________________
પ્ર. ૪ શ્રાવકની અગ્યાર પ્રતિમાઓ
૨૯૯
૬. બ્રહ્મચર્ય પ્રતિમા = પાંચ પ્રતિમાના પાલન સાથે છ મહિના સુધી નિર્મળ નિરતિચાર બ્રહ્મચર્ય પાલન કરવું તે.
૭. સચિત્તવજન પ્રતિમા = પૂર્વની છના પાલન પૂર્વક સાત મહિના સચિત્ત આહાર ત્યાગ કરવો તે
૮. આરંભવજન પ્રતિમા = પુર્વની સાતેયના પાલન સાથે આઠ મહિના સુધી તમામ સાવદ્ય કાર્યોમાં સ્વયં આરંભ નહિ કરે તે.
૯. નોકરવર્જન પ્રતિમા = પુર્વની આઠના પાલન સાથે નવ મહિના સુધી નેકરે વગેરે દ્વારા પણ આરંભ ન કરાવે તે.
૧૦. ઉદિષ્ટવજન પ્રતિમા = પુર્વની નવના પાલન પુર્વક દશ મહિના સુધી પ્રેરણા વિના પણ બીજાએ પ્રતિમધારીને ઉદ્દેશીને તૈયાર કર્યું હોય તેવું ઉદ્દિષ્ટ ભોજન પણ નહિ લેવું તે.
૧૧. શ્રમણભૂત પ્રતિમા = એ દશના પાલન સાથે અગિયાર મહિના સુધી સ્વજનાદિ સંબંધોને તજીને રજોહરણ વગેરે સાધુવેશને ધારણ કરીને, કેશને લેચ કરીને, ગેકુળ વગેરે પિતાના સ્વાધીન સ્થાનમાં રહેવું, અને “પ્રતિમધારી શ્રાવકને ભિક્ષા આપ એમ બેલી (ધર્મલાભ આપ્યા વિના જ) આહાર મેળવી ઉત્તમ સાધુની જેમ સમ્યગ આચારનું પાલન કરવું, તે અગિયારમી મણુભૂત પ્રતિમા જાણવી.
પંચાશકમાં કહ્યું છે કે- મિથ્યાત્વને ક્ષયે પશમ થવાથી શાસ્ત્રવિરૂદ્ધ-દુરાગ્રહથી રહિત સમકિતી આત્માની કાયા એ જ દર્શન પ્રતિમા જાણવી. તેમાં તત્વથી તે “સમકિતને અભિગ્રહ” એ જ દર્શન પ્રતિમા છે, છતાં તેવા આત્માની કાયા તે તે ગુણથી ભૂષિત હોય છે અને સમકિતની કરણમાં કાયાની મુખ્યતા હોય છે, તે અપેક્ષાએ અહીં કાયાને દર્શનપ્રતિમા કહી છે, એમ સમજવું.
પાંચમી કાઉસ્સગ પ્રતિમામાં એટલું વિશેષ કહ્યું છે કે- તે પ્રતિમાધારી સ્નાન કરે નહિ, રાત્રે ચારે ય આહારનો ત્યાગ કરે, અધોવસ્ત્રને કચ્છ વાળે નહિ, ચતુષ્કર્વી સિવાયના દિવસોમાં પણ દિવસે સંપુર્ણ બ્રહ્મચર્ય પાળે અને રાત્રીએ સ્ત્રીઓનું અને ભેગનું પ્રમાણ કરે. કાઉસ્સગ્નમાં શ્રી જિનેશ્વરેનું ધ્યાન કરે અથવા પોતાના રાગાદિ દેને ટાળી શકે તેવા “કામની નિંદા” વગેરે પ્રતિપક્ષી ઉપાયનું ચિંતન કરે, એ પ્રમાણે પાંચ મહિના સુધી કરે.
છઠ્ઠી પ્રતિમામાં પાંચમીની અપેક્ષાએ કામને જય વિશેષતયા કરે, જેમકે દિવસે અને સમગ્ર રાત્રીએ પણ ચિત્તની સ્થિરતાપુર્વક બ્રહ્મચર્ય પાળે. સ્ત્રી કથા, કામ કથા વગેરે કામોત્તેજક શૃંગારી વાત ન કરે. સ્ત્રી સાથે એકાન્ત ન સેવે. જાહેરમાં પણ અતિપરિચય ન