________________
પ્ર૪. દિનચર્યા-પચ્ચખાણખાણમાં અશનાદિનું સ્વરૂપ
૨૧૧
(૧) અશન- દરેક જાતની ડાંગર (ચોખા), સેકેલા કે કાચા અનાજનોલેટ, રાબડી વગેરે પ્રવાહી, લાડુ વગેરે મિષ્ટાન્ન, ખી-દુધ કે દુધપાક, સૂરણ વગેરે વનસ્પતિઓ, દરેક જાતિનાં શાક, માંડા, રોટલા, રોટલી, પૂરી, પૂડા, ભાખરી, વડાં તથા દુધ, દહીં, ગોળ, વગેરે સર્વ વિગઈએ અને ઘઉં વગેરે સર્વ ખાદ્ય અનાજ, સર્વ કઠોળ, છાશ, વગેરે સર્વ અશન કહેવાય.
(૨) પાન- કાંજી, જવ વગેરેનાં ધાવણ, દારૂ, ભાંગ, કુવાના કે વરસાદનાં વગેરે સર્વ પાણી, શ્રીફળ, ચીભડાં, વગેરે ફળોની અંદરનાં પાણી, દરેક આસ, શેરડીનો રસ, વગેરે ‘સર્વને પાન કહેવાય.
(૩) ખાદિમ- સેકેલાં ધાન્ય, ગોળપાપડી, ખજૂર, શ્રીફળ, દ્રાક્ષ, મોસંબી, દાડિમ, કાકડી, કેરી, પાસ, કેળાં, કગેરે સઘળાં ફળ તથા ગુંદર, ચારોળી, ખાંડ, શેરડી, સાકર, અડ, બદામ, વિગેરે સર્વ જાતિને સૂકે મે, વગેરે ખાદિમ કહેવાય.
(૪) સ્વાદિમ- દાતણ, તલ, નાગરવેલ વગેરેનાં પાન, સેપારી, જાઈફળ, ચિત્રક, તુલસીનાં પાન, પિંડાળું, જીરું, હરડે, મધુપીપળી, સૂંઠ, ગોળ, મરચાં, અજમે, બેડાં, આમળાં, આમલી, કડુ, કાળાંધળાં મરી, જાવંત્રી, કસેલે, કાશે, એરસાર, જેઠીમધ, તમાલપત્ર, એલચી, લવિંગ, કેઠી, વાવડિંગ, બીડલવણ, કાકડાશિંગ, પીપરીમૂળ, ચણકબાવા, મેથ, કંટાસેલીઓ, કપૂર બરાસ, સંચળ, કુમટીઆ, બાવળ- ધાવડી-ખેર, ખીજડાની છાલ તથા પાંદડાં, હિંગાષ્ટક હિંગત્રેવીસું, પંચકૂળ (પીપર સૂંઠ આદિપાંચનું ચૂર્ણ) જવાસાનું મૂળ, બાવચી, તુલસી, અને દારુહળદીની છાલ– કંદ વગેરે સર્વ સ્વાદિમ જાણવાં. (તેમાં જીરું અને અજમાને કઈ ખાદિમ માને છે.)
દરેક સ્વાદિ તથા એલચી વગેરેનું પાણી, દુવિહારમાં કલ્પ છે, પણ વેસણ (8) વરીઆલી, સવા, કેઠવડી, આમળાનીગાંઠ, કેરીની ગોટલી, કઉચલી, અને ચૂર્ણપત્ર એ ખાદિમ હોવાથી દુવિહારમાં લેવાય નહિ અને તિવિહારમાં તે પાણી જ લેવાય. જોકે મધ, ગોળ, સાકર, ખાંડ, વગેરેને કઈ ગ્રન્થમાં સ્વાદિમ કહ્યાં છે, તે પણ તે દુવિહારમાં લેવાતાં નથી અને દ્રાક્ષા-સાકર વિગેરેનાં પાણી તથા છાશને પાનમાં ગણેલાં છે, તે પણ તે તિવિહારમાં લેવાતાં નથી.
અહીં પ્રસંગનુસાર અણાહારી વસ્તુઓ કહીએ છીએ- લીમડાનાં પાંચ અંગો, ગળો, કડુ, કરી આતું અતિવિષનીકળી, ચીડ, સુખડ, રાખ, (દરેક ભર), હળદર, રોહિણી (સંહણી), વજ, ઉપલેટ, ત્રિફળાં, બાવળની છાલ, ધમાસે, નાહી, આસન, રિંગણી, એળીએ, ગુગળ, હિરડેદળ, વણિી (૨), તથા બેરડી કંથેર અને કેરડાનાં મૂળ, jઆડ, મજીઠ, બોળ (હીરાબેન), બીએ કુંઆર, ચિત્રકનાં મૂળ અને કુદરૂ વગેરે વસ્તુઓ તથા જેને સ્વાદ અનિષ્ટ હોય તેવી