________________
પ્ર. ૨ સમ્યક્ત્વના સડસઠ જે
૮. પાંચ લક્ષણે- શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક, તેનું સ્વરૂપ પૂર્વે જણાવ્યું છે.
૯. છ જયણું- પૂર્વે સમકિતની પ્રતિજ્ઞા માં કહ્યું તેમ અન્યધમીઓના ગુરુઓ પરિવ્રાજક, તાપસ, સંન્યાસી કે દિગમ્બર જૈન સાધુઓને પણ તથા તેના વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા, આદિ દેને અને તેઓએ પિતાના દેવ તરીકે સ્વીકારેલાં શ્રી જિનબિંબને પણ ૧. વન્દન, ૨. નમન, ૩. આલાપ, ૪. સંલાપ૫. દાન અને ૬. અનુપ્રદાન નહિ કરવું, એ સમ્યકત્વની રક્ષામાં-નિર્મળતામાં હેતુ હોવાથી સમ્યક્ત્વની છે જયણા જાણવી. (તેમાં અનુકંપા બુદ્ધિથી દાન દેવાને નિષેધ નથી. ઔચિત્યદાન અનુકંપાદાન સમકિતના આચારે છે.)
૧૦. છ આગારે- ૧. રાજા, ૨. સ્વજનાદિ કે અન્ય સમુહરૂપી ગણ, ૩. ચારલુંટારાદિ બલીઠેનું બળ, ૪. કુલદેવી કે અન્યદુષ્ટદેવ-દેવીઓ, ૫. માતા-પિતાદિ ગુરુવર્ગ એ પાંચના આગ્રહથી અને ૬. આજીવિકાની વિષમતા કે અટવી આદિ સંકટ પ્રસંગે તથાવિધ સત્ત્વના અભાવે સમકિત વિરૂદ્ધ આ અપવાદ સેવવા પડે તેને છ આગારે કહ્યા છે. જે સત્ત્વશાળી પ્રાણાન્ત પણ ધર્મથી ચલિત ન થાય, તેને આ આગા રે સેવવા યોગ્ય નથી. (શાસ્ત્રમાં માતા, પિતા, વિદ્યાગુરુ, એ ત્રણેની જ્ઞાતિઓ એટલે તેઓના સ્વજન-સંબંધીઓ, સમાજના વૃદ્ધ પુરુષ અને ધર્મોપદેશક ગુરુઓ, એ દરેકને ગુરુ કહ્યા છે, માટે તેઓનું વચન અનુલ્લંઘનીય છે.)
૧૧. છ ભાવના- છ પ્રકારે સમ્યકત્વના મહિમાને વિચારે તે છ ભાવના છે. તેમાં ૧. મુળ – વૃક્ષને મૂળની જેમ ધર્મરૂપી વૃક્ષનું મૂળ સમકિત છે, સમકિતના બળે જ ધર્મવૃક્ષ મક્ષ ફળને આપે, ૨. દ્વાર- નગરના દ્વારની જેમ ધર્મ રૂપી નગરમાં પ્રવેશ માટે સમક્તિ દ્વાર છે, તેના દ્વારા ધર્મમાં પ્રવેશ થાય અને ધર્મનાં તરને જાણી શકાય. ૩. પીઠિકામહેલને પાયાની જેમ ધર્મરૂપી મહેલને પાયા સમકિત છે તેના આધારે જ ધર્મરૂપી મહેલ નિશ્ચલ રહી શકે. ૪. આધાર- વિશ્વને આધાર પૃથ્વી, તેમ ધર્મશાસનને આધાર સમકિત છે, એના આધારે શ્રીસંઘનું તંત્ર વ્યવસ્થિત ચાલે. ૫. ભાજન- દૂધ-ઘી વગેરે રસનું આસ્વાદન ભાજદ્વારા થાય તેમ જ્ઞાન-ક્રિયાને રસ સમકિતરૂપી ભાજન દ્વારા અનુભવી શકાય, સમકિત વિના જ્ઞાન-ક્રિયાને રસ ચાખી શકાય નહિ. ભાજન વિના રસ રહી શકે નહિ તેમ સમકિત વિના જ્ઞાન-ક્રિયારૂપ ધર્મ ટકી શકે પણ નહિ. ૬. નિધિ- મણ, મેતી, સુવર્ણ, વગેરેની રક્ષા તિજોરી કે ભંડારથી થાય, તેમ ક્ષમાદિ ધર્મો અને જ્ઞાનાદિ રને સમકિતથી સુરક્ષિત રહી શકે, અન્યથા મિથ્યાત્વ, અજ્ઞાન, વિગેરે લુંટારા ધમધનને લૂંટી જાય. એમ છ પ્રકારે સમ્યકત્વના મહિમાને હૃદયમાં સ્થિર કરે તે જ ભાવના જાણવી.
૧૨. છ સ્થાને – આત્મા છે, નિત્ય છે, ર્તા છે, લતા છે, તેને મોક્ષ છે અને