SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ભિન્ન ભિન્ન નથી ધર્મની વ્યાખ્યા અને સંસાર પ્રત્યે નિર્વેદ પૂર્વક સમ્યગ દર્શનાદિ આત્મગુણોનું પુનઃ પુનઃ પરિશીલન કરવું તેને ૩- ભાવાભ્યાસ, એમ ધર્મના ત્રણ પ્રકારે જણાવી ત્રીજા ભાવાભ્યાસને જ ધર્મ કહે છે, સતતાભ્યાસ અને વિષયાભ્યાસરૂપ અનુષ્ઠાને ધર્મરૂપ નથી, એમ ત્યાં કહ્યું છે. ઉત્તર-ઉપદેશપદની ધર્મની વ્યાખ્યા –સમ્યગ દર્શન–જ્ઞાન-ચારિત્રને અનુસરતા આત્માના શુદ્ધ અધ્યવસાયને જ ધર્મ માનનાર નિશ્રય નયની અપેક્ષા છે. તે નય સતતાભ્યાસ, વિષયાભ્યાસરૂપ અનુષ્ઠાનમાં ધર્મ માનતે નથી, માટે ત્યાં એ બેને નિષેધ કર્યો છે, અહીં તે અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારી. વગેરે પહેલા ગુણસ્થાનવતી પણ શુભ અધ્યવસાયવાળા સર્વ વિશિષ્ટ જેના અધ્યવસાયેને પણ ધર્મ માનનારા વ્યવહારનયની અપેક્ષાએ વ્યાખ્યા કરેલી હોવાથી સતતાન્યાસ વિષયાભ્યાસને પણ ધર્મ કહેવામાં કઈ વિરોધ નથી. વ્યવહાર નય તે પ્રથમ ગુણસ્થાનકવતી અપુનબંધકાદિ સર્વ જીવોનાં પણ શુભ અનુષ્ઠાનને ધમ માને છે. પ્રશ્નઉપદેશપદમાં નિશ્ચયથી સાતમ ગુણસ્થાનકથી ધર્મ કદ્યા અને ધર્મસંગ્રહણીમાં તે નિશ્ચયથી ચૌદમાં ગુણસ્થાનકના અંત સમયે જ ધર્મ હોય, તેની પૂર્વે તે ધર્મની સાધના હોય, ધર્મ ન હોય, એમ કહ્યું છે. તે કેમ ઘટે? ઉત્તર-નિશ્ચય નય પણ શુદ્ધ અને ઉપચરિત એમ બે પ્રકારે છે, તેમાં ધર્મ સંગ્રહણીમાં કરેલી વ્યાખ્યા કેવળ ચારિત્રને માનનારા એવંભૂત નામના શુદ્ધ નિશ્ચયનયને અનુસરે છે અને ઉપદેશપદની વ્યાખ્યા તે શુદ્ધ એવંભૂત નયની પ્રાપ્તિમાં હેતુભૂત જે જ્ઞાનાદિ અધ્યવસાયે તેને પણ ધર્મ માનનાર જે ઉપચરિત એવભૂત નય, તેને અનુસરે છે. તેના મતે સાતમાં ગુણસ્થાનકથી પણ જ્ઞાન-દર્શન-ચારિત્રના સંવલિત અધ્યવસાયે પ્રગટતા હોવાથી તેને ધર્મ કહેવાય. ૨૯. અહીં પાપને તાત્ર રાગ-દેષથી ન કરે તે અપુનર્બ ધક, અને આદિ શબ્દથી કહેલા માર્ગાભિમુખ વગેરેનું લક્ષણ આ પ્રમાણે છે. માર્ગ એટલે ચિત્તની અવક્તા, જેમાં સર્પની ગતિ વક છતાં દરમાં સરળ–સીધી થાય છે, તેમ ચિત્તની ગતિ પણ અનાદિ વક્ર છતાં ચરમાવર્ત કાળમાં ચરમયથાપ્રવૃત્તિકરણમાં ચિત્તમાં જે સરળતા પ્રગટે છે, તે સરળતાના કારણભૂત સ્વેચ્છાચારરૂપ મોહનીય કર્મને અમુક અંશે જે ક્ષયે પશમ, તેને માર્ગ કહ્યો છે. આ ક્ષયોપશમ રૂપ માર્ગને પામવાની યોગ્યતાવાળા જીવ તે માર્ગાભિમુખ, એ ક્ષપશમ જેને પ્રગટ્યો હોય તે માગપતિત એટલે માર્ગે ચઢેલે અને એ ક્ષયોપશમ વધતાં જેને ચરમયથાપ્રવૃત્તિકરણું પૂર્ણ થવા આવ્યું હોય-કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ઘટીને એક કડાદ્રોડ સાગરોપમથી પણ પોપમના અસંખ્યાતમા ભાગે જૂન થવાની નજીક આવ્યું હોય તે માર્ગાનુસારી જાણવો. તે પછી અપૂર્વકરણ દ્વારા પ્રસ્થીભેદ કરી અનિવૃત્તિ અને અંતકરણ દ્વારા જે ચતુર્વગુણસ્થાનક રૂપ સમ્યગૂ દર્શનને પામે તેને સમક્તિદષ્ટિ જાણો. આ બધી અવસ્થાઓ જીવને ચરમાવર્તમાં જ પ્રગટે છે. વ્યવહાર નય આ દરેક અવસ્થાવાળા જીવોનાં શુભ અનુષ્ઠાને ધર્મ માને છે, અને નિશ્ચયનય સાતમા ગુણસ્થાનકેથી પ્રગટતા મેક્ષાનુકુળ જ્ઞાનાદિ ગુણેના પરિણામને જ ધર્મ માને છે, અહીં જે ધર્મનું વર્ણન કરવાનું છે તે વ્યવહારનયની અપેક્ષા હોવાથી ઉપર કહી તે વ્યાખ્યા સાથે વિરે રહેતા નથી.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy