________________
| ૐ નમઃ નિરવનાથ | ધર્મસંગ્રહ ગુજરાતી ભાષાન્તર સારોદ્ધાર
ભાગ-૧, વિભાગ-રો. પ્રકરણ-૪, શ્રાવકના પર્વાદિ કર્તવ્યો. મૂ-બgg gg g ચતુમાં જ ને !
जन्मन्यपि यथाशक्ति, स्वस्व सत्कर्मणां कृतिः ॥६॥" . અર્થ– પૂર્વે કહ્યું તે દિનકૃત્યની જેમ સર્વ પર્વોમાં, ત્રણે ચોમાસામાં, વર્ષમાં અને સમગ્ર જન્મમાં પણ તે તે કરણીય કાર્યો યથાશક્તિ અવશ્ય કરવાં. તેમાં અમુક જ નહિ પણ સર્વપમાં તે તે પર્વની આરાધના કરવી, એ ગૃહસ્થને ધર્મ છે.
પર્વે આગમમાં બે આઠમ, બે ચૌદશ અને પૂર્ણિમા તથા અમાવાસી. એમ એક મહિનામાં છે અને એક પખવાડીયામાં ત્રણ ત્રણ કહ્યાં છે. મહાનિશિથમાં તે જ્ઞાનપંચમી પણ કહી છે, ત્યાં કહ્યું છે કે- અષ્ટમી, ચતુર્દશી અને જ્ઞાનપંચમીમાં ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત લાગે. શ્રાદ્ધવિધિ વગેરે અન્ય ગ્રન્થમાં તે બીજ, પાંચમ, આઠમ, એકાદશી અને ચતુર્દશી, એ પાંચને કૃતતિથિએ કહી છે, તેમાં બીજ બે પ્રકારના ધર્મ માટે, પંચમી પાંચ જ્ઞાનની આરાધના માટે, અષ્ટમી આઠ કર્મના ક્ષય માટે, એકાદશી અગ્યાર અંગની અને ચતુર્દશી ચૌદપૂર્વની આરાધના માટે કહી છે. એ પાંચમાં પૂર્ણિમા અને અમાવાસી મેળવતાં દરેક પક્ષમાં છ છ પર્વો પણ આવે.
પ્રત્યેક પર્વદિનમાં અને શક્ય ન હોય તે અષ્ટમી - ચતુર્દશીએ તે અવશ્ય પૌષધ કરે, એ પણ ન કરી શકે તેણે તે તે પર્વમાં ઉભયવેળા પ્રતિક્રમણ બને તેટલાં અધિક સામાયિકે અને ઘણા પાપના સંક્ષેપવાળું દેશાવગાશિક કરવું જોઈએ, ઉપરાંત પર્વદિવસે સ્નાન, માથું શોધવું કે ગૂંથવું, વસ્ત્ર વાં-રંગવાં, ગાડાં-હળ, વગેરે ચલાવવાં, અનાજના મુંડા બાંધવા, ઘંટી-ઘાણી-રેંટ ચલાવવા, ખાડવું, દળવું, વાટવું, પુખે, પત્ર કે ફળો વગેરે ચૂંટવાં, ખેતરમાં અનાજ લણવાં, કાપવાં, લીંપવું, માટી ખેરવી, કાંતવું, સુથાર-કડીઆનાં કામ કરાવવા અને સચિત્ત ભક્ષણ કરવું, ઇત્યાદિ સર્વ પાપકર્યો તજવાં.
દરરોજ કરતાં પર્વ દિવસે તપ અધિક કરે અને ખાત્રપૂજા, ચિત્ય પરિપાટી, સર્વગુરુઓને વંદન, સુપાત્રદાન, બ્રહ્મચર્ય પાલન, વગેરે ધર્મકાર્યો પર્વમાં અધિક કરવાં. આગમમાં કહ્યું છે કે
પર્વ તિથિએ પ્રાયઃ આગામી ભવનું આયુષ્ય બંધાય છે, તેથી પર્વદિવસે પાપકા તજીને તપ-ઉપધાન (જ્ઞાન ભણવું) વગેરે શુભ અનુષ્ઠાને અધિક કરવાં. કે જેથી શુભગતિનું આયુષ્ય બંધાય.
વળી આ ચિત્રની બે, ચોમાસાની ત્રણ અને પર્યુષણાની એક, એમ છ અઠ્ઠાઈઓના દિવસે ત્રણ માસીના ત્રણ, પર્યુષણાને એક, તથા શ્રી જિનેશ્વરેનાં રચવન, જન્મ, દીક્ષા,