________________
પચ્ચશ્માણ અધિકાર મૂળ બાસઠમી ગાથામાં વિધિ પૂર્વક ગુરૂવંદન કરીને પચ્ચખાણ કરે, એમ કહ્યું છે. તેમાં ગુરૂવંદનને વિધિ કહ્યું, હવે પચ્ચખાણનું સ્વરૂપ જણાવવા ૧- પચ્ચખાણેના પ્રકારે, ૨- ભાંગા, ૩- આગારે, ૪- સૂત્રપાઠ, ૫- તેના અર્થો, ૬- છ શુદ્ધિઓ અને ૭– ફળ, એમ સાત દ્વારથી ટુંકું સ્વરૂપ કહીશું. તેમાં “પચ્ચખાણ” શબ્દને સંસ્કૃત પર્યાય પ્રત્યાખ્યાન છે. માં “પ્રતિ+આ+ખ્યાન” એમ ત્રણ અંશે છે. તેને અર્થ પ્રતિ= પ્રતિકૂળ-વિપરીત, આ = અમુક મર્યાદાથી અને ખ્યાન= કહેવું, અર્થાત્ અમુક મર્યાદા પૂર્વક, અવિરતિ રૂપ પાપથી વિપરીત, પ્રતિજ્ઞા કરવી, તે પ્રત્યાખ્યાન કે પચ્ચખાણ કહેવાય. તેમાં પ્રથમ તેને પ્રકારે
૧– પચ્ચકખાણના પ્રકારે= એક મૂળગુણ રૂપ અને બીજુ ઉત્તરગુણ રૂપ, એમ પચ્ચકખાણ બે પ્રકારનું છે, તે બેના પણ દેશથી અને સર્વથી એમ બે બે ભેદે છે, તેમાં સાધુનાં પાંચ મહાવ્રતે તે સર્વથી મૂળગુણ પચ્ચખાણ અને શ્રાવકનાં પાંચ અણુવ્રતે, તે દેશથી મૂળગુણ પરચખાણ છે. ઉત્તરગુણ પચ્ચખાણ સાધુને સર્વથી હોય છે. અને તેના પિંડવિશુદ્ધિ, સમિતિ, ભાવના, પ્રતિમા પાલન, વગેરે વિવિધ પ્રકારે છે. શ્રાવકને દેશથી તે ત્રણ ગુણવતે અને ચાર શિક્ષાત્રતે, એમ સાતત્રત રૂપ હોય છે. આ ગૃહસ્થ તથા સાધુ જેને જે શક્ય હોય તે તેઓને ઉપકારક બને, એવાં સર્વથી ઉત્તરગુણ પરચખાણે “અનાગત’ વિગેરે દશ પ્રકારનાં કહ્યાં છે. તેમાં
(૧) અનાગત પચ્ચકખાણ- તે તે પર્વોમાં કરવાને તપ વિશેષ અરાધનાને કારણે તે તે પર્વોમાં ન કરી શકાય, તેથી પહેલાં કરે તે.
(૨) અતિક્રાંત પચ્ચખાણુ- વિશેષ કારણે તે તે પર્વમાં ન કરી શકે તે તપ પાછળથી કરે તે.
(૩) કેટી સહિત પચ્ચકખાણ- એક પચ્ચકખાણ પૂર્ણ થતાં પાર્યા વિના જ તેની સાથે બીજું પચ્ચકખાણ કરવું, બેના છેડા જોડવા, તેમાં છ ઉપર છઠ્ઠ, ઉપવાસ ઉપર ઉપવાસ, વગેરે સમ પચ્ચકખાણ જેડે, તે “સમકેટિ” અને ઉપવાસ ઉપર આંબિલ કે આંબિલ ઉપર ઉપવાસ ડે, તે “વિષમકેટિ” જાણવી. - () નિયંત્રિત પચ્ચકખાણ- અમુક માસ-દિવસ-તિથિ વગેરેમાં અમુક પચ્ચકખાણ અવશ્ય કરવું જ, એ નિરપવાદ નિર્ણય તે (આ પચ્ચકખાણ પૂર્વધર વગેરેના કાળમાં જ હોય વર્તમાનમાં તેને વિચ્છેદ થયેલ છે.)
(૫) સાગાર પચ્ચખાણુ- “મહત્તરાગાર વગેરે આગારે (અપવાદે) સહિત હોય તે..