________________
પ્ર. ૪. દિનચર્યા-પચ્ચખાણમાં આગા.
૨૦૦
અશુદ્ધ છે. એમ ચાર ભાંગા પણ જાણવા” તેમાં પચ્ચખાણનું સ્વરૂપ, તેના પાઠનાં ઉચ્ચાર સ્થાને, ભાંગા, અગાર, પચ્ચખાણની શુદ્ધિ તેને સૂત્ર પાઠ, અર્થ, તેનું ફળ, અને તે તે પચ્ચખાણમાં કમ્યાકપ્પનું વગેરે જ્ઞાન જેને હોય તે જાણકાર ગણાય.
આ પચફખાણના ઉરચાર સ્થાને પાંચ છે. તેમાં પહેલા રથાનમાં નમુક્કારસહી આદિ પાંચ કાળપચફખાણે અને અંગુઠ્ઠસહિ વગેરે આઠ સંકેતપરચખાણ આવે છે, પહેલા ઉચ્ચારસ્થાનમાં આ પચ્ચખાણે પ્રાયઃ ચારે અહારના ત્યાગથી કરાય છે. બીજા ઉચ્ચારસ્થાનમાં વિગઈ, વિવિગઈ અને આયંબિલનાં પચ્ચખાણે આવે છે, તેમાં વિગઈનું પરફખાણું આગળ કહીશું તે છ ભક્ષ્ય વિગઈઓ પૈકી એકેયને ત્યાગ ન કરે તે પણ પ્રાયઃ ચાર મહાવિગઈઓના ત્યાગથી પણ થાય છે. ત્રીજા ઉચ્ચારસ્થાનમાં એકાસણું, બેઆસણું તથા એકલઠાણું, વગેરે આવે છે. આ પરચખાણે આહાર વાપર્યા પછી તિવિહાર, કે ચઉવિહારના ત્યાગથી પણ થઈ શકે છે. ચેથા ઉચારસ્થાનમાં “પાછુસ્સ” વગેરે પાઠથી સચિત્ત પાણીના ત્યાગરૂપ પચ્ચખાણ આવે છે અને પાંચમા ઉચારસ્થાનમાં સચિત્તાદિના સંક્ષેપ રૂપ દેસાવગાસિકત્રત વગેરે પચફખાણ આવે છે. ભોજન કરવાનું હોય તેવા એકાસણુ વગેરેમાં આ પાંચ ઉચ્ચારસ્થાન આવે, ઉપવાસ, છઠ્ઠ, વગેરેમાં તે ત્રીજા સ્થાન સિવાય ચાર જ સ્થાન આવે. (બીજા સ્થાનમાં ઉપવાસ આવે.)
તેમાં ઉપવાસ, આયંબિલ, નિવિગઈ, વગેરે પચ્ચકખાણે ભોજન કર્યા પછી વિવિધ આહારના કે ચતુવિધ આહારના ત્યાગથી કરાય છે. અપવાદે કઈ ગાઢ કારણે નિશ્વિગઈ વગેરે અને પરુષો વગેરે દુવિહારત્યાગથી પણ થાય છે. નમુક્કારસહિત પચ્ચકખાણ તે ચારે આહારના ત્યાગથી જ કરી શકાય, એવી વૃદ્ધપરંપરા છે.
શ્રાદ્ધવિધિની ટીકામાં સાધુને રાત્રીનું અને નમુક્કારસહિત પચ્ચખાણ ચોવિહારથી, ભવચરિમ, ઉપવાસ, તથા આંબિલનાં પચ્ચખાણ તિવિહાર કે એવિહારથી અને શેષ પચ્ચકખાણે દુવિહાર તિવિહાર કે ચેવિહારથી પણ થઈ શકે એમ કહ્યું છે, પણ યતિદિનચર્યામાં સર્વ સંકેતપરચખાણે ચેવિહારથી જ કરવાનું કહ્યું છે. એમ છતાં વર્તમાનમાં સાધુ- સાધ્વીને રાત્રીનું અને શ્રી ચતુર્વિધ સંઘને નમુક્કારસહિત વગેરે પાંચેય કાલ પચ્ચખાણ તથા સંકેત પચ્ચખાણે ચેવિહારથી જ કરાવાય છે.
નિવિ, આયંબિલ, એકાસણ, વગેરેમાં કપ્ય, અકખ્ય, વસ્તુને વિવેક સ્વ-વ સામાચારીથી જાણ. અહીં સુધી પચ્ચખાણુના ભેદ અને ભાંગાનું વર્ણન કર્યું હવે આગારે કહે છે.
૩– પચ્ચકખાણમાં આગારે= વર્તમાનમાં આયુષ્ય, સંઘચણબળ અને જ્ઞાનની અલ્પતાને કારણે પચ્ચકખાણમાં અમુક છૂટ રાખવામાં આવે છે, તેને આગારે કહેવાય છે,