________________
न्यायाचार्य न्यायविशारद महोपाध्याय
श्रीमद् यशोविजयजी गणिवर्य विरचितઅઢારસહસ શીલાંગ રથ સંગ્રહ-સાથે
નોંધ:- ૧૭ મી ૧૮ મી શતાબ્દિમાં જનતા ગુજરાતી જે બેલી બેલતી હતી તેજ બોલીમાં ગાથાઓના અર્થો લખ્યા છે. એ વાંચવાથી એ સમયે શબ્દ, ક્રિયાપદ કેવા સાનુસ્વાર હૃક્ષારાત, ૩છારાન્ત પ્રધાન બોલાતા હતા તેની ઝાંખી થશે.
આ કૃતિમાં જે મૂલ ગાથાઓ છે તે સામાન્ય ફેરફાર સાથે અન્યત્ર ઉપલબ્ધ હોવાથી સંપૂર્ણ રચના ઉપાધ્યાયજીની છે એમ કહેવા કરતાં ઉપાધ્યાયજી ભગવંતની અગાધ બુદ્ધિને સ્પર્શ પામેલી છે એમ કહેવું વધુ યોગ્ય રહેશે.
ઉપાધ્યાયજીની કેટલીક કૃતિઓમાં થોડું ઘણું આવું દર્શન જેવા મળે છે.
આ કવિ ઉપાધ્યાયજીની જ છે એવું ચેકસ કહેવા માટે ઉપાધ્યાયજીની બીજી કૃતિઓમાં જે પુરાવાઓ મળે છે તે આમાં નથી એટલે કે નથી આમાં મંગલાચરણ કે નથી એમને મન ખાસ ઉપાસ્ય એવા બીજ મંત્રનો ઉલ્લેખ, નથી અન્તમાં પ્રશસ્તિ કે નથી એમની ખાસીયત મુજબ ગ્રન્થાન્તરના કેઈ સાક્ષીભૂત પાઠો. - જે પ્રતિ ઉપરથી પ્રેસ કોપી કરીને છાપી એ પ્રતિ ઉપાધ્યાયજીના સ્વર્ગગમન પછી ૫૦ વરસબાદ લખાયેલી છે. આ બધા કારણે આખરી સત્ય શોધવું રહ્યું.
એમ સવાલ ઉઠાવી શકાય કે તે પછી શું કામ છપાવી ? તો એકજ કારણે, પ્રતિના અન્તમાં યશોવિર્ગ) નામની આગળ મહોપાધ્યાય એ શબ્દ હતો. સામાન્ય રીતે આવું વિશેષણ ન્યાયવિશારદથી ઓળખાતા યશ વિજયજી માટે જ વપરાય છે એવી જનસમૂહમાં પ્રસિદ્ધિ છે.
–સંપાદક,