________________
પ્ર. ૪. દિનચર્યા-સુપાત્રદાનમાં ઉત્સગ અપવાદ.
૨૩૭
જેતે રહે અને ભાવતા ભાવે કે કોઈ મહારાજ આવી જાય તે વહેરાવીને જોજન કરું, ઉત્તમ શ્રાવક જે વસ્તુ સાધુને આપી. ન હોય તેને વાપરે, નહિમાટે જ જતા. વખતે સાધુની રાહ જેતે રહે.
સુપાત્ર દાનમાં ઉત્સર્ગ–અપવાદો= સાધુને દોષિત વસ્તુ વિના, સંયમ નિર્વાહ શકય હોય, છતાં દેષિત દેવાથી લેનાર- દેનાર બનેનું અહિત થાય, એમાં વિદ્ય-રેગીનું દષ્ટાન્ત સમજવું. જેમ કે અપગ્ય સેવવાથી રોગીને રેગ વધે, તેમ વિના કારણે દોષિત વસ્તુ વાપરનાર સાધુને સંસાર વધે અને અપથ્ય આપનાર વૈદ્યની આજીવિકા તૂટે, તેમ નિષ્કારણ દોષિત આહારાદિનું દાન કરનાર આગામી ભવનું આયુષ્ય અ૫ (ટુંકું) બાંધે, એ ઘનિયુકિત ગાથા ૪૪૬ માં કહ્યું છે કે- “સાધુતાથી રહિત જે લાલચુ સાધુ જ્યાંથી જે મળે તે સદોષ-નિર્દોષ વહેરે, તે જ્ઞાની હોય તે પણ દીર્ઘ સંસારી થાય.”
દાતાને અંગે પણ શ્રી ભગવતી– સૂત્ર ૨૦૩ માં કહ્યું છે કે- જીવ હિંસા કરનારે, અસત્ય ભાષી, એ જે ગૃહસ્થ તેવા શ્રમણ-માહણને સચિત્ત કે દોષવાળાં આહાર-પાણી ખાદિમ કે સ્વાદિમ આપે છે, તે નિચે અલ્પ આયુષ્ય બાંધે છે, એમ ઉત્સર્ગથી તે દોષિત વસ્તુનું દાન બન્નેનું અહિત કરે છે, કિન્તુ કોઈ રોગ એવો પણ હોય છે કે જેમાં કુપથ્ય હિતકર અને પચ્ચ અહિતકર બને, તે રીતે સાધુને પણ દુષ્કાળ, અટવી, માંદગી વગેરે કોઈ એવી અવસ્થા હોય કે જેમાં દેષિત પણ સંયમને ઉપકારી બને, ત્યારે અપવાદથી દોષિત લેનાર-દેનાર બન્નેને લાભ પણ થાય.
એ ઘનિર્યુક્તિ ગાથા-૪૭ માં કહ્યું છે કે- “સર્વ પ્રવૃત્તિમાં સંયમ રક્ષા કરવી અને તેમ કરતાં કોઈવાર પ્રાણ (શરીર)નો નાશ થાય તેમ હોય તે અપવાદ સેવીને પણ પ્રાણની રક્ષા કરવી, કારણ કે એ રીતે પણ સંકટ ટળ્યા પછી પુનઃ પ્રાયશ્ચિતદ્વારા શુદ્ધિ કરી શકાય છે, અને પરિણામ સંયમ રક્ષાના હોવાથી અવિરતિને દોષ લાગતું નથી” એમ આગમના મર્મને જાણનારા ગીતા જ્ઞાનાદિ વિશેષ ગુણોની પ્રાપ્તિ વગેરે વિશિષ્ટ કારણે દેષિત આહાર વહેરે ત્યારે લેનાર-દેનાર બન્નેનું અહિત થતું નથી.
વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે- થડી હાની ભેગવીને પણ વિશેષ લાભથી ઈચ્છા કરવી તે પંડિતનું લક્ષણ છે, એથી અપવાદ સેવનાર ગીતાર્થ એમ વિચારે કે- અપવાદ સેવીને મિક્ષ માર્ગની રક્ષા કરીશ, અથવા શાસ્ત્રાભ્યાસ કરીશ, તપ-ઉપધાનમાં સવિશેષ ઉદ્યમ કરીશ, અથવા જિનાજ્ઞાને પાળતે ગણ =ગચ્છને સંભાળીશ, વગેરે શુદ્ધ આલંબનથી અપવાદને સેવનારો પણ મોક્ષને પામે છે. દાતારને પણ કારણે દેષિત આપવાથી ગુણ થાય છે. | શ્રી ભગવતીમાં સૂત્ર ૨૬૩માં કહ્યું છે કે (સંકટમાં પડેલા સાધુને) શ્રાવક દોષિત (અકથ્ય) વસ્તુનું દાન કરે તે પણ ઘણું નિર્જરા અને અલ્પ બંધ થાય છે. શ્રાદ્ધદિન
*
*
*