________________
ધર્મસંગ્રહ સંક્ષિપ્ત સાર કરે, (જે અહીં પહેલા ભાગમાં કહ્યું છે) તે ગૃહસ્થ ધર્મ, અને મહાવ્રતના પાલક જે વ્રતી (યતિ) તેને ચરણ-કરણસિત્તરરૂપ (બીજા ભાગમાં કહ્યો છે તે યતિધર્મ જાણ.)
ગૃહસ્થ ધર્મના પણ અવસ્થા ભેદે સામાન્ય અને વિશેષ એવા બે પ્રકારે છે, તેમાં ભિન્ન ભિન્ન દર્શનવાળા પણ ગૃહસ્થને જે સર્વસાધારણ ધર્મ તે ગૃહસ્થને સામાન્ય ધર્મ અને જેનદર્શનાનુસાર સમ્યફવપ્રાપ્તિપૂર્વક અણુવ્રતાદિનું ગ્રહણ-પાલન તે ગૃહસ્થને (શ્રાવકને ) વિરોષધર્મ જાણો. તેમાં પ્રથમ ગૃહસ્થને સામાન્ય ધર્મ (મૂળ ગ્રન્થમાં ગા. ૫ થી ૧૪ સુધીમાં) ન્યાય સંપન્ન વૈભવ” વગેરે પાંત્રીસ પ્રકારે કહ્યું છે. તેમાં -
૧. ન્યાય સંપન્ન વૈભવ- ધન મેળવવામાં સ્વામિદ્રહ, મિત્રદ્રોહ, વિશ્વાસઘાત, પ્રપંચ, ચેરી, જુગાર વગેરે પાપ કર્યા વિના સ્વસ્વ વર્ણ-કુળાચારને ઉચિત ઉદ્યમ કરે તે ધર્મરૂપ છે. કારણ કે તેવા ધનથી નિર્ભય રીતે પગ, મિત્રાદિને ભેટ તથા સ્વજનાદિનું ઔચિત્ય કરાય અને દયા -દાનાદિમાં ખર્ચવાથી લે કહિત જળવાય. કહ્યું છે કે ધીર પુરુષો પિતાના
ન્યાયપાલનથી સર્વત્ર પંકાય છે અને પાપીઓ પિતાનાં પાપોથી ડરતા સર્વત્ર નિંદાય છે. અન્ય શાસ્ત્રોમાં તે ન્યાયે પાર્જિત ધનને જ દાનધર્મ માટે એગ્ય કહ્યું છે, સુપાત્રદાનમાં અને અનુકંપાદિ દાનમાં તે ધન ખર્ચવાથી પરસેકનું હિત થાય છે. દાનનો વિધિ પણ જણાવ્યું છે કે- જે ધન સ્વયં અન્યાય વગેરેથી રહિત નિર્દોષ હોય, તે ધનને પિષ્યપરિવારાદિને વિરોધ ન થાય તેમ, કલ્યાણ કામનાથી, વિધિ- બહુમાનપૂર્વક પ્રસન્નચિતથી, તુચ્છતા કે સ્વાર્થબુદ્ધિ વગેરે મલિનભાવ વિના, સંત સાધુ વગેરે સુપાત્રોને કે કરૂણાપૂર્વક દીન-દુઃખીઓને આપવું, તે સાચું દાન છે. કારણ કે શુધ્ધ ચિત્ત-વિત્ત અને પત્રના ગે વિધિ-અહુમાનથી આપેલું હોય તે જ દાન સાચું ફળ આપી શકે, અન્યાયપાર્જિત ધન આ ભવમાં રાજદંડ, જેલ, કે ફાંસી વગેરેનું અને પરભવમાં દુર્ગતિનું કારણ બને છે. પાપાનુબંધી પુણ્યના પ્રભાવે કઈ વાર કઈને અન્યાયે પર્જિત પણ ધન જીવતાં સુધી સંકટ ન આપે તે પણ ભવિષ્યકાળ અન્યાયનાં ફળ ભેગવવાં જ પડે છે. વાવેલું બીજ કાળ પાતાં ફળ આપે છે, કહ્યું છે કે- લેભાધ મનુષ્ય પાપથી જે કઈ ધન મેળવે છે તે માછલાંની જાળમાં લેખંડના કાંટા ઉપર ભરાવેલા માંસના ટુકડાની જેમ આખરે માલિકનો નાશ કરે છે.ર એ રીતે ન્યાય જ ધનપ્રાપ્તિને સાચો ઉપાય છે. દેડકાં જેમ ખાબોચીયામાં અને હસે નિર્મળ સરોવરમાં પહોંચે છે, તેમ સર્વ પ્રકારની સંપત્તિ સત્કર્મોન્યાયીને વશ રહે છે, આવું ન્યાયપાર્જિત ધન ગૃહસ્થજીવનમાં મુખ્ય સાધન હોવાથી પાંત્રીસ ગુણોમાં તેને પ્રથમગુણ કહ્યો છે, તેવા ધન વિના આજીવિકાની વિષમતાથી સઘળી ધર્મ પ્રવૃત્તિ અટકી જતાં ગૃહસ્થજીવન
૨. માછીમાર માછલાંને ફસાવવા જાળમાં લોખંડના કાંટા ગૂથી તેમાં માંસના ટૂકડા ભરાવે છે, તેની લાલચથી માછલું જ્યારે તે માંસને ખાવા પ્રયત્ન કરે છે ત્યારે લોખંડને કાંટે તાળવું વિધી તેને પ્રાણમુક્ત કરે છે.