોલાતી–લખાતી તે જ ભાષામાં જ રચાએલી છે. એટલે મારી ઈચ્છા સત્તરમી સદીની ભાષાને એકવીસમી સદીમાં લાવી મૂકવાની પ્રબળ ઈચ્છા હતી. અને એથી
ડું ભાષાંતર લખ્યું પણ ખરું, પણ પછી મારા અન્ય વ્યસ્ત સંજોગોને કારણે સમય મેળવી ન શક્યો. જે તે થયું હોત તો આ ગ્રંથનું અધ્યયન સહુ કરી શકત. સહુને સંતોષ થાત. હવે અત્યારે
* સ્થાનકવાસી સમાજમાં બોલની જગ્યાએ “કડા” શબ્દ વપરાય છે.