SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ મ. ૪ દિનચર્યા – વસ્તુ સૂત્રનાં અ દેવ-ગુરુના સ્મરણના ઉપલક્ષણથી ચાર શરણાં, અઢાર પાપસ્થાનકના ત્યાગ, સર્વ ભાવાની અનિત્યતાનું ચિંતન, સંચાગમૂલક દુઃખ પરંપરા, દુષ્કૃતનિંઢા, સુકૃત અનુમાદના, સર્વ જીવાને ખામણાં, સાકારપચ્ચક્ખાણ વગેરે સથાપિિસમાં કહેલા સવ વિધિ સમજવા. ૨૭૩ 6 ગુરુની પણ જ્યાં તે વિચરતા હોય તે ગામ નગર દેશને ધન્ય છે' વગેરે અનુમેાદના કરવી. પ‘ચસૂત્ર પૈકી ‘પાપ પ્રતિઘાત ગુણખીજાધાન' નામનું પહેલું સૂત્ર અસહિત ચિંતવવુ. અર્થાત્ એ રીતે ચાર મંગળપૂર્વક ચાર શરણુ, દુષ્કૃતનિંદા, સુકૃત અનુમાદના, વગેરે કરીને નિદ્રા કરે. ચાર શરણના મહત્વ અંગે કહ્યું છે કે-“દાનાદિ ચાર પ્રકારના ધમ ન કર્યો કે અરિહંતાદિ ચારનું શરણુ ન કર્યું. તે સમજવું કે ચારતિરૂપ સ'સારના છેદ તા ન કર્યાં, કિંતુ મિથ્યાજન્મ હારી ગયા” દુષ્કૃતનિંદા અને સુકૃતાનુમાદના કરવી કે-“ મન-વચન-કાયાથી કોઈ પાપ કર્યું" હોય, કરાવ્યુ` કે અનુમાઘુ હોય, તે સની હું... ગાઁ કરું છું. ” અને ત્રણે કાળમાં ત્રિકરણયાગે શ્રી જિનાજ્ઞાનું જે કાંઈ પાલન થયું હોય, તે સની અનુમાદના કરુ છું. ” વળી “ હું સર્વ જીવાને ખમાવું છું, સ॰જીવા મને ક્ષમા કરો, મારે સર્વજીવા સાથે મૈત્રી છે, કાઇની સાથે વૈરભાવ નથી” એમ ખામણાં કરે. 66 , સાગારપચ્ચક્ખાણ પણ ગ્રન્થીસહિત પચ્ચ॰ સાથે કરી ચારે આહારનો ત્યાગ કરે અને સર્વે સાતે વ્રતાના સક્ષેપરૂપ ‘દેશાવાશિક' પચ્ચ॰ કરે. શ્રાદ્ધદિનકૃત્યમાં કહ્યુ છે કે- મચ્છર, સિવાયના જીવાની હિંસા, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને તે દિવસે કરેલી કમાણી સહિત સર્વ પરિગ્રહ, તથા અન દંડ, નિદ્રામાં જરૂરી વસ્ત્રો કે શયનાદિ સિવાયના સર્વ ભાગે પાગ અને ઘરના અમુક ભાગ સિવાય સર્વ દિશામાં ગમનાગમન એ સર્વને મનથી તજવાં અશકય હોવાથી) વચન-કાયાથી કરવા-કરાવવાના ત્યાગ ગ્રંથીસંહિત પચ્ચ૦પૂર્વક કરે, અર્થાત્ ગાંઠ ન છોડુ ત્યાં સુધી’ એમ ત્યાગ કરે. વળી જો આ શત્રીમાં મારું આયુષ્ય પૂર્ણ થાય તા સર્વ આહાર, 'સર્વ ઉપધિ અને શરીરના પણ ત્યાગ કરું છુ.... એમ નિ ય કરી નવકાર ગણવા પૂર્વક સાકાર પચ્ચક્ખાણુ કરવુ. પછી પાંચવાર મહામત્ર નમસ્કારનું સ્મરણ કરવુ અને અલગ શય્યામાં સુવું. એમ સ॰ રીતે માને ઉપશાવીને ધર્મ-વૈરાગ્ય વગેરેના શુભભાવાથી ભાવિત થઈને નિદ્રા કરે. વળી મૂળગાથામાં પ્રાયઃ કહેલ છે, તેથી સર્વથા મૈથુનને ન તજી શકે તે પશુ શકય તજે, જાવજીવ સર્વથા ત્યાગ અશકય હોય તા પણ પતિથિએ તજે, એમ જેટલા અને તેટલા અધિક ત્યાગ કરે. હવે નિદ્રામાં જાગી જાય ત્યારે શું કરવું તે કહે છે કે મૂળ 'निद्राक्षयेऽङगनाङगाना - मशौचादेबिंचिन्तनम् .. इत्याहोरात्रिकी चर्या श्रावकाणामुदीरिता ||६७ || ” અર્થ- નિદ્રામાંથી જાગી જાય ત્યારે સ્ત્રી (પુરુષો) ના અગાની અશુચિતાનું ચિંતન કરવુ'. એ રીતે શ્રાવકેાની અહેારાત્રીની સમાચારી જણાવી.
SR No.022146
Book TitleDharm Sangraha Bhashantar Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadrankarsuri
PublisherSubaji Ravchand Jechand Jain Vidyashala Trust
Publication Year1981
Total Pages330
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy