________________
શ્રાવકના ૨૧ ગુણે
૪૩
એમ ગૃહસ્થને સામાન્યધર્મ, વિશેષધર્મ અને સાધુધર્મ, એ ત્રણેની યેચતા ભિન્ન ભિન્ન કહી, છતાં તે ત્રણેની ભૂમિકારૂપે તે ઉપર કહેલા એકવીશ ગુણો જાણવા. એક જ ભૂમિકા ઉપર રંગેની વિચિત્રતાથી જુદાં જુદાં ચિત્ર બને તેમ અહીં ત્રણેની એગ્યતા માટે જે જે ગુણે કહ્યા તે ગુણના બળે જીવ તે તે ધર્મને પામી શકે છે. ધર્મરત્ન પ્રકરણમાં કહ્યું છે કે આ એકવીશ ગુણવાળો જીવ પિતાની યેગ્યતા પ્રમાણે ગૃહસ્થને અને સાધુને પણ ધર્મ પામી શકે છે. અહીં વીસમા મૂળ શ્લોકમાં પણ સંવેગી, તત્વજ્ઞ, વગેરે ગુણે કહ્યા તે આ એકવીશ ગુણના સંગ્રહરૂપ છે. એમ સદ્ધર્મની ગ્યતાનું વર્ણન કર્યું. હવે ગૃહસ્થના વિશેષ ધર્મનું સ્વરૂપ કહીશું.
અહીં ધમસંગ્રહ પહેલા ભાગનો પહેલે વિભાગ પૂર્ણ થયે.
એ રીતિએ પરમ ગુરૂભટ્ટારક શ્રી વિજયાનન્દસૂરિશિષ્ય, પંડિત શ્રી શાન્તિવિજય ગણિ ચરણસેવી, મહેપાધ્યાય શ્રી માનવિજય ગણિ વિરચિત પણ ધર્મસંગ્રહની ટીકામાં સામાન્ય ગૃહસ્થમના વર્ણનરૂપ પહેલા અધિકારને તપાગચ્છાધિપ, સંઘસ્થવિર, પૂ. આચાર્ય મહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરિપટ્ટાલંકાર સ્વર્ગત અમદમાદિ ગુણભૂષિત પૂ. આચાર્ય શ્રી વિજય મેઘસૂરિ પટ્ટધર ગાંભિર્યાદિ ગુણોપેત પૂ. આચાર્ય શ્રી વિજયમને હરસૂરિ શિષ્યરત્ન શ્રી વિજયભદ્રકરસૂરિકૃત' ગુજરાતી
ભાષાન્તરને સાદ્વાર સમાપ્ત થયે.