________________
માર્ગાનુસારના ૩૫ ગુણ
રહેવાથી પૂર્વે મેળવેલા પણ ધર્મ-અર્થ-કામને નાશ થાય, પુનઃ મેળવી પણ ન શકાય અને તેથી ઉભયલેકથી ભ્રષ્ટ થવાનું બને.
૭. ઘર સારા પાડોશમાં, અતિ જાહેર કે ગુપ્ત સ્થાનને તજીને, મર્યાદિત દ્વારાવાળું કરવું- કારણ કે સેબત તેવી અસર, એ ન્યાયે પાડોશી સારા જોઈએ. શામાં કહ્યું છે કે “સંતના ગુના મર્યાદિત' પ્રાયઃ તે તે ગુણ કે દોષે તેવા તેવા સંસર્ગથી પ્રગટે છે. લેકમાં પણ કહેવાય છે કે ગધેડા સાથે બાંધેલ ઘેડું ભૂંકતાં ન શીખે તે પણ લાત મારવાનું કે બચકું ભરવાનું તે શીખે ! માટે જ્યાં દાસ લકે કે પશુઓથી ભાડાં વગેરેને ધ કરનારા, લેકેને હસાડીને ધન મેળવનારા, મકર, વગેરે હલકા લે કે, તથા સાધુસંન્યાસી વગેરે યાચકે રહેતા હોય, અથવા ચંડાળો, માછીમારે, પારધીઓ, શિકારીઓ, ભીલે, વગેરે હિંસકે રહેતા હોય, તેવા પાડોશમાં ઘર-વાસ નહિ કરે. જ્યાં ભૂમિમાં હાડકાં, કેલસા, વગેરે શલ્ય ન હય, જ્યાં ધરે, ડાભ વગેરે મંગળ વનસ્પતિ સહજ ઊગતી હોય, જ્યાં માટીને વર્ણગંધ શુભ હોય અને જ્યાં નીચે સ્વાદિષ્ટ જળ. ધન-નિધાનાદિ હોય, તેવી ભૂમિમાં ઘર કરવું. આ રીતે પાડોશ અને ભૂમિ સારી હોય ત્યાં પણ નિમિત્ત શાસ્ત્રોક્ત ગુણદોષ સૂચક શકુન. સ્વપ્ન તથા લેકપ્રવાદ, વગેરે જાણુને સારા સ્થળે ઘર કરવું. તે પણ રાજમાર્ગ જેવા અતિ જાહેર, કે અતિ સાંકડી ગલી જેવા ગુપ્તસ્થળે નહિ કરવું. જાહેર માર્ગ ઉપર ચોર-લૂંટારાદિને ભય અને ઘણાં ઘરોથી ઢંકાએલું ગુપ્ત ઘર શેભે નહિ, અગ્નિ આદિને ઉપદ્રવ થતાં જળ વગેરે મેળવવાં દુષ્કર બને, પેસવું–નીકળવું પણ મુશ્કેલ બને, માટે અતિ જાહેર કે અતિગુપ્ત સ્થળને ત્યાગ કરવો. પાડોશ-ભૂમિ-નિમિત્ત-મહેલે, વગેરે બધા ગુણોવાળું પણ ઘર પરિમિત દ્વારવાળું જોઈએ. ઘણું દ્વારવાળા ઘરમાં ધનની અને સ્ત્રીઓની રક્ષા દુષ્કર બને માટે એક કે અનેક નહિ, પણ પરિમિત દ્વારવાળા ઘરમાં વસવું. આવું ઘર ધર્મપ્રવૃત્તિમાં સહાયક અને પોષક બને છે, માટે તેને મૃડસ્થને સામાન્ય ધર્મ કહે છે.
૮. પાપથી ડરવાપણું – પાપને ભય સર્વભોમાંથી બચાવે છે, માટે પ્રત્યક્ષ અને પરોક્ષ પણ દુઃખ દેનારાં એવાં જુગારાદિ મહાબંનેને તથા બીજા પણ રાત્રી જન આદિ નાનાં-મોટાં નિરર્થક પાપને ભચ રાખવે. એવાં પાપે આ ભવમાં રાજદંડાદિનું અને પરલોકમાં ૮ દુઃખ-દારિદ્ર-દુર્ગતિ વગેરેનું કારણ બને છે. એક પાપના ભયથી બાહ્ય સાતે ભલે નાશ પામે છે.
૭. શ્રાદ્ધ ગુણ વિવરણમાં તે વેશ્યા, ભાંડ, નટ, ભાટ, મોચી, ચમાર, વગેરે હલકી આજીવિકાવાળાની કે દેવળની પાસે, ચોકમાં, ધૂર્ત, મંત્રી, મૂખ, ચેર, વિધમી, અધમ, પાખંડી, નિર્લજ્જ, રાગી, ધી, અત્યંજ, માની, ગુરુશ્રીભેગી, સ્વામિદ્રોહી, શિકારી, સાધુ કે સ્ત્રીહત્યા–બાળહત્યા વગેરે પાપ કરનારા, વગેરેને પણ પાડશ તજવાનું તે તે હેતુપૂર્વક કહ્યું છે.
૮. જુગાર, મદિરા, માંસ, પરસ્ત્રી, વેશ્યા, ચેરી અને શિકાર, વગેરે પાપથી મહાસમર્થ રાજમહારાજાએ પણ નાશ પામ્યાનાં અનેક દષ્ટાંતે જગપ્રસિદ્ધ છે.